પ્રસૂન જોશી: સદ્‍ગુરુ, જો જીવનમાં સંખ્યાઓ ન હોત અને આપણે સંખ્યા વિષે કઈ જાણતા ન હોત, તો શું હું પ્રકૃતિ અને જીવન સાથે વધુ તાલમેલમાં હોત?

સદગુરુ: નમસ્કારમ્ પ્રસૂન. હું જાણું છું કે તમે શબ્દોના જાદુગર છો અને તમને સંખ્યાઓ પસંદ નથી. ઠીક છે.... જ્યારે તમે કહ્યું કે હું અને તમે, તો ત્યાં બે હાજર છે. અથવા જ્યારે તમે હું’ કહો, ત્યારે પણ તે એક હાજર હોય છે. જ્યારે ‘એક’ હોય છે, તો દસ, સો, હજાર અને દસ લાખ એ તેનું કુદરતી પરિણામ છે.

સંખ્યા ફક્ત એના વિષે નથી કે તમારી ઉંમર કેટલી છે, સમય શું થયો, હું ક્યારે સૂતો, ક્યારે જાગ્યો. તમે અને હું એ પોતાનામાં બે સંખ્યા છે. તો, ‘હું’ એ સ્વયંમાં એક સંખ્યા છે.

તો, જે ક્ષણે તમે ‘હું’ કહો છો, તમે એક સંખ્યા બનાવી ચૂક્યા છો. એ સંખ્યા ફક્ત એના વિષે નથી કે તમારી ઉંમર કેટલી છે, સમય શું થયો, હું ક્યારે સૂતો, ક્યારે જાગ્યો. તમે અને હું એ પોતાનામાં બે સંખ્યા છે. તો, ‘હું’ એ પોતનામાં જ એક સંખ્યા છે. સંખ્યાઓની ઉપર ઉઠવાનો એકમાત્ર ઉપાય છે, શૂન્ય થવું.

યોગનો અર્થ છે, સંખ્યાઓની ગેરહાજરી. યોગનો અર્થ સંખ્યા ન હોવું એટલા માટે છે, કારણ કે યોગ શબ્દનો અર્થ હકીકતમાં મેળ છે, એટલે કે પોતાના વ્યક્તિગત અસ્તિત્વની સીમાઓને ભૂંસવાનું વિજ્ઞાન છે. પોતાના વ્યક્તિગત અસ્તિત્વની સીમાઓને ભૂંસવા નો અર્થ છે કે પહેલી મૂળભૂત સંખ્યા એક જે હું છું એ ખતમ થઈ જાય. જ્યારે તમે એક ને સમાપ્ત કરી દો છો, તો લાખ,કરોડ, અબજનો કોઈ અર્થ રહેતો નથી, બધું જ શૂન્ય થઈ જાય છે.

તો યોગનો અર્થ છે, સંખ્યાઓને ભૂંસવું. યોગનો અર્થ છે મેળ. મેળ નો અર્થ તમે અને હું નથી, ‘ઘણા નથી, ફક્ત એક છે. પણ એક નથી, કઈ પણ નથી. આનો ઘણા અલગ-અલગ રૂપો માં ઉલ્લેખ કરવામાં આવે છે. તેને શૂન્યકહેવાય છે. તેને શિવ કહેવાય છે, જેનો વાસ્તવિક અર્થ છે, “તે, જે નથી.” અને તે જે નથી,તેમાં સંખ્યાઓ ન હોઈ શકે, ફક્ત, “એ જે છે,” માં સંખ્યાઓ હોય છે.

તો સંખ્યાઓ એ ભૌતિક અસ્તિત્વનું કુદરતી પરિણામ છે. જ્યારે કોઈ ભૌતિક અસ્તિત્વથી ઉપર ઊઠી જાય છે, ત્યારે જ સંખ્યારહિત અસ્તિત્વ બને છે. જ્યારે આપણે કોઈ વસ્તુને અનંત કહીએ છીએ, તો આપણે એને સંખ્યા રહિત પણ કહેતા હોઈએ છીએ. જ્યારે આપણે કોઈ વસ્તુને અનંત કહીએ છીએ,તો આપણે સીમાઓનું ન હોવાની વાત કરી રહ્યા હોઈએ છીએ. સીમાઓ ન હોવાનો અર્થ છે કે એક અથવા બે નથી.

યોગ અથવા મેળની પૂર્ણ અવસ્થામાં જ સંખ્યારહિત અસ્તિત્વ સંભવ છે. પ્રયત્નશીલ છીએ, મારા જીવનમાં મારા આજ પ્રયત્નો છે કે હું લોકો ને એ સંખ્યારહિતતા નો અનુભવ કરાવું.

યોગ અથવા મેળની પૂર્ણ અવસ્થામાં જ સંખ્યારહિત અસ્તિત્વ સંભવ છે. અમે આના માટે જ પ્રયત્નશીલ છીએ, મારા જીવનમાં મારા આજ પ્રયત્નો છે કે હું લોકો ને એ સંખ્યારહિતતા નો અનુભવ કરાવું. પણ શબ્દોનો જાદુ ચાલુ રાખો, પ્રસૂન. સંખ્યાઓનો જાદુ પણ ગણિતના રુપમાં સુંદર છે, જેવો શબ્દોના જાદુ છે. શબ્દ અને સંખ્યાઓ એ બંને જુદી-જુદી બાબતો નથી, કારણ કે એક શબ્દ હોવાનો અર્થ એ કે ઘણા શબ્દો હશે, એક સંખ્યાનો અર્થ એ કે ઘણી બધી સંખ્યાઓ હશે. આ બધું અસ્તિત્વની ભૌતિક અભિવ્યક્તિનું પરિણામ છે. જ્યારે કોઈ વ્યક્તિ ભૌતિકતાથી ઉપર ઊઠી જાય છે, ત્યારે આપણે સૌથી વિકૃત બની ગયેલો શબ્દ આધ્યાત્મિકતાનો પ્રયોગ કરીએ છીએ. આધ્યાત્મિકતાનો અર્થ છે-એક સંખ્યાવિહીન અસ્તિત્વ.

તંત્રીની નોંધ:- તમે કોઈ વિવાદસ્પદ પ્રશ્નથી હેરાન થઈ રહ્યા હોવ, અથવા તમારાં મનમાં એવા વિષય માટે મૂંઝવણ થઈ રહી હોય જે વર્જ્ય હોય, કે પછી તમારી અંદર કોઈ એવો પ્રશ્ન હોય જેનો જવાબ કોઈ પણ આપવા તૈયાર નથી, એવા પ્રશ્નો પૂછવાની આ તક છે! -  unplugwithsadhguru.org

 

Youth and Truth Banner Image