12 વસ્તુઓ જે તમે કદાચ 112-ફૂટનાં આદિયોગી વિષે જાણતા નથી

21 ફેબ્રુઆરી, 2020 ના રોજ મહાશિવરાત્રિની ઉજવણી, ઈશા યોગ કેન્દ્રમાં આદિયોગીની ઉપસ્થિતિમાં આ આખી રાત્રિને ઉલ્લાસપૂર્ણ બનાવનારા ઉત્સવની ઉજવણી થઈ. અહીં સ્થિત 112-ફૂટનાં અદિયોગી વિષે તમારે 12 વસ્તુઓ જાણવી જરૂરી છે.
12 વસ્તુઓ જે તમે કદાચ 112-ફૂટનાં આદિયોગી વિષે જાણતા નથી
 

1. ગિનીસ વર્લ્ડ રેકોર્ડ

ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસ દ્વારા આદિયોગીને વિશ્વમાં સૌથી મોટા અર્ધ-પ્રતિમા તરીકે ઓળખવામાં આવે છે, અને તે 112 ફુટ ઊંચાઈ ધરાવે છે. પ્રથમ યોગીની આ આઇકોનિક ઇમેજ 150 ફુટ લાંબી, 25 ફૂટ પહોળી છે, અને લગભગ 500 ટન સ્ટીલની બનેલી છે.

2. આદિયોગી દિવ્ય દર્શન

અદિયોગી પર અદભૂત 3 ડી લેસર શો બતાવવામાં આવે છે કે કેવી રીતે આદિયોગીએ માનવતાને યોગ વિજ્ઞાન અર્પિત કર્યું. રાતે 8 વાગ્યાથી 8:15 વાગ્યા સુધી દર શનિ-રવિવાર, પૂનમ, અમાસ અને અન્ય શુભ દિવસો પર આ શો નિહાળવા માટે સાક્ષી બનો.

3. આદિયોગી વસ્ત્ર અર્પણ

ભક્તો આદિયોગીની આજુબાજુના 621 ત્રિશુળમાંથી કોઈપણ એક ઉપર કાળું કપડું બાંધીને આદિયોગીને એક વસ્ત્ર અર્પણ કરી શકે છે.

4. આદિયોગી પ્રદક્ષિણા

આદિયોગી પ્રદક્ષિણા એ ધ્યાનલિંગ અને આદિયોગીનાં બે-કિલોમીટરના પરિભ્રમણની પ્રદક્ષિણા છે. તે સદગુરુ દ્વારા આદિયોગીના આશીર્વાદને પામવા માટે બનાવવામાં આવી હતી, જે જીવના અંતિમ મુક્તિ તરફના પ્રયત્નોને ઉત્તેજીત કરી શકે છે. કોઈ ચોક્કસ મંત્રનો જાપ કરીને અને ચોક્કસ મુદ્રાને ધારણ કરીને, આ પ્રદક્ષિણા એ ઇશા યોગ કેન્દ્રમાં વિવિધ પવિત્ર સ્થાનોની ઉર્જાને ગ્રહણ કરવાની એક રીત છે.

5. યોગેશ્વર લિંગ પર અર્પણ

યોગેશ્વર લિંગની શક્તિઓ ગ્રહણ કરવા માટેના માર્ગ તરીકે, ભક્તો લિંગને જળ અને લીમડાના પાન અર્પણ કરી શકે છે.

6. પુર્ણિમા સંગીત કોન્સર્ટ

પ્રત્યેક પૂનમની રાત્રિએ, આદિયોગી મધ્યરાત્રિ સુધી ખુલ્લૂ રહે છે, અને ‘સાઉન્ડસ ઓફ ઇશા’ દ્વારા રાતે 10:30 થી 11:30 વાગ્યા સુધી આદિયોગીને સંગીતનું અર્પણ કરવામાં આવે છે.

7. અમાસ

પ્રત્યેક અમાસે, યોગેશ્વર લિંગને નજીકના ગામના લોકો દ્વારા પરંપરાગત રીતનુ અર્પણ આપવામાં આવે છે. ત્યાં પરંપરાગત સંગીત અને નૃત્યનું પણ અર્પણ કરવામાં આવે છે, ત્યારબાદ પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. સંપૂર્ણ પરિવાર માટે પરફેક્ટ છે!

