તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેની 8 ટિપ્સ

આ મુશ્કેલ સમયમાં, દરેક વ્યક્તિ માટે પોતાના રોગપ્રતિકારક શક્તિ એ સર્વોચ્ચ મહત્વની છે. સદગુરુ તરફથી તમારી રોગપ્રતીકારક શક્તિને, કુદરતી રીતે કેવી રીતે વધારી શકાય તેના માટે અહીં 8 ટીપ્સ આપવામાં આવી છે.
તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેની  8 ટિપ્સ
 
ieo-blog-mid-banner

જેમ જેમ COVID-૧૯ રોગચાળો સમગ્ર દેશોમાં ફેલાતો જાય છે, વિશ્વ વાયરસ સાથે ઝઝૂમી રહ્યું છે અને તેના ફેલાવાને રોકવાનો પ્રયાસ કરી રહ્યું છે. ડોકટરો એ વાત સાથે સંમત છે કે મજબૂત રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો નોવેલ કોરોના વાયરસને સંચાલિત કરવા માટે વધુ સજ્જ છે. સદગુરુ અહીં કુદરતી રીતે રોગપ્રતિકારક શક્તિ વધારવાની કેટલીક રીતો શેર કરે છે.

સદગુરુ: વાયરસ આપણા જીવનમાં કોઈ નવીન પ્રવેશ નથી. વાસ્તવિક રીતે આપણે બેક્ટેરિયા અને વાયરસથી ભરેલા સમુદ્રમાં જ જીવીએ છીએ. મહત્વની બાબત એ છે કે આ વિશિષ્ટ વાયરસ આપણી સિસ્ટમ માટે નવો છે, તેથી આપણું શરીર તેની સાથે સંઘર્ષ કરી રહ્યું છે. આપણે જરૂરી એન્ટિબોડીઝ ઉત્પન્ન કરી અને તેને નિયંત્રિત કરવામાં કઈ રીતે સક્ષમ થઈ શકીએ છીએ - કારણ કે આપણે બાકીની બધી બાબતોને હેન્ડલ કરવા માટે સક્ષમ બની ગયા છીએ - તે જોવા માટે અહીં થોડી વસ્તુઓ છે જે આપણે કરી શકીએ છીએ. એવું નથી કે આ કોરોના વાયરસનો ઉપચાર છે, પરંતુ જો આ સરળ બાબતોનો અભ્યાસ કરવામાં આવે, તો તમે જોઈ શકશો કે છ થી આઠ અઠવાડિયાના સમયમાં, તમારી રોગપ્રતિકારક શક્તિમાં ઓછામાં ઓછા કંઈક પોઇન્ટનો વધારો થશે. તમારી જાતે અને આસપાસના લોકોને જાનહાનિ પહોંચાડ્યા વિના તમારે આ પરિસ્થિતિમાંથી પસાર થવાની જરૂર છે.

Infographic - Coronavirus -  8 Tips on how to Boost Immunity Naturally

 

1. લીમડો અને હળદર

neem and turmeric benefits

પર્વતીય વિસ્તારો સિવાય લીમડાના પાન આખા ભારતમાં ઉપલબ્ધ છે, અને હળદર કોઈપણ રીતે ઉપલબ્ધ છે. અત્યારે તેઓ તેને બનાવી રહ્યા છે જેને નેનો-હળદર કહેવામાં આવે છે, જ્યાં શોષણનો (absorption) દર સામાન્ય હળદર કરતા ઊંચો હોય છે.

એક સરળ વસ્તુ જે તમે દરરોજ કરી શકો છો તે છે લીમડાનાં આઠ થી દસ પાન અને થોડી હળદર ગરમ પાણીમાં પીવું. જો તમે આ ખાલી પેટે પીવો તો, બાહ્ય સજીવો સામે લડવાની તમારી ક્ષમતામાં ખૂબ વધારો થાય છે. એવું નથી કે તે તરત જ કાર્ય કરશે, પરંતુ ત્રણથી છ અઠવાડિયાના સમયમાં, તમે થોડો તફાવત જોઈ શકશો. આ એવી વસ્તુ છે જેને દરેક પોતાના ઘરોમાં લાવી શકે છે. તે દક્ષિણ ભારતમાં મોટાભાગનાં ઘરોમાં પહેલેથી જ છે પરંતુ કદાચ દેશના અન્ય ભાગોમાં નથી, તેથી આપણે આ લાવવું જોઈએ.

