Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
તમે કેટલું ઊંડાણપૂર્વક ધ્યાન આપો તે તમારા અનુભવનું ઊંડાણ નક્કી કરે છે. જો તમારું ધ્યાન ગહન હોય, તો તમારો જીવનનો અનુભવ ગહન હોય છે.
તમારું વ્યક્તિત્વ જેટલું ઓછું જડ હોય, તમારી ઉપસ્થિતિ એટલી વધારે શક્તિશાળી હોય છે.
જો તમે ઈચ્છુક હોવ, તો હું અનેક રીતે ઉપલબ્ધ છું, જે તમારી તાર્કિક સમજથી પરે છે.
તમે અહીં જીવન અનુભવવા આવ્યાં છો કે તેના વિષે વિચારવા માટે.
તમે કોઈની સાથે કેટલી સારી રીતે જોડાઈ શકો તેનો આધાર બસ તમે કેટલા રાજી છો, તરલ છો અને આનંદિત છો તેના પર છે.
સમય પૈસા નથી. સમય જીવન છે.
આ મહાશિવરાત્રિએ, આખી રાત જાગતા રહીને અને કમર ટટ્ટાર રાખીને, ઊર્જાના કુદરતી મોજા પર સવારી કરો, આદિયોગીની કૃપા માટે ઉપલબ્ધ બનો અને જીવનને વિકસિત કરો.
જ્યારે સમસ્યા આપણી અંદર હોય, ત્યારે આપણે તેને સીધી દૂર કરવી જોઈએ. ધ્યાન ભટકાવવાની કોશિષ ન કરો - ધ્યાન ભટકાવવું એ કોઈ ઉપાય નથી.
જીવનમાં નિષ્ફળતા જેવું કંઇ નથી. નિષ્ફળતા તેમના માટે જ છે જેઓ હંમેશા પોતાને બીજા સાથે સરખાવતાં રહે છે.
જો દુનિયા તમને વિચિત્ર માનતી હોય તો ઠીક છે. બધા અલગ છે, એટલે બધા કોઈકની નજરમાં તો વિચિત્ર જ છે. તમે ખુશ થઈને વિચિત્ર છો કે દુઃખી થઈને - આ તમારી પસંદગી છે.
એક સંસ્કૃતિ તરીકે ભારતે દરેક વસ્તુને ઉત્સવમાં ફેરવી. જીવનના દરેક પાસાંને આનંદપૂર્વક ઉજવવાની આ ભાવના બધા માણસો સુધી પહોંચે તેવી કામના.
ભારતીય શાસ્ત્રીય સંગીત અને નૃત્યની પ્રકૃતિ અને સંરચનાને એવી રીતે બનાવવામાં આવ્યા છે કે જેથી તે આધ્યાત્મિક સંભાવનાનું નિર્માણ કરે.