ઈશા ઇનસાઇટની સાતમી આવૃત્તિ માટે ગત સપ્તાહે ઈશા યોગ સેન્ટર ખાતે દેશના જાણીતા અને પ્રતિષ્ઠાવાન  ઉદ્યોગપતિઓ અને પ્રોફેશનલ લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેમા તેઓએ તેમના સફળ નેતૃત્વની વાત કહી હતી. જે ઉપસ્તિથ અને સમાજના લોકો માટે માર્ગદર્શક અને પથપ્રદર્શક બને તેવી છે. આમંત્રિત લોકો પોતાના વ્યવસાયમાં અત્યંત સફળ ઉપરાંત તેઓ અનોખા પ્રકારની દિર્ધદ્રષ્ટિના માલીક પણ છે. ઘણા ખરા સ્ટાર્ટ-અપ્સ નિષ્ફળ ગયા. કારણ કે તેના સ્થાપનાકારો સમજી શક્યા ન હતા કે, ફક્ત એક ઉચ્ચ વિચાર જ સફળ થવા માટે પૂરતો નથી. તેના માટે વ્યવસાયિક વિચારશીલતા અને વિચારને વ્યાપારની સફળતામાં પરિવર્તિત કરવા માટે યોગ્ય અભિગમની જરૂર હોય છે.

આપણા સમાજને આ પ્રકારના ઉમદા નેતૃત્વની જરૂર છે, જે કરોડો ભારતીયોના જીવનને વધુ સારી રીતે સમજાવવા માટે અંતર્જ્ઞાન અને પ્રતિબદ્ધતાની કક્ષા પુરી પાડે શકે. સૌથી અગત્યની બાબત છે કે, આ પ્રકારની પ્રક્રિયા માટે  નિખાલસતા જરૂરી છે. છેલ્લાં થોડા વર્ષોનો મારો(સદગુરૂ) અનુભવ રહ્યો છે કે, અને આ માત્ર દેશના નહીં પરંતુ સમગ્ર વિશ્વના લોકો સાથે બની રહ્યું છે. લોકો માને છે કે અન્યની નજરમાં મોટા થવું હોય તો આપણી જાતનો વિકાસ અથવા વિસ્તાર કરવો જ રહ્યો. અને લોકો આને જ સુખ માને છે. જે ખરા અર્થમાં સાચું નથી. અમુક સંજોગોમાં હશે તેની ના નથી. પણ દરેક માટે ચોક્કસપણે સાચું છે તેવું પણ નથી. પણ એક લીડરના સંદર્ભમાં જેની કથની અને કર્ણી મોટા સમુહના જીવનને અસર કરે છે.

Love & Grace

અંતઃદ્રષ્ટિ, અખંડિતતા, પ્રેરણા

Welcome session with Sadhguru

 

સદગુરુ: નમસ્કારમ અને આપ સૌનું ઈશા ઇનસાઇટ 2018 માં સ્વાગત છે. આ ઈશા ઈનસાઈટની સાતમી આવૃત્તિ છે. સામાન્ય રીતે દરેક મનુષ્ય તેની સમજ, અનુભવ, અને અસ્તિત્વના આધારે હંમેશા તે છે તેના કરતાં વધુ કંઈક બનવાની કે થવાની ઇચ્છા ધરાવતા હોય છે.

જે મનુષ્યનો સ્વભાવ છે. જો તમે ધ્યાનથી જુઓ તો, આખા બ્રહ્માંડમાં એવો એક પણ દ્વાર નથી જે મનુષ્ય માટે બંધ હોય. માત્ર આ એક જ મુદ્દો છે જેના પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.

બી.એસ નાગેશ ફાઉન્ડર ટીઆરઆરએઆઈએન(TRRAIN) સદગુરુ તમે કાયમ કહો છો કે નેતૃત્વ પ્રામાણિકતા, પ્રેરણાદાયી અને અંતર્જ્ઞાન આધારીત હોવું જોઈએ. તે શું છે, તેના પર આપ પ્રકાશ પાડી શકો છો?

સદગુરુ: પ્રામાણિકતા, મૂલ્યો અને સિદ્ધાંતોનો સમૂહ નથી. આપણે અમુક કામો હાથમાં લઈએ છીએ અને તેને પૂર્ણ નથી કરતા. પ્રામાણિકતાની દ્રષ્ટીએ આ તમારી પ્રતિબદ્ધતા છે, જે તમારા કરતાં મોટી છે. તમે તમારા સુખાકાર માટે પ્રતિબદ્ધ છો. આથી તેના માટે જે જરૂરી છે તે કાર્ય કરો છો, તમારી આસપાસની દરેક વસ્તુ તમારા સુખાકાર માટે છે.

