બ્રહ્મચર્યનો ખરો અર્થ

સદ્‍ગુરુ:"બ્રહ્મન્" નો અર્થ છે "દિવ્ય" અથવા "પરમ્," "ચર્ય" નો અર્થ છે " માર્ગ" જો તમે દિવ્યતાના માર્ગના પ્રવાસી હોવ, તો તમે બ્રહ્મચારી છો. દિવ્યતાના પથ પર હોવાનો અર્થ છે તમારી પાસે તમારા અંગત કામોની કોઈ સૂચિ નથી. તમે સહજતાથી એ કરો છો જેની આવશ્યકતા હોય. તમારી પાસે જીવન કઈ તરફ લઈ જવું જોઈએ તે નક્કી કરવા કોઈ પોતીકી મરજી નથી, તમારે શું કરવું, અથવા તમારા ગમા અને અણગમા શું છે, જેવી બધી વસ્તુઓ તમારી પાસેથી  લઈ લેવામાં આવી છે. જો તમે આવું અનિચ્છાએ કરો તો તે સંપૂર્ણ યાતના હશે. જો તમે સ્વેચ્છાએ તેમ કરો તો, તે તમારા જીવનને ખૂબ અદ્ભુત અને સુંદર બનાવી દેશે કારણ હવે તમને સંતાપ ઊભો કરે એવું કશું રહ્યું જ નથી. તમે બસ એ જ કરો છો જે જરૂરી છે; જીવન કેટલું સરળ થઈ જાય. જ્યારે તમે તમારી જાતને આ રીતે સમર્પિત કરો છો, તમારે આધ્યાત્મિકતાનો માર્ગ અથવા આધ્યાત્મિકતા વિષે વિચારીને ચિંતા કરવાની રહેતી જ નથી. એ સચવાઈ જાય છે. તમારે એ બાબતમાં ખરેખર કશું કરવાનું રહેતું નથી.

લોકો એવું વિચારી શકે કે બ્રહ્મચારીને ઘણો ભોગ આપવો પડે છે અને તેને સામન્ય જીવન જીવવાની છૂટ હોતી નથી. પણ, એવું જરા પણ હોતું નથી. જો કોઈ માત્ર તેનાં કપડાથી બ્રહ્મચારી ગણાતો હોય, તો હા એ સાચું છે, જીવન યાતના રૂપ બની શકે. પણ જો કોઈ વ્યક્તિ સાચે જ દિવ્યતાના માર્ગે આગળ વધતી થાય, તો ક્ષુલ્લક દુન્યવી આનંદ તેને માટે સદંતર અર્થહીન બની જશે. તમે એક વખત તમારા હોવાનું આંતરિક સુખ અનુભવો, પછી દુન્યવી આનંદ સાવ અર્થહીન બની જાય છે.

દરેક વ્યક્તિએ બ્રહ્મચારી બનવું જોઈએ, જીવનશૈલીને  અનુલક્ષીને નહિ, પણ આંતરિક રીતે.

શું એનો અર્થ એવો છે કે દરેકે બ્રહ્મચારી બનવું જોઈએ? દરેક વ્યક્તિએ બ્રહ્મચારી બનવું જોઈએ, જરૂરી નથી કે જીવનશૈલીને અનુલક્ષીને, પણ આંતરિક રીતે. બધાએ દિવ્યતાનો માર્ગ અનુસરવો જોઈએ. બ્રહ્મચર્યનો એક માત્ર અર્થ માત્ર વીર્યસંગ્રહ એવો નથી. એ તો ઘણા પાસાઓ માનું માત્ર એક પાસુ છે જે બ્રહ્મચર્યમાં સહાયરૂપ થાય છે. બ્રહ્મચારીનો અર્થ છે તમે નિજાનંદમાં રહો. તમે પરિણીત હોવા છતાં બ્રહ્મચારી હોઈ શકો છો. એ શક્ય છે કારણ તમે તમારા પોતાના સ્વભાવમાં લીન છો, તમે તમારા પતિ કે પત્ની પાસેથી આનંદની માંગ નથી કરતા. તેમ જ હોવું જોઈએ. આ    ખી દુનિયાએ બ્રહ્મચારી હોવું જોઈએ, બધાની જ પ્રકૃતિ તેમના પોતાના સ્વભાવથી જ પ્રફુલ્લિત રહેવાની હોવી જોઈએ. જો બે વ્યક્તિ એક બીજાની સાથે આવે ત્યારે આનંદની વહેંચણી થવી જોઈએ, એક બીજા પાસેઆનંદ ચૂસી લેવાનું કામ નહિ.

