સદ્‍ગુરુ: આપણે અત્યારે ઉત્તરાયણની શરૂઆતમાં છીએ. જે લણણીનો સમય છે. પૃથ્વીના સંબંધમાં સૂર્યની ગતિ દક્ષિણથી ઉત્તર તરફ બદલાય છે - દક્ષિણાયન તરફથી ઉત્તરાયણ તરફ. એવું નથી કે સૂર્ય ક્યાંય ખસી રહ્યો હોય. અવકાશી ગોઠવણના સંબંધમાં જે થઈ રહ્યું છે તે એ છે કે ૨૧ ડિસેમ્બરે શિયાળુ અયનકાળમાં, સૂર્ય જ્યારે મકરવૃત્ત પર હતો. તે દિવસ પછી, જો તમે સૂર્યોદય અને સૂર્યની ગતિને જોશો તો દરરોજ ધીમે ધીમે તે ઉત્તર તરફ ખસે છે.

Sadhguru Poem "Solstice" with GIF animation of snow fall landscape

 

જે લોકો આધ્યાત્મિક રીતે જાગૃત રહ્યાં હોય તેઓએ હંમેશા આ બદલાવને માનવ ચેતનાને ખીલવા માટેની શક્યતા તરીકે ઓળખ્યો છે. ખાસ કરીને, ઉત્તરાયણનો પહેલો અડધો ભાગ - માર્ચમાં વિષુવકાળ - એ દિવસ જ્યારે દિવસ અને રાત્રિની લંબાઈ એકસમાન હોય છે, ત્યાર સુધીનો સમયગાળો જ્યારે કૃપા સૌથી વધારે પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે.

જે લોકો આધ્યાત્મિક રીતે જાગૃત રહ્યાં હોય તેઓએ હંમેશા આ બદલાવને માનવ ચેતનાને ખીલવા માટેની શક્યતા તરીકે ઓળખ્યો છે. ખાસ કરીને, ઉત્તરાયણનો પહેલો અડધો ભાગ - માર્ચમાં વિષુવકાળ - એ દિવસ જ્યારે દિવસ અને રાત્રિની લંબાઈ એકસમાન હોય છે, ત્યાર સુધીનો સમયગાળો જ્યારે કૃપા સૌથી વધારે પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. માનવ તંત્ર વર્ષનાં બીજા કોઈ સમય કરતાં તે સમયે કૃપા માટે વધારે ગ્રહણશીલ હોય છે. ઇતિહાસ સ્પષ્ટ રીતે સૂચવે છે મહત્તમ લોકોએ આત્મજ્ઞાન આ સમયગાળા દરમિયાન પ્રાપ્ત કર્યું છે જ્યારે સૂર્ય ઉત્તર ગોળાર્ધમાં હોય.

Bhishma on Arrows

સૌથી વધુ પ્રખ્યાત વાર્તાઓમાંની એક છે ભીષ્મની વાર્તા. તેઓ બાણોની મૃત્યુશૈયા પર ઘણાં અઠવાડિયાઓ સુધી રાહ જુએ છે. તે ગંભીર રીતે ઘાયલ થયા હોવા છતાં, તેઓ પોતાના જીવનને ઉત્તરાયણ આવે ત્યાં સુધી રોકી રાખ્યું કારણ કે, તે કુદરતના આ બદલાવને તેમના પોતાના પરિવર્તન માટે ઉપયોગમાં લેવા ઇચ્છતા હતા. ગૌતમ બુદ્ધને પણ ઉત્તરાયણ પછીની ત્રીજી પૂર્ણિમાએ જ્ઞાન પ્રાપ્ત થયું હતું. અને દક્ષિણ ભારતમાં, અગણિત સંતો, ઋષિઓ, સિદ્ધપુરુષો અને યોગીઓના ઉદાહરણો છે જેમણે આ સમયગાળા દરમિયાન પરિવર્તન કર્યું હોય.

