FILTERS:
SORT BY:
કૃપા પ્રત્યે ગ્રહણશીલ બનવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે તમે પોતાને ઓછા કરી દો.
તમારો સમય અને જીવન એવી વસ્તુઓ પર ન વેડફો જે મહત્ત્વની નથી. જે તમારા માટે ખરેખર મહત્ત્વનું છે, તેના પ્રત્યે સો ટકા સમર્પિત થઈ જાઓ - કાલે નહીં, આજે.
માન્યતાનો અર્થ છે કે તમે એવી વસ્તુઓ વિષે નિષ્કર્ષો બનાવ્યા છે જેના વિષે તમે કંઈ જ નથી જાણતા.
મિત્ર કોને કહેવાય? મિત્ર એ તમારી જેમ મૂંઝાયેલો બીજો એક વ્યક્તિ છે. જો તમે એકબીજા સાથે પૂરી પ્રામાણિકતા સાથે રહી શકો, તો સાચી મિત્રતા હશે.
આ એ સમય છે જ્યારે સૂર્ય પૂરી પ્રખરતામાં હોય છે. જીવન તેની પૂર્ણતામાં હોય છે. જો તમે ઈચ્છતા હોવ કે તમારું જીવન ફળદાયી હોય, જો તમારે રૂપાંતરણ જોઈતું હોય તો આ જ તેનો સમય છે.
બીજાના દુઃખમાંથી કોઈ પણ સુખાકારી મેળવી નથી શકતું. જો તમને થોડા સમય માટે તેનાથી ફાયદો થાય, તો પણ તમે તેની કિંમત ચુકવશો.
ભક્તિનો મતલબ છે કે તમારી જીવન સાથેની ભાગીદારી એટલી સંપૂર્ણ છે કે તમારું પોતાનું કોઈ મહત્ત્વ નથી રહેતું.
તમારા મનનો સ્વભાવ આવો છે: જો તમે અમુક વિચારોને રોકવાનો પ્રયત્ન કરો, તો બસ તે વિચારો જ આવશે.
જે લોકો બધી બાબતમાં એકદમ નિશ્ચિત હોય છે, તેમણે તેમની બુદ્ધિને ફ્રીઝમાં મૂકી દીધી હોય છે.
તમે વિચારો અને ભાવનાઓમાં પોતાને જેટલા અળગા બનાવશો, તેટલા જ તમે જીવનથી અળગા થઈ જશો.
ભલે તમે ગઈકાલે જ પણ કર્યું હોય, આ ક્ષણમાં જો તમે ઈચ્છો તો એક શાનદાર માણસ બની શકો છો. અસ્તિત્વએ તમને આ સ્વતંત્રતા આપી છે.
જે સમાજ તેની સ્ત્રીઓનું સન્માન અને સહયોગ નથી કરતો, તે વિકસિત કે સમૃદ્ધ નથી થઈ શકતો. દુનિયામાં સ્ત્રી-પ્રકૃતિ ખીલે એવી કામના.