About
Wisdom
FILTERS:
SORT BY:
જો તમે તમારી અંદર અને આસપાસ યોગ્ય પ્રકારના વાતાવરણનું નિર્માણ કરશો તો અસ્તિત્વ તમને શાનદાર રીતે પ્રતિસાદ આપશે.
તમારી અંદરનું જીવન જ એકમાત્ર વાસ્તવિક વસ્તુ છે - બાકી બધું આરોપણ માત્ર જ છે.
જો તમારી ઓળખ વૈશ્વિક હોય તો તમારી બુદ્ધિ બધાની સુખાકારી માટે કામ કરશે. તમે વ્યક્તિગત મહત્વકાંક્ષા મુજબ નહિ પરંતુ બધાને આવરી લેતા એક વિશાળ દૃષ્ટિકોણથી કાર્ય કરશો.
એક મનુષ્ય તરીકે તમે તમારી અંદર સંભાવનાઓની એક આખી શ્રેણી સાથે આવો છો - ઊંડામાં ઊંડા નર્કથી લઈને ઉચ્ચત્તમ અવસ્થા સુધી. તે તમારા પર છે કે તમે તેમાંથી કઈ સંભાવનાને ખોજવાનું પસંદ કરો છો.
જો તમે એક વધુ સચેતન મનુષ્ય ન બનો તો તમે આ વિશ્વને એક વધુ સારી જગ્યા બનાવવામાં મદદરૂપ ન થઈ શકો.
જીવનમાં કોઈ વસ્તુ સમસ્યા નથી - દરેક વસ્તુ એક સંભાવના છે.
જયારે કોઈ બીજું તમને સુખી કે દુઃખી કરી શકે તો શું તે સૌથી ખરાબ પ્રકારની ગુલામી નથી? મનુષ્યના બધા જ અનુભવોનો સ્ત્રોત પોતાની અંદર છે તે જાણવું જ મુક્તિ છે.
જેઓ પોતાની અંદર હંમેશા આરામમાં હોય તેઓ સતત પ્રવૃત્તિ માટે સક્ષમ હોય છે.
આ વિશ્વની બધી જ રોનક એક વસ્તુ પર આધારિત છે - સમૃદ્ધ માટી. ચાલો આ કરી બતાવીએ.