ઉત્તરાયણ એ આત્મબોધ પ્રાપ્ત કરવા માટે છે. આ કૃપાની અને આત્મબોધ; જે પરમ્ જ્ઞાનની પ્રાપ્તિ છે,

દક્ષિણાયન દરમિયાન, જે અનાહત ચક્રથી નીચે છે તેનું શુદ્ધિકરણ સરળતાથી કરી શકાય છે. ઉત્તરાયણ દરમિયાન, જે અનાહત ચક્રથી ઉપર છે તેના પર વધુ સરળતાથી કામ કરી શકાય છે. તે જ કારણે સાધનાની દૃષ્ટિએ, દક્ષિણાયન એ શુદ્ધિકરણ માટે છે. ઉત્તરાયણ એ આત્મબોધ પ્રાપ્ત કરવા માટે છે. આ કૃપાની અને આત્મબોધ; જે પરમ્ જ્ઞાનની પ્રાપ્તિ છે, તેની ગ્રહણશીલતાનો સમયગાળો છે, આ લણણીનો સમય છે, અને આ જ કારણ છે ખેતીમાં પણ લણણી આ સમયગાળા દરમિયાન જ શરૂ થાય છે. પોંગલ એ લણણીનો તહેવાર છે. તો, આ ફક્ત અનાજ લણવાનો સમય નથી, પણ માનવીય ક્ષમતા લણવાનો પણ સમય છે.

સાધનાની દૃષ્ટિએ, દક્ષિણાયન એ શુદ્ધિકરણ માટે છે. ઉત્તરાયણ એ આત્મબોધ પ્રાપ્ત કરવા માટે છે.

ઉત્તરાયણની શરૂઆતમાં, અમે લોકોની કૃપા માટે વધુ જાગૃતિ સાથે ગ્રહણશીલ બનવા માટે કેટલીક તકો ઊભી કરી છે. સ્ત્રીઓ માટે ૨૧ દિવસીય સાધના હશે, જે જાન્યુઆરીની શરૂઆતથી ચાલુ થશે "ધન્ય પૂર્ણિમા(પોષી પૂર્ણિમા)" કે તામિલનાડુમાં જેને "તાઈપુસમ" કહેવાય છે ત્યાં સુધી હશે. આ સાધના લોકોને તેઓ જ્યાં પણ હોય ત્યાં આપવામાં આવશે. અમે પુરુષો માટે ૪૨ દિવસીય સાધના પણ રજૂ કરીએ છીએ જે મહાશિવરાત્રિના ૪૨ દિવસ પહેલાં શરૂ થશે.

જો આ માનવ શરીરને અમુક સ્તરની તીવ્રતા અને સંવેદનશીલતા સુધી લઈ જવામાં આવે, તે પોતે જ બ્રહ્માંડ છે. બધુ જ જે બાહ્ય ક્ષેત્રમાં થાય છે, તે ગૂઢ રીતે, શરીરમાં પ્રગટ થાય છે. આ બધા સાથે થઈ રહ્યું છે, બસ એટલું છે કે મોટે ભાગનાં લોકો તેને ધ્યાનમાં નથી લેતા. પણ, જો વ્યક્તિ બાહ્ય ગતિવિધિથી સભાન બને અને તેને માનવ સિસ્ટમની અંદર થઈ રહેલી ગતિવિધિ સાથે સંરેખિત કરે, તો માનવ તંત્રની સંરચના એક વધુ આયોજનબદ્ધ તેમજ હેતુપૂર્ણ રીતે નવેસરથી કરી શકાય છે. જો તમે ઈચ્છો કે આ હાડ અને માંસનું શરીર બ્રહ્માંડની પ્રકૃતિને પોતાનામાં આત્મસાત કરી લે, તો ઉત્તરાયણ અને દક્ષિણાયનની આ ગતિવિધિ સમજવી અને તેની સાથે તાલમેલ બેસાડવો ખૂબ આવશ્યક છે.

Editor's Note: Find the details for Shivanga sadhana for men and women by clicking below.

Shivanga sadhana for ladies

Shivanga sadhana for men

Image courtesy: Yudishtara talking with Bhishma who is lying on a bed of arrows from Wikipedia