રેજીના: મારા વિચારથી ઘણા બધા બાળકો, અને હું પોતે પણ આવી રીતે જ મોટી થઇ છું કે મારા મગજ માં પણ પોતાના વિષે, પોતાની કાબેલિયત અને પોતાની ક્ષમતાઓ વિષે ઘણા પ્રશ્નો રહ્યા છે. આત્મ-સંદેહ જેવી વસ્તુ નિશ્ચિત રૂપે મારા માટે  એક સમસ્યા રહી છે જેનો મે કદાચ સામનો કર્યો અને એના પર કાબૂ મેળવ્યો છે. પણ હું આના પર તમારો અભિપ્રાય જાણવા માંગુ છું. આપણે આત્મ-સંદેહ પર કાબૂ કેવી રીતે મેળવી શકીએ? ખાસ કરીને એક યુવાના રૂપમાં.     

સદગુરુ: નમસ્કારામ રેજીના. બધા તમને કહે છે કે, “પોતાના પર વિશ્વાસ કરો, પોતાના પર વિશ્વાસ કરો”. હું કહીશ, “કૃપા કરી પોતાના પર શંકા કરો”. તમારા જીવનમાં જે કઈ પણ સાચું કે ખોટું થઈ રહ્યું છે, પહેલી વસ્તુ છે  એ જોવું કે કદાચ હું જ એનું કારણ છું? એને ધ્યાન થી જુવો, જો કારણ તમે નથી, તો પછી આપણે બીજા ને જોઈશું.

મોટા થવાની વેદના

આત્મવિશ્વાસી મૂર્ખ બધાની બધી વસ્તુઓ પર પગ મૂકીને ચાલે છે. પોતાના પર વિશ્વાસ કે કોઈ પ્રકારનો ભરોસો તમારી અંદર સ્પષ્ટતા વગર આત્મવિશ્વાસ લાવશે. આ ધરતી અને આપણાં આસ-પાસના જીવનને જે નુકસાન પહોચ્યું છે, બધુ સ્પષ્ટતા વિનાના આત્મવિશ્વાસ ના કારણે જ થયું છે. જો તમે જે કરી રહ્યા છો, એને લઈને તમારી અંદર થોડી શંકા હોય, તો તમે કઈક કરતા પહેલા દસ વાર વિચારશો, છે ને? અને એ એક સમજદારી વાળી દુનિયા હશે. હું ઈચ્છું છું કે બધાને પોતાના પર થોડી શંકા હોય. હવે, શારીરિક અને માનસિક વિકાસ પર આવીએ.

જો લોકોમાં વિકાસને લગતી સમસ્યા હોય છે, તો એનો મુખ્ય કારણ છે કે એમનો માનસિક વિકાસ એમના શારીરિક વિકાસ થી એક પગલું પણ આગળ નથી.

જ્યારે આપણે મોટા થવાની વાત કરીએ છીએ, તો એક માણસના ઘણા પાસાઓ હોય છે. એક માણસનો શારીરિક વિકાસ, માનસિક વિકાસ થાય છે, વિકાસના ભાવનાત્મક અને બીજા પાસાઓ પણ હોય છે. મોટા ભાગે આપણે ફક્ત શારીરક વિકાસને માપીએ છીએ પણ બીજી સંભાવના છે માનસિક વિકાસને માપવાની.

જુઓ શરીર એક ઘણું ઠોસ તત્વ છે, એટ્લે તે એક ખાસ ઝડપથી વધે છે. ઘણા લોકોમાં થોડું ધીરે અથવા થોડું જલ્દી, પણ એ એક ખાસ ઝડપથી વધે છે. પણ તમે જે છો, એના માનસિક પાસાની પ્રક્રિયા એટલી ઠોસ નથી. એ એક સૂક્ષ્મ પ્રક્રિયા છે, વધુ લચીલી, વધુ ચંચળ કાતો અનિશ્ચિત, એટલા માટે તેને તમારી શારીરિક પ્રક્રિયાથી ઘણી તેજ ગતિથી વધવું જોઈએ. જો લોકોમાં વિકાસને લગતી સમસ્યા હોય છે, તો એનો મુખ્ય કારણ છે કે એમનો માનસિક વિકાસ એમના શારીરિક વિકાસ થી એક પગલું પણ આગળ નથી.

