Wisdom
FILTERS:
SORT BY:
બ્રહ્માંડમાં મનુષ્યના મન સિવાય એવી કોઈ વસ્તુ નથી જે બીજી દરેક વસ્તુ સાથે એકત્વમાં ન હોય.
અવાજની પોતાની આકૃતિ હોય છે. જો તમે યોગ્ય પ્રકારના અવાજનું ઉચ્ચારણ કરો તો તે રૂપોને સ્પર્શશે અને અંગીકાર કરશે. તેમાં બહુ શક્તિ છે.
જો તમે તમારા હાલના અસ્તિત્વની સીમાઓને ઓળંગવા માંગતા હોવ, તો તમારા હૃદયમાં ગાંડપણ હોવું જોઈએ પરંતુ તમારું મન એકદમ સંતુલિત હોવું જોઈએ.
હવે સમય આવી ગયો છે કે આપણે ભારતની યુવા શક્તિને માનવ પ્રતિભા, ક્ષમતા અને સમાવેશી માનવતાની એક શાનદાર અભિવ્યક્તિમાં રૂપાંતરિત કરીએ, જે ભારતની વિશેષતા છે. ચાલો આપણે સાથે મળીને જાગરૂક ધરતીનું નિર્માણ કરીએ.
ગુરુ એ છે જે તમારા અંધકારને દૂર કરે. તેઓ તે પરિમાણો પર પ્રકાશ પાડવામાં સક્ષમ છે જે હજુ તમારા અનુભવમાં નથી.
સ્પષ્ટતા તમારી મૂંઝવણને જાગરૂકતાથી સંભાળવાનું પરિણામ છે.
તમે આ સૃષ્ટિના બધા જીવો પ્રત્યે કૃતજ્ઞતાની ગહન ભાવના અનુભવો તેવી કામના.
જીવન સારા અને ખરાબના વિચારોથી પરેની ઘટના છે. આવી સોચ માનસિકને વાસ્તવિક ગણવાની ગેરસમજથી પેદા થાય છે.
જો તમે એવું વિચારો કે તમે જેવા છો તેના માટે બીજું કોઈ જવાબદાર છે, તો તમે પોતે જેવા બનવા ઈચ્છો છો તેવા ન બની શકો.
યુવાની કેટલા વરસ થયાં તેનો સવાલ નથી પણ જીવંતતા અને ભાગીદારીની ભાવના સાથે સંબંધિત છે.
Education should not be a rigid system of production. This destroys creativity, innate genius, and Humanity. An education of Nurture is a need for a Conscious Planet.