2. જીવા લેજિયમ અને કાચી કેરી

raw mango health benefits

પરંપરાગત વસ્તુ જેવી કે જીવા લેગિયમ અથવા ચ્યવનપ્રશ જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ઉપયોગી છે. જો તમારા ઘરે વૃદ્ધ લોકો છે, જે ૬૦ વર્ષની વયની ઉપરના છે, તો તેમના માટે ચ્યવનપ્રશ શરૂ કરવું સારું છે. અને અત્યારે આ કાચી કેરીના મોસમની શરૂઆત પણ છે. તેની પાકી જવા માટે રાહ ન જુઓ, કાચી કેરી ખાઓ. તે કોરોનાવાયરસ માટે નિવારક નથી, પરંતુ તે રોગપ્રતિકારક શક્તિમાં થોડોક વધારો કરી શકે છે.

3. મધ અને મરી સાથે આમળા

honey gooseberry benefits

આમળા (ગૂસબેરી અથવા નેલીકાઈ) ને કેટલાક વાટેલા કાળા અથવા લીલા મરી સાથે આખી રાત મધમાં પલાળી રાખો. દિવસમાં ત્રણ વખત ત્રણ ચમચી લો. જયારે તમે ખાલી પેટે હોવ અને આ પ્રથમ વસ્તુ જો તમે લેશો તો તે ખુબ શ્રેષ્ઠ કામ કરશે. જો તમે આ કરો છો, તો ચારથી આઠ અઠવાડિયામાં, વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિમાં નોંધપાત્ર સુધારો જોઈ શકાય છે.

4. બીલી પત્ર

raw mango health benefits

કંઈકએવું કે જેને બિલીના પાંદડા કહેવાય છે જે પશ્ચિમ ઘાટ ક્ષેત્રમાં ઉપલબ્ધ છે. જો તમે સવારે ત્રણ થી પાંચ પાન ખાઈ શકો, તો તે પણ તમારી રોગપ્રતિકારક શક્તિને વધારશે.

5. પૂરતી શારીરિક પ્રવૃત્તિ કરો

exercise during quarantine

હવે લોકો ઘરે છે. જો તેઓ ફક્ત આસપાસ બેસી રહે છે, અને દિવસ દરમિયાન જો તેઓ કંઈક ખાતા રહે અથવા દારૂ પીતા હોય, તો તેઓ પોતાને વધુ સંવેદનશીલ બનાવશે. એક સરળ બાબત એ છે કે શારીરિક રીતે સક્રિય રહેવું. સ્વસ્થ થવા આ થોડા અઠવાડિયાનો સમય આપણા માટે ઉપયોગમાં લેવાનો સારો સમય છે. જો તમને બીજું કંઇ ખબર નથી, તો ઓછામાં ઓછું ખાલી જગ્યા પર દરરોજ જુદા જુદા સમયે જોગ કરો - એક સમયે પંદર મિનિટ, દિવસમાં પાંચથી છ વખત. શરીર વસ્તુઓને વધુ સારી રીતે હેન્ડલ કરવાનો પ્રયાસ કરશે.

6. ઉષ્ણા વધારવા માટે મંત્ર જાપ

“યોગ યોગ યોગેશ્વરાય” મંત્ર સિસ્ટમમાં સમાત પ્રાણ અથવા ઉષ્ના ઉત્પન્ન કરવા વિશે છે. કંઈક એવું કે જેને ઉષ્ના અને શીત કહેવામાં આવે છે, જેને અંગ્રેજી ભાષામાં ગરમી અને ઠંડામાં અનુવાદિત કરવાંમાં આવેલ છે, પરંતુ તેનો આ અર્થ બરાબર નથી. તે તે દિશા સૂચવે છે, પરંતુ તેનો અર્થ એ નથી. જો તમે પૂરતા પ્રમાણમાં સમાત પ્રાણ ઉત્પન્ન કરો છો અને સિસ્ટમમાં ઉષ્ના બનાવો છો, તો તમારી રોગપ્રતિકારક શક્તિ વધુ સારી રીતે કાર્ય કરશે. આ જાપ રોગપ્રતિકારક શક્તિમાં ચોક્કસ પ્રમાણમાં શક્તિ પેદા કરશે, કારણ કે તે ગરમી ઉત્પન્ન કરે છે.

