સદગુરૂ, મહાલય અમાવસ્યા અથવા પિતૃ પક્ષ, (ઓક્ટોબર 8, 2018), અને શા માટે આપણા પૂર્વજો ની પરંપરા નું સમ્માન કરવું જોઈએ એનું મહત્વ સમજાવે છે.

Read in Hindi : महालया अमावस्या

સદગુરૂ: મહાલય અમાવસ્યા તરીકે ઓળખતો ચંદ્ર નો નવો દિવસ દશેરા ની શરૂઆત છે. આપણા જીવનમાં જેમણે યોગદાન આપ્યું છે, એવી તમામ પાછલી પેઢીઓ ના લોકો પ્રત્યે આપણી કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે ચઢાવો કે આહુતિ આપવા માટે સમર્પિત, આ એક ખાસ દિવસ છે.

વૈજ્ઞાનિકો કહે છે કે આ ગ્રહ ઉપર માનવો અને એમના પૂર્વજો નું અસ્તિત્વ 2 કરોડ વર્ષ થી છે. એ સમયગાળો ઘણો મોટો ગણાય. આપણી પહેલાં આ ગ્રહ ઉપર રહેલી આ લાખો પેઢીઓ એ આપણ ને એક નહીં તો બીજું કશુંક આપ્યું છે. આપણે જે ભાષા બોલીએ છીએ, જે રીતે બેસીએ છીએ, આપણાં કપડાં, આપણાં મકાનો – આજે આપણે જેના વિષે જાણીએ છીએ, એ લગભગ બધું જ આપણી પાછલી પેઢીઓ પાસેથી આપણી પાસે આવ્યું છે.

પિતૃ પક્ષ: પાછલી પેઢી નો વારસો

મહાલય અમાવસ્યા, આપણા જીવનમાં જેમણે યોગદાન આપ્યું છે, એવી તમામ પાછલી પેઢીઓ ના લોકો પ્રત્યે આપણી કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે ચઢાવો કે આહુતિ આપવા માટે સમર્પિત, એક ખાસ દિવસ છે.

આ ગ્રહ ઉપર જ્યારે ફક્ત પશુઓ નું અસ્તિત્વ હતું, ત્યારે વાત ફક્ત ટકી રહેવાની, ખાવાની, સૂવાની, પ્રજનન ની અને એક દિવસ મરી જવા પૂરતી મર્યાદિત હતી. પછી ક્રમશ:, આ પશુ જે ફક્ત અસ્તિત્વ ટકાવવું જાણતું હતું, એ વિકસિત થવા માંડ્યું. આડા ચાલવા ની આદત થી છૂટકારો મેળવીને ઊભું થવા માંડ્યું; એના મગજ નો વિકાસ થવા માંડ્યો, અને એ પશુ ની કાર્ય-ક્ષમતા અચાનક અનેકગણી વધવા માંડી. મનુષ્ય થવા વિષે ની અદ્ભુત વાત એ છે કે આપણે ઓજાર વાપરી જાણીએ છીએ. આ ઓજાર નો ઉપયોગ કરવાની સાધારણ ક્ષમતાને આપણે અનેકગણી વધારી અથવા એમ કહી શકાય કે આપણે એને ટેકનોલોજી માં પરિવર્તિત કરી નાખી. જે દિવસે એક વાનરે આની પશુ ની જાંઘ નું હાડકું ઉપાડીને, પોતાના હાથ થી લડવાની જગ્યાએ, એ હાડકા વડે લડવાનું શરૂ કર્યું; જ્યારે, જીવન ના નિર્વાહ માટે, પોતાના શરીર સિવાય, અન્ય ઓજારો નો ઉપયોગ કરવાની જરૂરી બુદ્ધિમત્તા એની પાસે આવી, ત્યારે એક રીતે એ વસ્તુ, આ ગ્રહ ઉપર માનવ-જીવન ની શરૂઆત હતી.

હવે, માનવે જીવન નાં માળખાં બનાવવાની શરૂઆત કરી જેથી તેઓ પશુઓ કરતાં વધુ સારી રીતે રહી શકે. છાપરાંઓ બનવા માંડ્યાં, મકાનો બનવા માંડ્યાં, કપડાં બન્યાં – આ ગ્રહ ઉપર અનેક વસ્તુઓ મનુષ્યો ને કારણે થઇ. અગ્નિ પ્રકટાવવા જેવી સરળ વાત થી લઈને ચક્ર (પૈડાં) તેમજ અસંખ્ય અન્ય વસ્તુઓ ની શોધ સુધી, આ વારસો એક પેઢી દ્વારા આવનારી અન્ય પેઢીને સોંપાતો રહ્યો છે. આજે આપણે જે કઇં પણ છીએ, તે આપણને સોંપવામાં આવેલી બધીજ વસ્તુઓ ને આભારી છે. દાખલા તરીકે, મનુષ્યે કોઈ દિવસ શર્ટ (ખમીસ) પહેર્યું નહોતું; અને ધારો કે તમે એ પહેલા વ્યક્તિ હો, જેને શર્ટ શીવવું પડે, તો એ અઘરું કામ હશે; શર્ટ કઈ રીતે શીવવું એ શીખવામાં અનેક વર્ષો નીકળી જાય.

