About
Wisdom
FILTERS:
SORT BY:
જયારે તમારા પર ગુસ્સો કરવામાં આવે ત્યારે તમને ગમતું નથી. તો પછી તમે એવું કેમ વિચારો છો કે બીજા પર ગુસ્સો કરવો એ કોઈ ઉપાય છે.
જો તમે સત્ય સાથે જોડાયેલા હશો તો તમારા સંબંધો માત્ર સંબંધો જ હશે, મોહ નહિ. તમે સહભાગિતાનો અનુભવ કરશો પરંતુ ફસાશો નહિ.
દરેક ઝંખના વાસ્તવમાં અનંતની ઝંખના છે, જે હપ્તાઓમાં અભિવ્યક્તિ મેળવી રહી છે.
સુખ એક સ્તરની પ્રસન્નતા છે, આનંદ બીજા સ્તરની. સુખ સુંદર છે, પણ તે ગુલામ બનાવે છે. આનંદ શાનદાર છે; સૌથી મહત્વનું કે તે મુક્તિદાયક છે.
યોગથી બસ તમારું શરીર જ લચીલું ન બનવું જોઈએ - તમારું મન અને ભાવનાઓ અને સૌથી મહત્વનું કે તમારી ચેતના લચીલી બનવી જોઈએ.
એકવાર તમે તમારા ભૂતકાળને તમારા વર્તમાનનો અનુભવ નક્કી કરવા દો છો પછી તમે તમારા ભવિષ્યને ખતમ કરી નાખ્યું છે.
જો તમારો આંતરિક વિકાસ થાય તો કોઈ ગર્વ કે પૂર્વગ્રહ નહિ રહે. તમે સ્પષ્ટ અને નિરપેક્ષ સમજણથી કાર્ય કરશો.
તમારી ચેતનાની પ્રકૃતિ તમારા શરીરના દરેક કોષમાં દરેક ક્ષણે ઝળકે છે.
જીવન તરલ છે, હંમેશા વિકસતું રહે છે. તમે જેટલા વધુ ગતિશીલ હોવ તેટલી વધારે વસ્તુઓ તમારા જીવનમાં સતત થાય છે.
શરીર અને મન અસ્તિત્વની સપાટી છે. જયારે તમને તેમની ક્ષણભંગુરતા સમજાશે ત્યારે તમે પોતાની જાતને અસ્તિત્વના સ્ત્રોતની દિશામાં વાળશો.
તમારી વિચાર પ્રક્રિયા કે ભાવનાત્મક પ્રક્રિયા જે પણ હોય, તે બસ એક સ્થાનિક ગપસપ છે, ફક્ત તમારી સુધી સીમિત. જો તે સારી હોય તો તેની મજા લો પરંતુ તેના પર વિશ્વાસ ન કરી લો.
તમારા માતાપિતાએ તમને માનવ શરીર આપ્યું. તમે તેઓથી ફક્ત મોટા થવા માંગો છો કે એક પરિપૂર્ણ જીવનમાં વિકસિત થવા માંગો છો તે તમારી પસંદગી છે.