FILTERS:
SORT BY:
જીવન તેના લક્ષ્યમાં નથી. જીવન તેની પ્રક્રિયામાં છે - તમે અત્યારે જીવનને તમારી અંદર કેવી રીતે અનુભવો છો તેમાં છે.
મારી કામના છે કે તમારા સપના પૂરા ન થાય, તમારી આશાઓ પૂરી ન થાય કેમ કે તે તમે જે જાણો છો તેના પર આધારિત છે. એવી સંભાવનાઓની ખોજ કરો જેના સંપર્કમાં તમે ક્યારેય નથી આવ્યા.
આજથી માથા પર બોજ લઈને ન ચાલો. ભલે તમે જે પણ કરતાં હોવ, કે તમારી સાથે ભલે જે પણ થઈ રહ્યું હોય - જીવનમાં નૃત્ય કરતાં કરતાં આગળ વધો.
સંક્રાંતિ આપણા જીવનને બનાવનાર બધી જ વસ્તુઓની ઉજવણી છે - માટી, પ્રાણીઓ, હવા, પાણી અને લોકો. ઉલ્લાસ કરીએ!
જ્યારે નવી પરિસ્થિતિઓ સામે આવે - તમને ન ગમે તેવી હોય તો પણ - તેને સ્વીકારો. તમારામાં જેટલો ઓછો અવરોધ હશે તેટલા તમે વધુ ચપળ અને અસરકારક બનશો.
જ્યારે તમે આનંદિત હોવ, ત્યારે તમે કોઈની સાથે સંઘર્ષમાં નથી હોતા, અને તમે સૌથી શાનદાર વસ્તુઓ કરો છો.
પ્રેમ તમને સમજણ નથી આપતો. તે તમને બસ યોગ્ય ઈરાદો આપે છે.
આ જ સમય છે ગયા વર્ષના બોજને ઉતારીને તાજગી અને જીવંતતા સાથે આગળ વધવાનો.
સમૃદ્ધિ તમારા કપડાં, ઘર કે ગાડી વિષે નથી. સાચી સમૃદ્ધિ તમે કેટલા ખુશ, પ્રેમાળ અને આનંદિત છો તેના વિષે છે.
શ્વાસ અને હૃદયના ધબકારા શરીર માટે જરૂરી છે. ધ્યાનમય હોવું એક માણસ માટે જરૂરી છે.
યોગનો અર્થ છે એકત્વ. યોગનો અર્થ પરમ સશક્તિકરણ પણ છે. જો તમે બધા સાથે એક થયેલા હોવ, તો તે એક જબરદસ્ત સશક્તિકરણ છે.
એકાગ્ર, સક્ષમ અને પ્રોત્સાહિત યુવાઓનું નિર્માણ કરવાથી, ભારત દુનિયાએ ક્યારેય ન જોયો હોય તેવો મહાન ચમત્કાર બનશે.