પુરુષો માટે શિવાંગ સાધના

કોવિડ-19 ના કારણે, દિક્ષા અને પૂર્ણાહુતિની સુવિધા ઓનલાઇન આપવામાં આવશે.
શિવાંગ સાધના તમે શિવનું અંગ છો એ તમારી જાગૃતિમાં લાવવા માટે છે, જે સર્જનનો સ્ત્રોત અને પરમ સંભાવના છે. - સદ્‍ગુરુ
seperator
 
About Shivanga Sadhana
 
શિવાંગ સાધના એ પુરુષો માટે 42-દિવસનું શક્તિશાળી વ્રત છે (સાધનાનો સમયગાળો). સદ્‍ગુરુ દ્વારા અર્પિત, આ સાધના ધ્યાનલિંગની ઊર્જા પ્રતિ વ્યક્તિની ગ્રહણશીલતામાં વૃધ્ધિ કરે છે અને તેમને શરીર, મન અને ઊર્જાના ઊંડા સ્તરના અનુભવને શોધવા માટેની તક આપે છે.
આ સાધના અંદર રહેલા ભક્તિભાવને આગળ લાવવા માટેની તક છે. શિવાંગનો વાસ્તવિક અર્થ જ થાય છે "શિવનું અંગ", અને શિવાંગ સાધના એ સર્જનના સ્ત્રોત સાથેનું આપણું જોડાણ આપણી જાગૃતિમાં લાવવા માટેની તક છે. આ સાધના પવિત્ર વેલ્લિયંગીરી પર્વતોમાં એક તીર્થયાત્રા કરવાની અને શિવ નમસ્કારની દીક્ષા મેળવવાની પણ તક છે, જે એક શક્તિશાળી અભ્યાસ છે.
 
Benefits of doing Shivanga Deeksha
 
 • શક્તિશાળી 42-દિવસીય વ્રત
 • પવિત્ર "શિવ નમસ્કાર" પ્રક્રિયાની દીક્ષા
 • દક્ષિણના કૈલાશ તરીકે જાણીતા વેલ્લિયંગીરી પર્વતોની તીર્થયાત્રા (વૈકલ્પિક)
 • આંતરિક શોધ માટે મજબૂત શારીરિક અને માનસિક આધાર પૂરો પડે છે

 

 
Sadhana Date
 
પુરુષો માટે ઉપલબ્ધ, આ 42-દિવસીય વ્રત, પૂર્ણિમાએ શરૂ થઈને શિવરાત્રી પર ધ્યાનલિંગમાં પરિપૂર્ણ થાય છે, ધ્યાનલિંગમાં એક અર્પણ અને વેલ્લિયંગીરી પર્વતોની સુંદર ટેકરીઓની યાત્રા સાથે.
નોંધ: કોવિડ-19 ના કારણે, દિક્ષા અને પૂર્ણાહુતિની સુવિધા ઓનલાઇન પૂરી પાડવામાં આવશે. ધ્યાનલિંગ મંદિરે પૂર્ણાહુતિ અને વેલ્લિયંગીરી પર્વતોની યાત્રા બંને વૈકલ્પિક છે.
દીક્ષા
પૂર્ણાહુતિ
યાત્રા
27 ફેબ્રુઆરી
10 એપ્રિલ
11 એપ્રિલ
28 માર્ચ (પંગુની ઉથીરમ )
9 મે
10 મે
26 એપ્રિલ
8 જૂન
9 જૂન
26 મે
8 જુલાઈ
9 જુલાઈ
24 જૂન ( ધ્યાનલિંગ પ્રાણપ્રતિષ્ઠા દિવસ, 22મું વર્ષ)
6 ઓગસ્ટ
7 ઓગસ્ટ
23 જુલાઈ
5 સપ્ટેમ્બર
6 સપ્ટેમ્બર

 

પુરુષો માટેની સાધના માર્ગદર્શિકા:

અંગ્રેજી, હિન્દી, મલયાલમ, કન્નડ, તમિળ, અને તેલુગુ

પુરુષો માટેની સાધના માર્ગદર્શિકા:

 • સાધના પૂર્ણિમાએ શરૂ અને શિવરાત્રિ એ પરિપૂર્ણ થાય છે, 42 દિવસ પછી.
 • શિવાંગાઓને શિવ નમસ્કાર અભ્યાસની અને યોગ્ય મંત્રોની દીક્ષા આપવામાં આવશે.
 • શિવ નમસ્કાર દિવસમાં 21 વખત ભક્તિભાવથી, કાં તો સૂર્યોદય પહેલા કે સૂર્યાસ્ત પછી ખાલી પેટે કરવા જોઈએ.
 • શિવરાત્રિ પર ધ્યાનલિંગ મંદિરમાં કોઇમ્બતુર આવવું એ શિવાંગો માટે વૈકલ્પિક છે.
 • દિવસમાં બે વખત સ્નાન થવું જોઈએ. સાબુની જગ્યાએ હર્બલ બાથીંગ પાવડર (સ્નાનમ પાવડર) વાપરી શકાય.
 • ઓછામાં ઓછા 21 લોકો પાસેથી ભિક્ષા મેળવવી જ પડશે.
 • વ્રતના સમયગાળા દરમિયાન, ધૂમ્રપાન, દારૂનું સેવન અને માંસાહારની પરવાનગી નથી.
 • દિવસ દરમિયાન ફક્ત બે જ વખત જમી શકાય, પહેલું ભોજન બપોરે 12 વાગ્યા પછી થવું જોઈએ.
 • સાધના સમયગાળા દરમિયાન સફેદ કે આછા રંગના કપડાં પહેરી શકાય.
 • સાધના માટેશિવાંગ કીટ જરૂરી છે. તમે આ કીટ પરથી મંગાવી શકો છો.
 
Contact us
 

Contact Details:

Email: info@shivanga.org

Phone:  +91-83000 83111

Contact List

Testimonials