જો સત્ય બોલવાથી મિત્રતા તૂટી જાય તો શું કરવું?

જ્યારે બે લોકો એકબીજામાં સામ્યતા શોધી કાઢે છે – ગમા–અણગમા શેર કરે છે અને એકબીજાની વિચારશૈલીને સમર્થન આપે છે ત્યારે મોટાભાગની મૈત્રી બને છે. જોકે સદગુરૂ સમજાવે છે કે જો સફરજન અને સંતરામાં એકબીજા સાથે પ્રેમાળ અને સારા બની રહીને બીજા માટે જે સારું હોય તે કરવાની હિંમત હોય તો તેઓ પણ સાચા મિત્રો બની શકે છે.
જો સત્ય બોલવાથી મિત્રતા તૂટી જાય તો શું કરવું?
 

સદગુરૂ: જે લોકો તમારી વિચારશૈલીને , લાગણીને, સમજણને, ગમા અણગમાને ટેકો આપે છે તેમની સાથે તમે મિત્રતા બનાવો છો. તમે બધા જ ટેકારૂપ બાબત શોધી રહ્યા છો

સારા મિત્રો કાયમ સારા ન હોય

Illustration of a bird in a heap of dung

ગયા શિયાળામાં એક વાત બની.એક નાનકડા પક્ષીએ પાનખરને વધારે પડતી માણી અને દક્ષીણ દિશામાં વહેલા સફર શરુ કરી નહિ. શિયાળામાં મોડે ઉડવાની શરુઆત કરી . તે થીજી ગયું અને નીચે પડ્યું. એક ગાય ત્યાંથી પસાર થઇ રહી હતી અને તેણે ત્યાં પોદળો કર્યો.એ પોદળો બરાબર પેલા પક્ષી પર પડ્યો અને પક્ષી ઢંકાઈ ગયું. પોદળાના ગરમાવાથી પક્ષી થીજેલી અવસ્થામાંથી બહાર આવ્યું અને આનંદથી કલબલાટ કરવા લાગ્યું.

સાચો મિત્ર એ છે કે જેનામાં તમેં કેવા વાહિયાત મિત્ર છો તે કેહવાની હિમ્મત હોય અને છતાં તમારી સાથે સારા અને પ્રેમાળ બની રહે. આ જ મિત્રતા છે.

એક બિલાડી તે રસ્તેથી પસાર થઇ રહી હતી . તેણે કલબલાટ સાંભળ્યો , ચારેબાજુ નજર ફેરવી અને જોયું કે અવાજ પોદળામાંથી આવી રહ્યો હતો. તેણે પોદળો હટાવ્યો અને પક્ષીને પોદળામાંથી બહાર કાઢી ખાઈ ગયું. તેથી તમને જે કોઈ પણ કચરાના ઢગલા નીચે છુપાવી દે એ જરૂરી નથી કે તમારો શત્રુ હોય. તમને ઢગલામાંથી બહાર કાઢે એ જરૂરી નથી કે તમારો મિત્ર હોય. અને છેલ્લે, જ્યારે તમે ઢગલા નીચે હોવ ત્યારે ચુપ રહેતા શીખો.

સારા મિત્રો એ કહે જેની જરૂર છે

જો તમે કોઈના મિત્ર હોવ અને તેમનાથી કઈક ખોટું થયુ હોય તો તેમની ટીકા કરવાની તમારે જરૂર નથી. પણ આ મુદ્દ્દો નથી. પણ ક્યારેક લોકોમાં અપ્રિય બનવાની હિંમત પણ તમારામાં હોવી જ જોઈએ. લોકો સાથે લોકપ્રિય થવાના પ્રયત્નમાં , તમારી આસપાસ ખુશીનો માહોલ જાળવી રાખવાના પ્રયત્નમાં , તમે એ જુઓ કે તમે તમારી અંદર કેટલી બધી ગમગીની ધરબાવેલી છે.

