Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
શાંતિ જીવનનું સર્વોચ્ચ લક્ષ્ય નથી. તે સૌથી મૂળભૂત જરૂરિયાત છે.
મહાનતાની આકાંક્ષા રાખવાની કોઈ જરૂર નથી. જો તમે 'મને શું મળશે', તેવી ચિંતાથી પરે જાઓ તો આમેય તમે એક મહાન માણસ હશો.
જો તમે એ વિષે જાગરૂક હોવ કે તમે નશ્વર છો, તો તમે જે તમારા અને તમારી આસપાસના બધા માટે એકદમ જરૂરી હોય તે સિવાય કંઇ નહિ કરો.
તમે જે રીતે ખાઓ છો તે ખાલી તમારું શારીરિક સ્વાસ્થ્ય જ નહિ પણ તમે જીવનને કઈ રીતે અનુભવો છો તે પણ નક્કી કરે છે.
માણસો સાથે સૌથી મોટી સમસ્યા એ છે કે તેઓ જાણતા નથી કે પોતાના વિચારો અને લાગણીઓને કેવી રીતે સંભાળવા.
જો તમે પોતાને દુઃખી કરવા માંગતાં હોવ, તો તમારી પાસે અંતહીન મોકા છે, કેમ કે હંમેશા, કોઈક ને કોઈક એવું કૈક કરશે જે તમને પસંદ નથી.
યોગ શબ્દનો અર્થ છે જોડાણ. તેનો મતલબ છે કે તમે વ્યક્તિત્વની સીમાઓને જાગરૂક રીતે તોડીને બાકીના બ્રહ્માંડ સાથે સ્પંદિત થાઓ છો.
સ્પષ્ટતા વગરનો આત્મવિશ્વાસ હંમેશા એક આફત છે.
જો તમે અનિચ્છાથી ઈચ્છા તરફ, જડતાથી ઉલ્લાસ તરફ જાઓ, તો તમારું જીવન આનંદિત અને સહજ હશે.
ધ્યાનલિંગના ગર્ભગૃહમાં થોડી મિનિટો માટે બસ મૌનમાં બેસવાથી જેઓને ધ્યાનની ખબર નથી તેઓ પણ ગહન ધ્યાનનો અનુભવ કરી શકે છે.
જીવન સમાવેશી છે. એ બસ તમારું મન છે જે અલગ કરે છે.
કેટલું કામ કરો છો તે નહિ પણ તમારા અનુભવની ઊંડાઈ જીવનને સમૃદ્ધ અને પરિપૂર્ણ બનાવે છે.