અહીં આ સાધના માટેની લિંક છે

ચાલો આને ખૂબ સ્પષ્ટ કરો કે આ કોરોનાવાયરસની કોઈ સારવાર નથી, અથવા તેનું કોઈ નિવારણ નથી. "મેં મારો જાપ કર્યો, તેથી હું જઈને બેજવાબદાર બાબતો કરી શકું" - તે આ રીતે કામ નહિ કરે. આ તે વસ્તુઓ છે કે જે તમે તમારી સિસ્ટમને મજબૂત બનાવવા માટે સમય-સમય પર કરો છો, જેથી જ્યારે આગળનો વાયરસ આવે, ત્યારે તમે તેને નિયંત્રિત કરવા માટે થોડી સારી જગ્યાએ હોઇ શકો.

7. તમારી જાતને આનંદિત રાખો

keep happy during coronavirus

માનસિક તકલીફ એ રોગપ્રતિકારક શક્તિને નીચે રાખવાનો એક માર્ગ છે. સંપૂર્ણ ઉત્સાહિત, આનંદકારક અને પ્રસન્ન રહેવું એ પણ તમારી રોગપ્રતિકારક શક્તિ અને શરીરને વધુ સારી રીતે કાર્યરત રાખવાની એક સરળ રીત છે.

આનંદકારક, સંવેદનશીલ અને જવાબદાર માનવી, બધી જ બાબતો પ્રત્યે ખુબ ગંભીર હોનાર કરતા ,પરિસ્થિતિઓનો સામનો વધુ સારી રીતે કરી શકે છે. ખાસ કરીને જો તમે ગભરાટમાં છો, તો તમે લકવાગ્રસ્ત છો. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમારી બધી વિદ્યાશાખાઓ તેના સ્થાને હોય, તમારું શરીર અને તમારું મગજ એ રીતે કાર્ય કરે અને પ્રતિસાદ આપે કે જે રીતે તે જરૂરી હોય.

8. ઇશા ક્રિયાનો અભ્યાસ કરો

isha kriya yoga during a lockdown

આપણે જે મૂળભૂત ભૂલ કરી રહ્યા છે તે એ છે કે આપણે પાસે કોઈ ભેદભાવ નથી કે "હું" અને "મારું" શું છે. હું જે એકત્રિત કરું છું તે મારું હોઈ શકે છે, અમે હમણાં તે અંગે વિવાદ કરી રહ્યાં નથી, પરંતુ તે હું ના હોઈ શકું. જો હું કહું છું કે આ કપડાંનો ટુકડો હું છું, તો દેખીતી વાત છે કે મેં ગુમાવ્યું છે. એ જ રીતે, જો હું કહું કે આ શરીર અને આ મનમાં મેં એકત્રિત કરેલી વિગતો - જે હું જાણું છું અને જાણતો નથી - તે મારી જાત છે, તો પછી મારા માં કંઇક સમસ્યા છે. ઠીક છે, તે તમારા જીવનને દૈનિક ધોરણે પાયમાલ કરી રહ્યું છે, પરંતુ આવા કટોકટીની ક્ષણોમાં, તે મજબૂત રીતે દેખાઈ શકે છે. આ માટે આપણી પાસે એક સરળ ઉપાય છે: ઇશા ક્રિયા, તમે શું છો અને તમે શું નથી તે અલગ કરવાની એક સરળ રીત. દરેક માટે તેને ઉપયોગ માં લેવા તે મફતમાં ઉપલબ્ધ છે. જો તમે તમારામાં આટલી સભાનતા લાવો છો કે , હું શું છું, હું શું નથી, તો તમારા માટે આવા સમયમાંથી પસાર થવું ખૂબ જ સરળ રહેશે.

સંપાદકની નોંધ: Iઆ અભૂતપૂર્વ કટોકટીના સમયમાં, સદગુરુ પોતાને પ્રશ્ન અને જવાબ સત્રો ની શ્રેણી માટે લાઇવ વેબ-સ્ટ્રીમ દ્વારા ઉપલબ્ધ કરી રહ્યા છે જ્યાં દરેક પાસે તેમના પ્રશ્નોના જવાબ મેળવવાની તક હોય છે.

ieo-covid19-blogbanner

 
 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1