તમારી મિત્રતામાં થોડા હિમ્મતવાળા બનો. તેમને ગુમાવવા તૈયાર રહો. જો તમે કાળજી લેતા હોવ તો , તમારા માટે નહિ પણ બીજા માટે જે કઈ સારું છે તે તમારે કરવું જ જોઈએ .

જો તમે ગમગીનીને ઉછરવા દેશો, જો તમે ગમગીની ના બીજ જમીન માં વાવશો,તો તમે ગમગીનીના ફળ મેળવશો.જો તમારે મિત્ર હોય ,તો તમારી પાસે અપ્રિય બનવાની હિંમત હોવી જ જોઈએ અને છતાં તમેં તેના પ્રિય બની રહો. અત્યારે તમારી મિત્રતા સમજુતી , ગમા-અણગમા પર બનેલી હોય છે. પણ તમે સફરજન અને સંતરા હોવ તો પણ , તમે સારા મિત્રો બની શકો છો . સાચો મિત્ર એ છે કે જેનામાં તમેં કેવા વાહિયાત મિત્ર છો તે કેહવાની હિમ્મત હોય અને છતાં તમારી સાથે સારા અને પ્રેમાળ બની રહે. આ જ મિત્રતા છે.

 

અપ્રિય થવાની હિંમત

કોઈ એક દિવસ , અમેરીકન લશ્કરના ત્રણ જનરલ્સ મળ્યા. તેઓ તેમના લશ્કરી દળો સાથે પ્રવાસે નીકળ્યા હતા. પ્રથમ જનરલ તેમની બટાલિયનમાં હિંમત અને આજ્ઞાપાલનની ભાવના વિષે બડાઈ મારવા માંગતા હતા. તેથી તમને કહ્યું, “ મારા જેવી બટાલિયન કોઈની નથી. હિંમત અને આજ્ઞાપાલનની ભાવનાનું સ્તર ખુબ ઊંચું છે. સાચી હિંમતનું હું તમને એનું એક ઉદાહરણ બતાવું.” તેમણે બૂમ મારી “ પ્રાઇવેટ પીટર!”

પ્રાઈવેટ પીટર દોડતો આવ્યો “ હા , સર “

જનરલે ગ્રાન્ડ કેન્યોન તરફ આંગળી ચીંધી અને કહ્યું, “ તું આ જુએ છે. હું ઈચ્છું છું કે તું આ ખીણ ને અત્યારે જ ઓળંગી જા

પેલો માણસ ઝડપથી દોડ્યો અને છલાંગ મારી .તે ક્યાં પડયો હશે તે ખબર પડી જ હશે.

પછી બીજો જનરલ હસ્યો અને કહ્યું. “આ તો કઈ નથી. આ તરફ જુઓ.” તેણે કહ્યું , “ ટ્રુપર હિગ્ગેન્સ !”

“ હા સર” ટ્રુપર હિગ્ગેન્સ આવ્યો.

“ કટોકટી છે . હું ઈચ્છું છું કે તું ઉડી ને આ ખીણ ની સામે પાર જાય અને આ વિષે મારા અધિકારી ને માહિતગાર કરે. “

પેલા માણસે તેના હાથ ફફડાવ્યા અને ખીણ ઓળંગવા ગયો... તમને એનું પરિણામ ખબર પડી ગયું હશે.

ત્રીજો જનરલ શાંત હતો. બીજાઓ એ તેને હળવેકથી હલાવ્યો અને કહ્યું, “ તારી બટાલિયન વિષે શું કહેવું છે?” “ હિંમત વગરની “ કહી તેઓ હસી પડ્યા.

જનરલ ના કેટલાક માણસો આમતેમ ફરી રહ્યા હતા , તેથી તેણે એક ને બોલાવ્યો . એક ત્યાં આવ્યો. જનરલે કહ્યું , “જો , નીચે નજર નાખ.” અને નીચે વહેતા પ્રવાહ તરફ આંગળી ચીંધી .પાણીનો પ્રવાહ સીધા ધોધથી ૨૦૦ મીટર દૂર હતો . તેણે કહ્યું , “ તું આ નાની હોડી લે અને નદી પાર કર.”