પ્રેરણાનો શું અર્થ છે. જ્યાં લોકો પ્રેરિત થતા ન હોય  અથવા ખચકાતા હોય ત્યારે તમે જો દશ, વીસ કે હજાર લોકોને પ્રેરીત કરતા હોવ તો, મહત્વની વાત એ છે કે તમારામાં અલૌકિક શક્તિ છે.

અંતઃદૃષ્ટિનો શું અર્થ છે. જ્યારે તમે એક વખત નેતૃત્વની સ્થિતિમાં આવી જાવ છો ત્યારે તમારો દ્રષ્ટિકોણ અદ્રિતીય કરવા માટે તમારે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ, જેથી તમે અગ્ર પંક્તિમાં બિરાજમાન, હકદાર થાવ છો. જ્યાં લોકો તમને આદર્શ માને અને તમારી અંતઃદૃષ્ટિથી તમે સંપૂર્ણ રીત જોઈ શકો.

પ્રામાણિકતા, પ્રેરણા અને અંતઃદૃષ્ટિ આ ત્રણ મૂળભૂત ગુણો છે. જેના વગર નેતૃત્વ શક્ય નથી. નેતૃત્વએ કલા છે. જેની અસર તમે લોકો પર છોડો છો.

Sadhguru with Amitabh Kant, CEO NITI Aayog

 

અમિતાભ કાંત:- સૌ પ્રથમ તો તમારે મોટું કરવા માટે મોટું વિચારવું જોઈએ. નાના વિચારને કોઈ સ્થાન નથી. વર્ષ 1998 માં, મને પ્રવાસન સચિવ તરીકે કેરળમાં પોસ્ટીંગ આપવામાં આવી હતી. તે વખતે કોઈએ કેરળ અને પ્રવાસનને કોઈ સંબંધ ન હતો. મેં કેરળને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા મારા પ્રયાસો શરૂ કર્યા. પશ્ચિમની પ્રચલીત માન્યતાથી વિરુદ્ધ મેં કર્યું. અમે મૂળ કેરળને બહાર લાવવાનું નક્કી કર્યું. જેમાં કેરળની પરંપરાગત આયુર્વેદ મસાજ, સાથે અહીંના હાઉસબોટને  લોકપ્રિય કરવા પ્રયત્નશીલ રહ્યાં, કારણ કે આ મામલે કેરળનો ઈજારો હતો. અહીંના લોકોની રહેણી કરણી અને તેમના સ્વાદિષ્ટ ભોજન અમે જગપ્રસિદ્ધ કર્યા.

આનાથી આગાળ વધીને  કેરળની પરંપરાગત કળા અને સ્થાપત્યો લોકોપ્રિય કર્યા. જેમાં નલુકેટ્ટુ, જે વાસ્તવમાં બળતણના લાકડું તરીકે વપરાતું હતું. પ્રવાસન મુદ્દાને ધ્યાનમાં રાખી પેરીયાર અભ્યારણ્યના શિકારીઓ ગાઈડ બનાવ્યા – આમ મોટું કરવાના વિચારથી તમે પરિસ્થિતિ બદલી શકો છો. આ વિચારો અને પ્રયાસો થકી આજે કેરળ પ્રવાસનની દ્રષ્ટીએ દેશમાં અગ્ર સ્થાન ધરાવે છે.

વિકાસ-શીલ દ્રષ્ટીકોણ

Sadhguru with Bhavish Aggarwal, co-founder and CEO, Ola Cabs

તમે તમારા સપના અંગે સ્પષ્ટ હશો તો, તમારી સપોર્ટ સિસ્ટમ હંમેશાં તમને સમર્થન આપશે.

