About
Wisdom
FILTERS:
SORT BY:
If we want to be touched by the consciousness that we refer to as Krishna, we need Leela, the path of the playful. Without playfulness, you shall not know what it means to be conscious.
સમય એક સાપેક્ષ અનુભવ છે. જે આનંદિત અને કેદ્રિત છે, તેના માટે આ એક ખુબ જ ટૂંકું જીવન છે.
યોગથી બસ તમારું શરીર જ લચીલું ન બનવું જોઈએ - તમારું મન અને ભાવનાઓ અને સૌથી મહત્વનું કે તમારી ચેતના લચીલી બનવી જોઈએ.
એકવાર તમે તમારા ભૂતકાળને તમારા વર્તમાનનો અનુભવ નક્કી કરવા દો છો પછી તમે તમારા ભવિષ્યને ખતમ કરી નાખ્યું છે.
કોઈ નથી ઈચ્છતું કે તેમને મેનેજ કરવામાં આવે. પણ શામેલ કરવામાં આવે તેવી ઝંખના બધાને હોય છે.
આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન, શૌર્ય અને પ્રતિબદ્ધતા આપણને આજે આઝાદ દેશની ઉજવણી કરવા દે છે. આઝાદી એમ જ નથી મળી જતી - તે કમાવવી પડે છે અથવા તો ગુમાવાય છે. ચાલો આપણે એક આઝાદ વિશ્વ તરફ અગ્રેસર થઈએ.
જીવન તરલ છે, હંમેશા વિકસતું રહે છે. તમે જેટલા વધુ ગતિશીલ હોવ તેટલી વધારે વસ્તુઓ તમારા જીવનમાં સતત થાય છે.
શરીર અને મન અસ્તિત્વની સપાટી છે. જયારે તમને તેમની ક્ષણભંગુરતા સમજાશે ત્યારે તમે પોતાની જાતને અસ્તિત્વના સ્ત્રોતની દિશામાં વાળશો.
ભૌતિક સીમિત છે. જો તમે તેને અસીમિત બનાવવાનો પ્રયત્ન કરશો તો તમે પોતાનો અને તમારી આસપાસ છે તે બધાનો નાશ કરશો, અત્યારે વિશ્વમાં તે જ થઈ રહ્યું છે.
જયારે તમારા પર ગુસ્સો કરવામાં આવે ત્યારે તમને ગમતું નથી. તો પછી તમે એવું કેમ વિચારો છો કે બીજા પર ગુસ્સો કરવો એ કોઈ ઉપાય છે.
જો તમે સત્ય સાથે જોડાયેલા હશો તો તમારા સંબંધો માત્ર સંબંધો જ હશે, મોહ નહિ. તમે સહભાગિતાનો અનુભવ કરશો પરંતુ ફસાશો નહિ.
દરેક ઝંખના વાસ્તવમાં અનંતની ઝંખના છે, જે હપ્તાઓમાં અભિવ્યક્તિ મેળવી રહી છે.