એ ઘણું મહત્વનુ છે કે સમાજમાં આપણે એવી સ્થિતિ બનાવીએ જ્યાં દરેક બાળક માનસિક રીતે, પોતાના શારીરિક વિકાસ કરતા ઓછામાં ઓછું એક પગલું આગળ હોય

તો ભલે આ ધરતી પર હંમેશા અબજો લોકો સાથે આ જ વસ્તુ થઈ રહી છે, તો પણ એવું લાગે છે કે તે આ દુનિયામાં પહેલી વાર થઈ રહ્યું છે અને લોકો હેરાન અને સ્તબ્ધ થઈ જાય છે. એવું એટલા માટે કારક કે એમનો માનસિક વિકાસ એમના શારીરક વિકાસ થી પાછળ છે. 

જીવન એ કોઈ સમસ્યા નથી, જીવન એક પ્રક્રિયા છે. સવાલ ફક્ત એ છે કે તમે પોતાને આ પ્રક્રિયા માટે તૈયાર કર્યા છે કે નહીં?

એ ઘણું મહત્વનુ છે કે સમાજમાં આપણે એવી સ્થિતિ બનાવીએ જ્યાં દરેક બાળક માનસિક રીતે, પોતાના શારીરિક વિકાસ કરતા ઓછામાં ઓછું એક પગલું આગળ હોય, જો તમે તમારા જીવનમાં ફક્ત આ એક વસ્તુ કરો છો, તો તમે જોશો કે ભલે તે કિશોરાવસ્થા હોય, આધેડ ઉમર કે વૃદ્ધાવસ્થા, તમે કોઈ પણ વસ્તુથી હેરાન નહીં થાઓ. તમે જાણો છો કે એને કેવી રીતે સાચવવું, એને કેવી રીતે હેન્ડલ કરવું.....અને સરળ પ્રક્રિયાઓ ના કારણે તમારા જીવનમાં કોઈ આંચકો નહીં લાગે કે ઊથલ-પાથલ નહીં થાય.

હાલમાં લોકો એવી રીતે જીવન જીવી રહ્યા છે કે બાળકોને ડાયપર ની તકલીફો થઇ રહી છે, ટીનેજર્સને હોર્મોન ની તકલીફો થઈ રહી છે, આધેડ ઉમર ના લોકો ને મિડલ એજ ક્રાઈસિસ વેઠવી પડે છે અને વૃદ્ધ લોકો નિશ્ચિત રૂપે દુખી છે. મને જીવન નો એક એવું પાસું બતાવો, જેને લોકો એક સમસ્યાની રીતે નથી જોતાં. જીવન એ કોઈ સમસ્યા નથી, જીવન એક પ્રક્રિયા છે. સવાલ ફક્ત એ છે કે તમે પોતાને આ પ્રક્રિયા માટે તૈયાર કર્યા છે કે નહીં?

સંપાદક તરફથી નોટ:- ભલે તમે એક વિવાદસ્પદ પ્રશ્ન થી હેરાન થઈ રહ્યા હોવ, કે પછી નિષિદ્ધ પ્રકારના વિષય માટે મૂંઝવણ અનુભવતા હોવ કે પછી તમારી અંદર કોઈ એવો પ્રશ્ન હોય જેનો જવાબ કોઈ પણ આપવા તૈયાર ન હોય એવા પ્રશ્ન પૂછવાની આ તક છે! - unplugwithsadhguru.org

Youth and Truth Banner Image