ભાવિશ અગ્રવાલ: આપને મારો થોડોક પરિચય આપી દવું ... હું 2004માં કમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગ માટે આઇઆઇટી ગયો હતો. મારી એન્જિનિયરિંગ પૂર્ણ થયા પછી, મને માઇક્રોસોફ્ટમાં સારી નોકરી મળી. હું સારો પ્રોગ્રામર અને સૉફ્ટવેર એન્જીનિયર હતો, પણ મારું મન ક્યારેય તે કામમાં લાગતું ન હતું. આથી એક દિવસ મેં નક્કી કર્યું કે મારે આ છોડી,  વેપાર શરૂ કરવો છે. આ માટે મારા માતાપિતાએ મને પૈસા આપ્યા, એ લોકોએ મને રોક્યો નહીં.. તેઓનું કહેવું હતું કે, તું જે કરે તે બરાબર.  જો તમે સાહસની ઈચ્છા રાખતા હોવ, તો સાહસ કરી લો. જો તમારા જીવન અને તમારા સાહસ સાથે તમે તમારા સપના અંગે સ્પષ્ટ હશો, તો તમારી સપોર્ટ સિસ્ટમ હંમેશાં તમને સમર્થન આપશે.

એક ઉદ્યોગસાહસિક તરીકે, તમારી દ્રષ્ટી વિકસીત હોવી જોઈએ. જ્યારે અમે પોતાનું કામકાજ શરૂ કર્યું ત્યારે, અમારી દ્રષ્ટી સીમીત ન હતી. અમે કાર બુકિંગ માટે વેબસાઇટ બનાવી. ધીમે ધીમે આગળ વધતા ગયા, હવે અમારું લક્ષ્ય છે કે, દેશના એક અબજ લોકો માટે ટેક્સી કાર સર્વીસ સુગમ કરવી. અમારુ સપનું છે કે  સમાજના દરેક વર્ગના લોકો માટે વિવિધ પ્રકારના મલ્ટિ-મોડલ વિકલ્પો હોય અને જેનો લાભ સમાન દરેક લોકો લઈ શકે

એક ઉદ્યોગસાહસિક તરીકે, તમારે કાયમ બજારની વાસ્તવિકતાઓ માટે તમારું મન ખુલ્લું રાખવું જોઈએ. તમારે કાયમ તમારા ગ્રાહકના પ્રતિભાવો લેતા રહેવું જોઈએ. કારણ કે, ગ્રાહક કાયમ સાચું બોલે છે. આ માટે સમય આપવો અને તે પ્રમાણે તમારા વેપારનો વિકાસ કરતા રહો. આ સાથે તમારી જે ટીમ હોય. તેને પ્રેરણા અને પ્રોત્સાહન આપતા રહેવું જોઈએ. જે સૌથી અગત્યની બાબત છે.

સફળતાનો માર્ગ

Sadhguru Kishore-Biyani B. S.Nagesh

 

બી.એસ. નાગેશ: કિશોરભાઈ, હું આપને ઘણા વર્ષોથી ઓળખું છું, વર્ષ 2001 થી 2018 સુધીની વાત કરીએ તો, આપે ભારતમાં વેપાર કરવાનો દ્રષ્ટીકોઁણ કે વીઝન કેવી રીતે કેળવ્યું, કેવી રીતે આ વ્યૂહરચના ઘડી?

કિશોર બિયાની, સ્થાપક અને સીઇઓ ફ્યુચર ગ્રૂપ: હું એવું માનું છું કે, દરેક લોકો કંઈકનું કંઈક શીખતા હોય છે. અથવા તો, સામે શિક્ષણ આપતા હોય છે. તમે જે કંઈ પણ કરો છો. તે તમને કંઈક શીખવીને જાય છે. મારા મતે, આપણે આપણી  આંખ, કાન ખુલ્લાં રાખવા જોઈએ અને તેમાં પણ ખાસ કરીને મુસાફરી દરમિયાન. કારણે કે ઘણી વખત એવા લોકોને આપણે મળીએ છીએ જેઓ આપણે મોટી શીખ આપી જતા હોય છે. અમુક વખતે આપણે તેમાં સફળ કે નિષ્ફળ જાતા હોઈએ છીએ. પણ આ પ્રકારના અનુભવથી આપણે કંઈક શીખવે તો છે જ.

બી. એસ. નાગેશ: હા, પણ, તમે બીજાઓ પાસેથી શીખો છો,  યોજના કરો છો. ત્યારે તમારી સામે ઘણા પડકારો આવતા હશે, તમે તેનો સામનો કેવી રીતે કરો છો?.

 

મારા મતે સફળતા એ છે કે હજારો લોકો માટે તમે આનંદનું સર્જન કરો, એ ખરેખર સફળતા છે.

