Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
તમારે જે પહેલું પગલું લેવાનું છે તે છે એનો સ્વીકાર કરવો કે, ભલે જે પણ થાય, તમારું જીવન તમારી જવાબદારી છે.
આ પૃથ્વી પર ક્યારેય પણ જે પણ થયું તે બધું તમારું શરીર હજી યાદ રાખે છે - કેમ કે તમારું શરીર બસ આ પૃથ્વીનો એક ટુકડો જ છે.
જો તમે સુરક્ષા છોડવા રાજી નથી, તો તમે રૂપાંતરિત થવા રાજી નથી. જે રૂપાંતરિત નથી થતું એ મૃત જેવું જ છે.
યોગ હંમેશા એ જોવા વિષે છે કે એક ખૂબ તાર્કિક મનને એક પાગલ દિલ સાથે કેવી રીતે સંતુલનમાં લાવવું.
સરખામણી પર આધારિત દ્રષ્ટિ ક્યારેય સંપૂર્ણ નથી હોતી. તે વાસ્તવિકતાનું વિકૃત રૂપ છે.
બિનશરતી પ્રેમ જેવું કશું નથી હોતું. દરેક સંબંધમાં શરતો હોય છે.
તમે જેવા અને જે છો એ દિવ્યતાની એક અભિવ્યક્તિ છે.
જો તમે સત્યની ખોજ કરી રહ્યા હોવ, તો કોઈ પણ વસ્તુ માની ન લો - બસ ખોજ કરો.
જો તમે ખરેખર જાગરૂક હોવ, તો એક જ જગ્યા છે જ્યાં તમે હોઈ શકો: વર્તમાનમાં.
જો તમે ઈચ્છતા હોવ કે તમારું બાળક ખરેખર ખીલી ઉઠે, તો પહેલા પોતાને એક પ્રેમાળ, આનંદિત અને શાંત માણસમાં રૂપાંતરિત કરો.
ક્યારેય કોઈ બીજાના કર્મો વિષે વાતો ન કરો - તમારા કર્મોને તમારા હાથમાં લો.
જો તમે પ્રેમના ટેકા વાળું, આનંદથી રંગાયેલું અને પ્રેરિત કરે તેવું વાતાવરણ બનાવો, તો તમારે બાળકોને ખાસ કંઈ શીખવવું નથી પડતું. તેઓ સ્વાભાવિક રીતે તેમની પૂરેપૂરી ક્ષમતામાં ખીલશે.