8. સદગુરુની દૂરદર્શિતા

અદિયોગીનો ચહેરો – તે જે રીતે આજે ઊભા છે તે બનાવવા માટે અઢી વર્ષ અને ડઝનેક ડિઝાઇનનાં પુનરાવર્તનો લાગ્યા. સદગુરુના મનમાં એક દ્રષ્ટિ હતી કે આદિયોગીના ચહેરાને કેવી રીતે દર્શાવવો જોઈએ, અને સદગુરુ તે દ્રષ્ટિની અનુભૂતિ કરતા કંઇપણ ઓછા માટે તૈયાર ન થાય. અને શું અદભૂત પરિણામ મળ્યું!

9. આદિયોગીની કિમતી સંપત્તિ

યોગેશ્વર લિંગની આજુબાજુમાં પિત્તળની ફ્લોર ટાઇલ્સ છે. આમાં યોગીક પરંપરામાં વર્ણવ્યા અનુસાર આદિયોગીની કેટલીક કિંમતી સંપત્તિનું નિરૂપણ, ખૂબ જ જટિલ વિગતવાર આર્ટવર્કની નાની કોતરણીઓથી કરવામાં આવ્યું છે. અહીં કાનનાં કુંડળ છે, પાતળો અર્ધચંદ્ર કે જે તેમને સુશોભિત કરે છે, એક રુદ્રાક્ષનો મણકો, લીમડાના પાન, ડમરૂ, ધનુષ, કુહાડી અને ઘંટ છે.

10. “બહુભાષી” લિંગ

જો તમે યોગેશ્વર લિંગને નજીકથી જોશો, તો તમને ચાર અલગ અલગ દક્ષિણ ભારતીય ભાષાઓ: તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં લખાયેલ “શંભો” જાપ દેખાશે.

11. સપ્તરૂષિનાં શિલ્પો

યોગેશ્વર લિંગ પરિસરની નોંધપાત્ર વિશેષતા –ત્યાં સપ્તરૂશિઓની આકૃતિ દર્શાવતી કાળી પથ્થરની પેનલ છે, જેને સદગુરુ દ્વારા પ્રાણ-પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. આ પવિત્ર પેનલને ક્યારેય કોઈ હાથથી સ્પર્શતું નથી, એ લોકો દ્વારા પણ નહીં જેઓ તેને સાફ કરે છે.

12. રુદ્રાક્ષની માળાનું અર્પણ

આદિયોગીના ગળાની આસપાસ જે છે તે વિશ્વની સૌથી મોટી રુદ્રાક્ષ માળા છે, જેમાં 1,00,008 રુદ્રાક્ષનાં મણકા છે. માળા બાર મહિના માટે દિવ્ય ઉર્જામાં તરબોળ રહે છે, અને દરેક મહાશિવરાત્રિની શુભ રાત્રે ભક્તોને એ મણકા પ્રસાદ રૂપે આપવામાં આવે છે.

મહાશિવરાત્રિ દરમિયાન સદગુરુ દ્વારા આપવામાં આવતી ઉર્જા અને સુખાકારી શક્યતાઓની તક મેળવવાનો ભાગ્યે જ લાભ મળતો હોય છે. મહાશિવરાત્રિ કોઈની આધ્યાત્મિક વૃદ્ધિ અને સુખાકારી માટે પ્રકૃતિની શક્તિનો ઉપયોગ કરવાની અનન્ય તક રજૂ કરે છે. આદિયોગીની હાજરીમાં ઇશા યોગ કેન્દ્રમાં પ્રસન્ન રાત્રિનો ઉત્સવ, એક તીવ્ર આધ્યાત્મિક અનુભવને પ્રગટ કરવા માટે આદર્શ વાતાવરણ પૂરૂં પાડે છે.

અમે દર વર્ષે આપની ઉપસ્થિતિની આશા રાખીએ છીએ!!