કિશોર બિયાની: જ્યારે મેં મારા જીવનમાં મારા પહેલાં મોટા પડકારનો સામનો કર્યો હતો, ત્યારે હું સદગુરુની મિસ્ટિક મ્યુસીંગસ વાંચતો હતો અને આ એક વસ્તુ હતી જેને મને હિંમત અને મદદ કરી. વિશ્વના દરેક પ્રકારના પ્રશ્ન, પડકાર, સમસ્યાનો જવાબ મને અહીંથી મળ્યો હતો..

કંઈ પણ કાયમી નથી - તમારી સફળતા કે તમારી  નિષ્ફળતા, અને પડકારો. સફળતા એ છે કે તમે કોઈના જીવનમાં આનંદનું કારણ બનો એ જ સફળતા છે.

સફળતા શીખવી શકાતી નથી. તમે કોઈને કંઈક કરવાની રીત શીખવી શકો છો 

સદગુરુ: તમે કોઈને સફળતા શીખવી શકતા નથી. માત્ર તમે ચોક્કસ પ્રક્રિયા શીખવી શકો છો અને તે આધાર રાખે છે, શીખનારની તીવ્રતા, બુદ્ધિ, સંલગ્નતા પર અને ચોક્કસપણે ઈશ્વરીય ઉદારતા પર. આપણે જે પણ કંઈ કરીએ છીએ તેના આધારે આપણે સમયમાં અસ્તિત્વ ધરાવીએ છીએ. તે ક્યારેય ભૂલવું જોઈએ નહીં. આથી, આ તમામ બાબતોને ધ્યાને રાખતા, જ્યારે ઉપરોક્ત તમામ ગુણો એક સાથે આવે, ત્યારે તે સફળતામાં પરિણમે છે. આ ગુણો વગર કોઈ પણ કામ શક્ય નથી. અહીં ઉપસ્થિત તમામ આ પ્રક્રિયા પ્રત્યે સંપૂર્ણપણે સમર્પિત છે.

આ, ક્રિયા દૈનિક વસ્તુ સમાન છે. સફળતાએ અન્ય લોકોની આંખોમાં છે. તેઓ તમને સફળતા અને નિષ્ફળતાને ત્રાજવે તોલે છે. પણ જરૂરી છે કે તમે જે કરી રહ્યા છો તે યોગ્ય રીતે કરો. તમે આજે જે કરી રહ્યાં છો તે બરાબર કરી રહ્યાં છો કે નહીં અને તેના માટે જરૂરી સ્થિરતા અને પ્રતિભાશાળી વ્યક્તિનું સાનિધ્ય પણ આવશ્યક છે.

આ કંઈક એવું છે જે દરેકે કરવું જોઈએ, યોગ્ય સ્થિરતા. આ સિસ્ટમ એ વીમા સમાન છે.  જેના પર તમારે કાયમ નિર્ભર રહેવું પડે છે. ઉપરાંત તમારી અપેક્ષા કોઈ જીનિયસના સ્પાર્કિંગ માટે ખૂબ સમય પણ લે છે. પરંતુ જો જીનિયસ સ્પાર્કિંગ નથી થતો, તો તમારી સિસ્ટમ કાયમ વચગાળાનો માર્ગ અપનાવે છે. જ્યાં ખૂબ જ પ્રતિભાસંપન્ન વ્યક્તિત્વ હોય છે. ત્યાં કોઈ સિસ્ટમ નથી, આથી તમે સર્વત્ર અદભૂત કાર્યો પાર પાડી શકશો. પણ તેમાં સંતુલન તમારે રાખવું પડશે.

સમસ્યાનું સમાધાન પુરુ પાડવું

Deepak Garg, CEO, Rivigo

 

દિપક ગર્ગ: મેં લગભગ આઠ વર્ષ સુધી મેકકીંસેમાં કામ કર્યું હતું. દર વર્ષે, હું વિચારતો હતો, કે હું આ બધુ છોડી દવું અને કંઈક નવું શરૂ. મેં વિચાર્યું કે જો આગામી દસ થી વીસ વર્ષમાં ભારતને એક મહાસત્તા બનવું હશે તો, તેમાં લોજિસ્ટિક્સ ઘણું મહત્ત્વનું પાસું સાબિત થશે. જ્યાં દેશને માલ-સામાનના પરિવહન માટે મજબૂત માળખું જોઈશે. અને બસ આ જ હેતુથી આ વ્યવસાયમાં મેં મારા મુળીયા ઉંડા કર્યા. શરૂઆતમાં લોકો કહેતા હતા કે, "અમારી પાસે તમામ પ્રકારના લોડની માંગ છે – સામે ટ્રક ડ્રાઈવર નથી." કારણ કે ડ્રાઈવરોની સ્થિતિ સારી ન હતી. કારણ કે આર્થિક અને સમાજિક રીતે તેઓ ગરીબ જીવન જીવતા. આમ તેઓ સામાજિક બહિષ્કારનો ભાગ બની શકે. પણ મારા મનમાં તો, અર્થતંત્ર, દેશની પ્રગતિ, અને વૈશ્વિક પ્રગતિ સામેની આ સમસ્યા, સમાધાન પર આધારિત હતી. આપણે ડ્રાઈવરોનું જીવન કેવી રીતે બનાવી શકીએ? આ સમસ્યાનું કારણ હતું કે ડ્રાઈવરો મહિના સુધી ઘરથી દૂર રહેતા. શું આપણે તે લોકોને તે જ દિવસે તેમના ઘરે લાવી શકીએ?