શ્રાદ્ધનો મહત્વ

આપણી પાસે આજે જે કઈ પણ છે, આપણે એનો મહત્વ નથી સમજતા. પણ આપણે પહેલા આવવા વાળી પેઢીઓ વિના આપનું અસ્તિત્વ જ ના હોત, એમના યોગદાન વિના આપની પાસે એ વસ્તુઓ ના હોત જે અત્યારે આપની પાસે છે. એટલા માટે આજના દિવસે આપણે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ. એમતો લોકો પોતાના મૃત માતા-પિતાને પોતાની શ્રદ્ધાંજલી આપવાના નામ પર એક ધાર્મિક રિવાજ ના રૂપમાં આ દિવસને મનાવે છે, પણ હકીક્તમાં આ એ બધી પેઢીઓ પ્રતિ આભાર પ્રકટ કરવાની એક રીત છે જે આપણાથી પહેલા આ ધરતી પર આવ્યા હતા.    

આ સમયે ભારતીય ઉપમહાદ્વીપ માં, નવો પાક પણ શરૂ થઈ જાય છે. પૂર્વજોના સન્માન માટે અને આભાર પ્રકટ કરવાના પ્રતીકે, સૌથી પહેલા એમને પિંડના રૂપમાં ભેંટ કરવાની પ્રથા રહી છે. એના પછી જ લોકો નવરાત્રિ, દશેરા અને દિવાળી જેવા તહેવારો નો ઉત્સવ મનાવે છે.  

 

 

ભારતીય સંકૃતિમાં કાલ ભૈરવ શાંતિ

ભારતીય સંસ્કૃતિ માં મૃતકોના કલ્યાણ માટે મૃત્યુ અનુષ્ઠાન એક ગૂઢ પ્રક્રિયા હતી. મૃતકની આયુ, એના જીવન અને મરણની પ્રકૃતિના આધારે આ અનુષ્ઠાનનો ઘણા સાવચેતી થી તૈયાર કરવામાં આવતું હતું જેનાથી એક જીવને જીવનના એક ચરણથી બીજામાં સહજ રૂપમાં પ્રવેશ કરવા માં મદદ મળતી હતી અને એમનો આધ્યાત્મિક વિકાસ પણ થતો હતો.

દુર્ભાગ્યપૂર્ણ, પાછલી બે સદીઓમાં આ પરંપરાઓને ઘણા હદ સુધી તોડી નાખવામાં આવ્યું હતું અને એ સમાજથી લુપ્ત થવા લાગી છે. કાલ ભૈરવ શાંતિ સદગુરુ દ્વારા તૈયાર એક પ્રક્રિયા છે, જેમાં શરીર છોડવા વાળી વ્યક્તિને આ સંવેદનશીલ અવસ્થામાં મહત્વપૂર્ણ મદદ મળે છે.

સંપાદક નોંધ:- કાલભૈરવ શાંતિ એ એક વાર્ષિક પ્રક્રિયા છે જે લિંગા ભૈરવી આગળ, મહાલય અમાસની મંગળ રાત્રિના કરવામાં આવે છે. આ પ્રક્રિયા માટે ચાલ્યા ગયેલા સંબંધીનો ફોટો, એમનું નામ, જન્મ તિથિ અને મરણ તિથિ આપવી પડે છે. જો ચોક્કસ જન્મ તિથિ ખબર ન હોય, તો જન્મ વર્ષ જણાવો પડે. અને જો આ પણ ના ખબર હોય, માતા-પિતાનું નામ આપવું પડે છે. તમે એક સાથે આવતા 10 વર્ષ માટે આ શાંતિ ક્રિયા રજિસ્ટર કરી શકો છો.      

તમારા મૃત સંબંધીઓ માટે કાલ ભૈરવ શાંતિ પ્રક્રિયા કરાવવા માટે એ-માઈલ કરો info@lingabhairavi.org અને સંપર્ક કરો +91 83000 83111 પર, વધારે વિગત માટે વેબ-સાઇટ જુવો.