પેલા માણસે નીચે જોયું અને કહ્યું, “જનરલ , મને લાગે છે કે તમે નશામાં છો . હું આ મુર્ખામી ભરેલું કાર્ય કરવાનો નથી.

જનરલ બીજા બે જનરલ્સ તરફ જોયું અને કહ્યું, “ જુઓ , સાચી હિંમત છે”

સારા મિત્રો શરતી ન હોય

મારા એક ઓળખીતા ડોક્ટર છે જે બીયર બહુ પીતા . જ્યારે હું તેમને મળ્યો ત્યાંરે તેઓ લગભગ ૭૦ વર્ષના હતા. થોડા સમય પહેલા તેઓ તેમના મિત્રને નિયમિત મળતા. જ્યારે પણ તેઓ જતા ત્યારે તે મિત્ર તેમને બીયર આપતો અને બંને સાથે પીતા. જ્યારે પણ સમય હોય ત્યારે તે મિત્ર અહી આવતો અથવા તો ડોક્ટર ત્યા જતા.

અચાનક એક દિવસ , પેલા મિત્રને કોઈ ગુરૂ મળ્યા અને તેણે આદ્યાત્મિક ક્રિયાઓ કરવાનું શરુ કર્યું. બીયર પીવાનું છોડી દીધું. તેથી ડોકટરે આ વાત મને વિસ્તારપૂર્વક જણાવી અને કહ્યું કે એક સારી મિત્રતાનો આ અંત હતો. પછી ક્યારેય તે મિત્રના ઘરે ગયો નહિ કારણકે તે મિત્રએ બીયર આપવાનું છોડી દીધું હતું. ઘણી બધી મિત્રતાઓ આવી જ રીતે ચાલતી હોય છે. જ્યાં સુધી કઈક મળતું રહે ત્યાંસુધી ટકશે, અને જે ક્ષણે મળવાનું બંધ તે ક્ષણે બધું જ સમાપ્ત.

જો તમારા જીવનમાં સાચો મિત્ર ના હોય , તો તમે કઈક ગુમાવી રહ્યા છો. છેવટે મિત્ર શું છે? મિત્ર એ તમારા જેવો જ બીજો એક ગૂંચવાયેલો માણસ જ છે. મિત્રનો અર્થ એક પરિપૂર્ણ માણસ એવો થતો નથી. જ્યારે બે વ્યક્તિ રિલેક્ષ થવા એકબીજાનો સંપર્ક કરે છે ત્યારે તેઓ મિત્ર બને છે. તમારો મિત્ર તમારા જેટલો જ ગૂંચવાયેલો હોય છે. પણ જો બે વ્યક્તિ એકબીજાને અનુરૂપ વાતાવરણમાં રહી શકતા હોય તો તે તમારો મિત્ર બની શકે છે. તમારે એક નહિ પણ ઘણાબધા સાચા મિત્રો હોવાજ જોઈએ .જો તમારે એક સાચો મિત્ર ના હોય તો , તમારે તમારી જિંદગી વિષે કઈક કરવાની જરૂર છે.

સંપાદક તરફથી નોટ:- ભલે તમે એક વિવાદસ્પદ પ્રશ્ન થી હેરાન થઈ રહ્યા હોવ, કે પછી નિષિદ્ધ પ્રકારના વિષય માટે મૂંઝવણ અનુભવતા હોવ કે પછી તમારી અંદર કોઈ એવો પ્રશ્ન હોય જેનો જવાબ કોઈ પણ આપવા તૈયાર ન હોય એવા પ્રશ્ન પૂછવાની આ તક છે! - unplugwithsadhguru.org

Youth and Truth Banner Image
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1