આ વિચારની પ્રેરણા લઈને અમે રીલે ટ્રકિંગ મોડેલ અમલમાં મુક્યું જેમાં ડ્રાઇવર પાસેથી ડ્રાઇવર ટ્રક મેળવે અને બીજો ડ્રાઈવર તે ટ્રકને આગળ લઈ જાય, જેથી દરેક ડ્રાઇવર ઘરે પાછો આવે પણ ટ્રક સતત આગળ વધતી રહે.

આ મોડેલ બાદ ગ્રાહકો અમારી સાથે જોડાતા ગયા, કારણ કે અમે ઝડપથી માલ પહોંચાડતા અને એ પણ ઓછા ખર્ચે. બીજી બાજુ  ડ્રાઇવરો પણ અમારી સાથે જોડાવવા માગતા. કારણ કે તેઓને પરિવાર સાથે વધુ સમય ફાળવતા. તેના કારણે તેમના જીવનમાં મીઠાશ આવી. દરેક વ્યવસાયમાં સમસ્યાનું નિરાકરણ નક્કર પગલાંથી કરવામાં આવે તો, કાયમ વેપાર-ધંધાનો વિકાસ ચોક્કસ થાય છે.

અમે બહું લાંબી મંઝીલ કાપી છે. અમારી પાસે 3000 જેટલા ટ્રક છે. સાથે અમે 10,000 ડ્રાઇવરોનું જીવન બદલી નાખ્યું છે. અમારો ધ્યેય એ છે કે આગામી પાંચ વર્ષમાં પાંચ લાખ ટ્રક કરવી સાથે ડ્રાઈવરોને ઉચ્ચ સામાજિક જીવન આપવું છે.

નફાથી પર

P. C. Musthafa, co-founder and CEO, iD Fresh Food

 

પી. સી. મુસ્તફા: તમે જેટલું વધારે આપશો, એટલું વધશે. આ મારો અનુભવ છે. હું આ વિચારનો અનુભવ કરવા. હું આપને એક વાત કહું છું. એક નાનો છોકરો કે જેણે કેરળના અંતળિયાર ગામમાં કૂલી તરીકે કામ કર્યું છે. જેના માટે નાસ્તો સપના સમાન હોય. તે છોકરો આજે એવી કંપનીનો માલીક છે, જે રોજ દસ લાખ ભારતીયોને વિશ્વનો શ્રેષ્ઠ નાસ્તો પીરસે છે. મને મારા સંદેશનો અર્થ સમજાવો દો, નક્કર સિદ્ધાંતોના આધારે તમારો વ્યવસાય બનાવો. સિંદ્ધાંતોના મુદ્દે ક્યારેય સમાધાન કરશો નહીં. તમારા સિદ્ધાંતો પર ખુલ્લી ચર્ચા કરો, ઉપરાંત હિસ્સેદારો સાથે એકસુત્રતા કેળવો, અને સિદ્ઘાંતોના મુળ પર ધ્યાન કેન્દ્રિત રાખો.

