સુખી લગ્ન માટેની વાનગી  શુ છે? અહીં પાંચ મહત્વના ઘટકો છે, યોગી અને માર્મિક સદ્દ્ગુરૂ દ્વારા, જે તમારા જીવનસાથી સાથે મીઠા, આનંદી અને પૌષ્ટિક સંબંધ બનાવે છે.

#૧. પ્રેમના બે “ભરેલા હ્રદય” લો

ઇંગ્લિશ અભિવ્યક્તિ, “ફોલિંગ ઇન લવ”, એ નોંધપાત્ર છે કારણ કે તમે પ્રેમમાં વધારો કરતાં નથી, તમે પ્રેમમાં ઊડી શકતા નથી, તમે પ્રેમમાં ચાલતા નથી, તમે પ્રેમમાં ઉભેલા નથી. તમે પ્રેમમાં પડો છો, કારણ કે તમારી પાસે જે કંઇ છે તે જવાનું છે. તેનો અનિવાર્ય અર્થ એ છે કે કોઈ બીજું તમારા કરતાં વધુ મહત્વનું બની ગયું છે.માત્ર જો તમે તમારી જાતનો ખૂબ જ વિચાર નથી કરતાં, તો તમે પ્રેમમાં હોઈ શકો છો. જ્યારે તમે તમારું “હું”નું લુપ્ત થવું વિચારશો ત્યારે તમારામાં પ્રેમનો ઊંડો અનુભવ થઈ શકે છે.

#૨. સમજણનો  ઉદાર અંશ ઉમેરો

કોઇની સાથે નજીકનો સંબંધ છે તો તમારે તેમને સમજવા માટે વધુ પ્રયત્ન કરવો જોઇએ. જ્યારે કોઈ વ્યક્તિ તમારી વધુ નજીક અને વધુ પ્રિય બને ત્યારે તમે તેને વધુ સારી રીતે સમજો છો. જો તેઓ તમને સમજે  છે તો તેઓ સંબંધની નજીક હોવાનો આનંદ માણે છે. જો તમે તે બધાને સારી રીતે સમજો છો તો તમે નજીકતા માણો છો. જ્યાં સુધી તમે અન્ય પાસે સમજણ અને સમયના પાલનની અપેક્ષા રાખો છો ત્યાં સુધી તમે તે વ્યક્તિની મર્યાદાઓ, શક્યતાઓ, જરૂરિયાતો અને ક્ષમતાઓને સમજી શકતા નથી તો પછી તે સંઘર્ષ બનશે.

દરેકમાં, કેટલાક હકારાત્મક અને નકારાત્મક પાસાં છે. જો તમે આ બધાને તમારી સમજણમાં સ્વીકારો છો, તો તમે સંબંધને જે રીતે ઈચ્છો છો તે રીતે બનાવી શકો છો. જો તમે તેમની સમજણને છોડી દો છો તો તે આકસ્મિક બનશે. જો તેઓ ખૂબ ઉદાર છે, તો વસ્તુઓ તમારા માટે સારી રીતે થશે. જો નહીં, તો સંબંધ તૂટી જશે. એવું નથી કે અન્ય વ્યક્તિ સમજણથી દૂર છે. તમારી સમજણથી તમે એવી પરિસ્થિતિઓ સર્જી શકો છો કે જ્યાં અન્ય વ્યક્તિ તમને વધુ સારી રીતે સમજી શકે.

 

#3. તેની ઉપર જરા કામ કરવું 

લગ્ન એક નિરપેક્ષ વસ્તુ નથી કે તમે એક વાર કરી શકો અને ભૂલી જાઓ. તે એક સક્રિય ભાગીદારી છે. બે જુદા જુદા લોકોએ સામાન્ય હેતુ માટે એક સાથે આવવાનું પસંદ કર્યું છે અને સાથે મળીને જીવનનું  નિર્માણ કરો, આનંદથી જીવો અને તેમની સુખાકારીમાં વધારો કરો. બે મનુષ્ય તેમના જીવનને એકમાં વણાટ કરે છે, તેમાં ચોક્કસ સુંદરતા છે.

ભારતીય સંસ્કૃતિમાં, વર્ષે એક વાર લગ્નનું પુનરુત્થાન થતું  હતું, ફક્ત તમને યાદ કરાવા માટે કે તમે શા માટે એક સાથે આવ્યા છો. તે દિવસે તે ફરી એક તાજા લગ્ન છે. નહિંતર, તમને લાગશે કે તમે આમાં કાયમ માટે અટવાઈ ગયા છો. ના. તમે સભાનપણે મળીને આવ્યા હતા અને તમારે તેને સભાનપણે રાખવું પડશે.

૪. કેટલાક આનંદ સાથે હુંફાળા રહો

જોકે સંબંધ ખરેખર સુંદર હોવો જોઇએ તો તે ખુબજ મહત્વપૂર્ણ છે કે મનુષ્ય બીજાને જુએ તે પહેલા તે પોતાના અંતરમાં પ્રવેશ કરે અને પોતાને જુએ. જો તમે તમારી જાતે આનંદનો સ્ત્રોત બની શકો છો અને તમારા સંબંધો તમારા આનંદને વહેંચવા વિષે છે, તો તમે કોઇની પણ સાથે અદ્દ્ભુત સંબંધો રાખી શકો છો. દુનિયામાં એવી કોઈ વ્યક્તિ છે કે જેને તમારી સાથે કોઈ સમસ્યા હોય તો તમે તેઓની પાસે તમારા આનંદને વહેચવાં ત્યાં જવાના છો? ના. તમારા લગ્ન તમાર વિષે ક્યારેય ન હોવા જોઇએ- તે હમેશા અન્ય વ્યક્તિ વિષે હોવા જોઈએ. જો તમે બંને વિચારો છો કે જો તમે અન્ય માનવી સાથે ગૌરવ અનુભવવા માંગતા હોવ, તો આ રીતે,  તમારા લગ્ન એક ગોઠવણ નહીં હોય, તે સંપ બનશે.

૫. દરેકને તક આપો

જો તમારા લગ્ન તમારા સ્વર્ગની રચના કરનાર વ્યક્તિનું સુખ કેવી રીતે લઈ લેવું એવી અપેક્ષાઓનું બંડલ છે તો તમે નિરાશ થશો. એવું કહેવાય છે કે લગ્નો સ્વર્ગમાં કરવામાં આવે છે. તેઓ કહે છે કે મોટા ભાગના લોકોએ તેમના લગ્નમાથી નરક બનાવ્યું છે !  જો તમારો સંબંધ કોઇની પાસેથી બહાર કાઢવાનો છે, તો તેનો કોઈ મતલબ નથી કે તમે કેટલી વ્યવસ્થા કરો છો, ત્યાં સતત તકલીફ રહેશે. પરંતુ, જો તમારો સંબંધ અન્ય વ્યક્તિને ભેંટ હતી તો પછી બધુ ખુબજ સરસ  હશે.  

સંપાદકની નોંધ: અમે આશા રાખીએ છીએ કે સુખી લગ્ન માટે આ વાનગી તમામ વિવાહિત યુગલોને સારી રીતે સેવા આપે !

સદ્દ્ગુરૂની વધુ માહિતી માટે, તેને ટ્વિટર અથવા ફેસબુક પર અનુસરો . અથવા આરએસએસ અથવા બ્રાવઝર એક્સ્ટેંશંસ દ્વારા તાજેતરની ઈશા બ્લોગ અપડેટ્સ મેળવો.