Mahabharat All Episodes

સદ્‍ગુરુ: જ્યારે ભીમ, અર્જુન અને કૃષ્ણ, બ્રાહ્મણના વેશમાં મગધની રાજધાની રાજગૃહમાં આવ્યા, ત્યારે તે સમયના રિવાજ મુજબ જરાસંઘે તેમનું સ્વાગત કર્યું. તેમણે પોતાની સાચી ઓળખ છતી કર્યા વગર જરાસંધને કહ્યું કે ભીમ તમારી સાથે દ્વંદ્વયુદ્ધ કરવા ઇચ્છે છે.

જરાસંઘે તેમની સામે જોયું અને નજરથી માપી લીધા. જ્યારે તેની નજર અર્જુનના હાથ પર પડી ત્યારે તેના હાથમાં પડેલા છાલા, જે ધનુર્ધારીના હાથની લાક્ષણિકતા હોય, તે જોઈ તેણે કહ્યું, “લાગે છે કે તમે બાણાવળી છો. તમે બ્રાહ્મણ નથી, શું તે સાચું છે?” તેનાં ધ્યાનમાં આવ્યું કે અર્જુનના બન્ને હાથમાં આંટણ હતા.

અર્જુન બેઉ હાથથી એક સરખી ચપળતાથી બાણ ચલાવીને લડી શકતો હતો. તે ડાબો અને જમણો બંને હાથ એક સરખી ચપળતાથી વાપરી શકતો હતો - આ કારણથી તેનુ એક નામ સવ્યસાચી છે. ડાબા અને જમણા હાથનો એક સમાન ચપળતાથી ઉપયોગ કરવા સક્ષમ હોવું તે કોઈ પણ યોદ્ધાને માટે યુદ્ધમાં ખૂબ લાભદાયી રહેતું. જરાસંઘે કહ્યું, “તું બંને હાથનો ઉપયોગ કરી જાણે તેવો બાણાવળી છે. કોણ છે તું? મારા જાણવા પ્રમાણે, એક માત્ર બીજો બાણાવળી જે બન્ને હાથે એક સમાન રીતે બાણ ચલાવી શકે તે અર્જુન છે. હું તેને મળ્યો નથી, પણ મને વિશ્વાસ છે કે તે બ્રાહ્મણનાં વેશમાં નહીં જ આવે. તમે તો મહેમાન થઈને આવ્યા છો.” અને તેણે તેમનું પરંપરાગત સ્વાગત કરીને મહેલમાં રહેવાની સગવડ કરી આપી. તેણે પૂછ્યું, “તમે ખરેખર મારી સાથે કુસ્તી કરવા માંગો છો?” કારણ કે, કુસ્તીબાજ તરીકે તે અજોડ ગણાતો. 

જીવ સટોસટીનો ખેલ

તે દિવસોમાં બે જાતની કુસ્તી અસ્તિત્વમાં હતી. એક રમત તરીકે, જેમાં એક વખત તમે વિરોધીને જમીન પર પછાડી દો, એટલે રમત પૂરી ગણાય. બીજી જીવન મરણની બાજી રહેતી જેમાં તમારે તમારા વિરોધીને કુસ્તી દરમિયાન મારી નાખવો પડે. વિરોધીને માર્યા વગર ઘાયલ છોડી દેવો તેને માટે સૌથી ખરાબ અપમાન ગણવામાં આવતું. તમારે તેને મારી જ નાખવો પડે. તેમણે બીજા પ્રકારની કુસ્તી લડવાની ઈચ્છા કરી - ભીમ જરાસંધ સાથે જીવન મરણનો ખેલ ખેલવા ઈચ્છતો હતો. તેમ છતાં જરાસંઘે તેમને મહેમાન તરીકે ખૂબ આદર પૂર્વક રાખ્યા અને અભૂતપૂર્વ મહેમાનગતિ કરી. થોડા દિવસો પછી કુસ્તીની પ્રતિસ્પર્ધા શરૂ થઈ. 

ભીમ ઘણો યુવાન અને બળવાન હતો, પણ તે જરાસંધને મારી ન શક્યો. છવ્વીસ દિવસ સુધી તેઓ દરરોજ ત્રણ કલાક કુસ્તી લડતા રહ્યા.

દરરોજ બપોર પછી તેઓ અઢીથી ત્રણ કલાક કુસ્તી લડતા, જ્યાં સુધી તેઓ લોથપોથ ન થઈ જાય. પછી તેઓ મહેલમાં પાછા ફરતા, ભોજન લેતા, મદિરાનું સેવન કરતા અને સાથે મહેફિલ માણતા, બીજા દિવસે બપોરે, તેઓ ફરી કુસ્તીના મેદાનમાં પ્રવેશ્યા. કૃષ્ણએ ભીમને કહ્યું, “અહીંની મહેમાનગતિ અતિ ઉત્તમ છે. તું થોડા દિવસ લંબાવ. આપણે ખરેખર આ જગ્યાને માણી રહ્યા છીએ.” કુસ્તી ઘણા દિવસો સુધી અનિર્ણાયક રીતે ચાલતી રહી. પછી એક પળે કૃષ્ણએ કહ્યું, “હવે પાછા ફરવાનો સમય થઈ ગયો છે,” અને તેમણે ભીમને છેવટ સુધી જવાનું કહ્યું. પરંતુ, જરાસંઘની સાથે હદ બહાર જવું એટલું સરળ ન હતું, કારણ તે પણ છેવટ સુધી બળ લગાવી રહ્યો હતો. તેઓ ખૂબ ખુન્નસ પૂર્વક લડ્યા. પણ, ભીમ ગમે તે કરે, તે જરાસંધને મારી શકતો નહોતો.