વિશ્વની સમસ્યાઓ અને સારા વ્યવસાયો બનાવવા માટે કોમન સેન્સનો ઉપયોગ કરો. દુનિયામાં તમે જે ફેરફાર ઈચ્છો તે બનતા જ અનુભવાશે. જો તમે ઇચ્છો કે લોકો તમારા પર વિશ્વાસ કરે, તો પહેલા તમારે તેમના પર વિશ્વાસ મુકવો પડશે. બદલામાં તેઓનો વિશ્વાસ મળશે. અને અંતમાં પૈસા ક્યારેય આપણા નથી. આપણે ફક્ત ટ્રસ્ટી છીએ. તેને વહેચવામાં ખચકાતા નહીં. જે આજે તમારું છે, તે કાલે બીજાનું હતું અને આવતીકાલે બીજા કોઈનું હશે. ચાલો સાથે મળીને આ વિશ્વને એક ઉત્તમ સ્થાન બનાવીએ. આ પૃથ્વી પર જ સ્વર્ગનું નિર્માણ કરવા સૌ સાથે મળી કામ કરીએ.

અલ્ટીમેટ રોકાણ

Clossing session

 

સદગુરુ: તમે કોઈની આગળ છો, એનો અર્થ એ નથી કે તમે આલોચનાને પાત્ર છો. પ્રશ્ન એ છે કે, શું તમે તમારા જીવનની સંપૂર્ણ અભિવ્યક્તિ શોધી રહ્યાં છો? એ મહત્વપૂર્ણ વસ્તુ છે. "આ મારા વ્યવસાયથી કેવી રીતે સંબંધિત છે?" આ કાયમનો પ્રશ્ન છે. જો તમે માનતા હોવ કે જે વ્યક્તિ વ્યવસાય કરે છે. તેની ગુણવત્તા અને ક્ષમતા, તે વ્યવસાયની ગુણવત્તા નક્કી કરશે નહીં, તો પછી અમે જાણીએ છીએ કે તમે કોણ છો.

સૌથી મહત્વપૂર્ણ પગલું આ દિશામાં એ છે કે, તમે જે કરો છો. તેમાં તમારે સજાગ અને  સભાન બની રહેવું જોઈએ, આ ફરજિયાત પ્રતિક્રિયા નથી. તમારા કે તમારા વ્યવસાય સહિતની અન્ય કોઈ વસ્તુ માટે. તમારે તમારી જાતે જ તેનો ઉકેલ લાવો પડશે. આ એક મૂળભૂત પરિવર્તન છે. જે દરેક મનુષ્યને પોતાના જીવનમાં લાવવાનું હોય છે. નહિંતર, તમે મહાનતા અનુભવી નહીં શકો. જો તમે ઉમદા સમાજ અથવા દેશ જોશો નહીં. તો, તમે ઉમદા સમાજો અને રાષ્ટ્રોને પણ જોઈ શકશો નહીં. જ્યાં ઉત્તમ જીવન નથી ત્યાં ઉત્તમ વિશ્વ પણ નથી.

લોકો મહેલોમાં રહે છે. પણ તેમના મન મહેલોમાં નથી રહેતા. તમને જાણવા મળશે કે, તેઓ નિરાશાથી ઘેરાયેલા છે. મેં ઘણા એવાં અબજોપતિ જોયા છે. જેઓ ભિખારી સમાન છે. કારણ કે તેઓ માનસિક રીતે હજીએ ભિખારી છે. ભિખારીની જેમ અસલામતી, સંઘર્ષની ભાવના. મારા મતે 99 ટકા લોકો દુઃખી છે, તેમના પોતાના કારણે. આવી પરિસ્થિતિમાં તમે  બહારના કે અન્ય મુદ્દાઓની વાત કેવી રીતે કરી શકો. જે પોતે એક સમસ્યા છે. તેની સામે સમસ્યાની શું વાત કરવી.

 

કોઈપણ મનુષ્યની  જીંદગીમાં સુધારો લાવવાની અનેક શક્યતા છે અને તેમાં કોઈ ફિલસૂફી કે વિશિષ્ટ વાત કે પ્રક્રિયાની જરૂર નથી. માત્ર એટલું જ કરવાની જરૂર છે. કે, અમુક બાબત આપને સમજાતી નથી. જો વ્યવસ્થિત, વૈજ્ઞાનિક પ્રક્રિયા અને પૂરતું ધ્યાન આપવાની તૈયારી, ઉપરાંત ધૈર્ય અને ઊર્જાનું રોકાણ કરવામાં આવે તો, ચોક્કસ માનવ જીવનનો વિકાસ શક્ય છે. એકવાર તમે કોઈ રીતે વિસ્તૃત અને વિકસીત થતા જાઓ પછી, તમારી પ્રવૃત્તિ આપમેળ વિસ્તૃત થતી જશે. આ એક પ્રબળ શક્યતા છે, જેની દરેક મનુષ્યએ શોધ કરવી જ જોઇએ.