ભીમ ઘણો યુવાન અને બળવાન હતો, પણ તે જરાસંધને મારી ન શક્યો. છવ્વીસ દવસ સુધી તેઓ દરરોજ ત્રણ કલાક કુસ્તી લડતા રહ્યા. પછી કૃષ્ણએ કહ્યું, “હવે બહુ થયું. આપણે આનો અંત લાવવો જ પડશે.” તેમને ખ્યાલ આવી ગયો કે દ્વંદ્વયુદ્ધ કરીને જરાસંધને મારી શકાય તેમ નથી. તેથી તેમણે ગદાયુદ્ધનું સૂચન કર્યું. પણ ભીમ ગમે તેટલો માર મારે, જરાસંધ મર્યો નહીં. તે ફરી ફરી ને ઊભો થઈ જતો. તેની વય વધુ હોવાને કારણે તે ભીમની સરખામણીએ થોડો વધુ થાકી જતો, પરંતુ તે કોઈ પણ આઘાત સહન કરી શકતો. 

પછી કૃષ્ણએ ભીમને કહ્યું, “આવતી કાલે અમાસ છે, જરાસંધ કાલે અસાધારણ શક્તિ મેળવશે. તે તને મારી નાખશે. એવું નહીં માનીશ કે તે આપણને આટલી સારી રીતે અકારણ રાખી રહ્યો છે. આપણે અમાસ સુધી રોકાઈ જઈએ તે માટે તે આપણી આટલી મહેમાનગતિ કરી રહ્યો છે. અમાસના દિવસે તે અજેય છે. જે આવતીકાલે છે, તે તને મારી દેશે. જો તું તેને આજે ન મારે, તો આવતીકાલે તારું મૃત્યુ નક્કી છે.”

જરાસંધ બે ભાગમાં ચિરાઈ ગયો

ભીમે બધું જ અજમાવી જોયું. ખૂબ મહેનત પછી પણ તે જરસંધને ન મારી  શક્યો. પછી તેણે કૃષ્ણ તરફ જોયું અને પૂછ્યું, “શું કરું?” સમય સમાપ્ત થઈ રહ્યો હતો. કૃષ્ણએ એક પાંદડું લીધું અને તેને બે ભાગમાં ચીરી નાખ્યું. ભીમ જરસંધના જન્મ વિષે જાણતો હતો, કઈ રીતે એક નવજાત શિશુનાં બે ટુકડા સંધાઈ ગયા હતા. તેને તરત સમજાઈ ગયું કે તેણે શું કરવાનું છે. 

તેણે પોતાનો પગ જરસંધના ડાબા પગ ઉપર મૂક્યો, તેને બે ભાગમાં ચિરી નાખ્યો અને ટુકડા ફેંકી દીધા. પણ તેના અને હાજર રહેલા અન્ય સૌના આશ્ચર્ય વચ્ચે બેઉ ભાગ ગબડીને નજીક આવી ગયા, સંધાઈ ગયા અને જરાસંધ બેઠો થઈ ગયો. હવે ભીમને લાગ્યું કે તેને માથે મોત તોળાઈ રહ્યું છે. ભયભીત આંખે તેણે ફરી કૃષ્ણ તરફ નજર કરી. કૃષ્ણએ ફરી એક પાંદડું હાથમાં લીધું, બે ભાગમાં ચિરી દીધું અને બંને ટુકડાને વિરૂદ્ધ દિશામાં નાખ્યા.

ફરી પાછી કુસ્તી શરૂ થઈ. ભીમ ગમે તે કરે, જરાસંધ મરતો ન હતો.

ફરી પાછી કુસ્તી શરૂ થઈ. ભીમ ગમે તે કરે, જરાસંધ મરતો ન હતો. તે તો બીજા દિવસની રાહ જોતો હતો. પછી ભીમે ફરીથી તેને ચિરી નાખ્યો, અને આ વખતે, તેના બંને ભાગને વિરુદ્ધ દિશામાં નાખી દીધા. લોકો ઉત્સુકતા પૂર્વક જોવા લાગ્યા, કે ફરી પાછા શરીરના બે ભાગ નજીક આવીને, જોડાય જાય છે કે નહીં, અને જરાસંધ ફરી બેઠો થાય છે કે નહીં. કશું જ ન થયું. આખરે જરસંધનું મૃત્યુ થયું. 

કૃષ્ણએ જરસંધના પુત્રનો રાજ્યાભિષેક કર્યો અને તેને રાજસૂય યજ્ઞમાં શામેલ થવાનું નિમંત્રણ આપ્યું. તેમણે તે નવ્વાણું રાજાઓને મુક્ત કર્યા જેમને જરાસંઘે કાળકોટડીમાં બંધ કર્યા હતા. પછી તેઓ બધા ઇન્દ્રપ્રસ્થ પાછા ફર્યા. જરાસંધનાં  લશ્કરમાં ઘણા હાથીઓ હતા અને તેની પાસે અઢળક સોનું હતું. તેમણે તેના અડધા હાથી, સોનું તથા ધન પોતાની સાથે લઈ લીધા. 

આ નવ્વાણું રાજાઓ અને મબલખ સંપત્તિ લઈને તેઓ ઇન્દ્રપ્રસ્થ પરત આવ્યા. ઇન્દ્રપ્રસ્થની તિજોરીમાં આટલી બધી સંપત્તિ મૂકવાની જગ્યા ન હતી - તેમણે બધી જગ્યાએ તેના ઢગલા કર્યા. 

હવે રાજસૂય યજ્ઞનો પ્રારંભ કરી શકાય તેમ હતું.

ક્રમશ:...

More Mahabharat Stories