ભવિષ્ય માટેનું એક રોકાણ

કોઈ એક ખાસ વ્યવસ્થા શા માટે પ્રસ્થાપિત કરવામાં આવી છે? જો કોઈ જીવનના અંત સમયે આત્મજ્ઞાન ઇચ્છી રહ્યું હોય તો તેને માટે તો બીજા ઘણા રસ્તાઓ છે. હું તમારી સાથે કોઇ ચોક્કસ તારીખ નક્કી કરી શકું છું તે દિવસ માટે! પણ જો કોઈ તેની શોધ જાતે કરવા માંગતું હોય, માત્ર શોધ નહિ, જો કોઈ તેને માટે એક ઉપયોગી માધ્યમ બનવા માંગતું હોય જેથી એ વસ્તુ બીજા લોકો માટે પણ શક્ય બને, તો બ્રહ્મચર્ય મહત્વપૂર્ણ બને છે. બ્રહ્મચારીઓ ભવિષ્ય માટેનું એક રોકાણ છે, જેના દ્વારા આધ્યાત્મિકતા તેની ખરી શુદ્ધતા સાથે સચવાય છે ને પેઢી દર પેઢી તેનું વહન કરી શકાય છે. થોડા, પણ સમર્પિત લોકોની જરૂર છે. તે લોકોને ખાસ પ્રકારે દીક્ષિત કરવામાં આવે છે જેથી તેમની ઊર્જા સાવ અલગ દિશામાં વાળી લેવામાં આવે છે. બધાએ તેમ કરવાની જરૂર નથી, અને ન તો અમે સૌનો તેને માટે સ્વીકાર કરીએ છીએ, કારણ તેની જરૂર નથી, અને ન તો સૌ કોઇ તેને માટે જરૂરી સાધના કરી શકે છે.

આપણે બધાએ કેરી ખાધી છે, પણ આપણામાંથી કેટલાએ કેરીના ઝાડ રોપ્યા, મોટા કર્યા અને પછી કેરી ખાધી?

આપણે બધાએ કેરી ખાધી છે, પણ આપણામાંથી કેટલાએ કેરીના ઝાડ રોપ્યા, મોટા કર્યા અને પછી કેરી ખાધી? મોટા ભાગના લોકોને કેરી એટલે ખાવા મળી કે કોઈ બીજાએ કેરીના ઝાડ રોપ્યા છે. દરેક સમાજમાં દર હજાર જણામાંથી દસ જણાએ કેરીના ઝાડ રોપવાની દરકાર કરવી જોઈએ. તે જ પ્રમાણે, થોડાક લોકોએ બ્રહ્મચર્યનો માર્ગ અપનાવવો જોઈએ. સમાજને એવા લોકોની જરૂર હોય છે કે જે પોતાની જાતને અન્યના ભલા માટે સમર્પિત કરવા તૈયાર હોય. જો એવા લોકો નહિ બચે જે અન્ય લોકોનું સારું કરવા વિચારે તો તે સમાજ ચોક્કસ જ વિનાશ તરફ આગળ વધશે. સમાજમાં અત્યારે આમ થયું છે. અહીં ઘણા ઓછા લોકો બચ્યા છે જે બીજાનાં ભલા માટે વિચારતા હોય.

બ્રહ્મચર્ય, એક રૉકેટ!

મૂળભૂત રીતે, માનવ શરીર એક ખાસ પ્રકારનું ઊર્જાતંત્ર છે. તમે તેને ઘણી રીતે ખુલ્લી મૂકી દઈને દુનિયામાં  અમુક રીતે વ્યવહાર કરી શકો અથવા તમે તેને એક બંધ સર્કિટ તરીકે રાખી શકો જેથી ઊર્જા સારી રીતે સંગઠિત થઈ શકે. રૉકેટ ઉપર જાય છે કારણ કે તે માત્ર એક દિશામાં વિસ્ફોટ કરે છે. માની લો, જો તે બધી દિશાઓમાં ફૂટે તો એ વધુ ઉપર જઈ નહિ શકે, તે જાતે અદૃશ્ય થઈ જશે. અથવા કોઈ ચોક્કસ દિશાને બદલે ગમે ત્યાં જઈને વિખેરાઈ જશે. અમે બ્રહ્મચારીને એ રીતે તૈયાર કરીએ છીએ કે તેની શક્તિનો વિસ્ફોટ ચોક્કસ દિશામાં થાય. જેની શક્તિનો વિસ્ફોટ નિર્ધારિત દિશામાં હોય છે તે સીધો ઉપર ઊઠે છે અને આ કાર્ય પ્રણાલી ઊભી કરવા પાછળ ખાસ હેતુ હોય છે.

આ એક હથિયાર છે જેના વડે તમે દુનિયામાં આધ્યાત્મિકતા રૂપી બૉમ્બ ફોડી શકો છો.

જ્યારે તમે એ પ્રમાણેની એક સંગઠિત શક્તિનાં તંત્ર રૂપે હોવ છો, તે એક શક્તિશાળી સાધન હોય છે. એ સાધનનો તમે ઘણી રીતે ઉપયોગ કરી શકો અને અન્ય લોકોની સહાયતા કરવા કામે લગાડી શકો છો. આ એક હથિયાર છે જેના વડે તમે દુનિયામાં આધ્યાત્મિક પ્રક્રિયા રૂપી બૉમ્બ ફોડી શકો છો.

સાધુઓ દરેક સંસ્કૃતિમાં થતા આવ્યા છે કારણ કે જ્યાં પણ ખરા અર્થમાં આત્મજ્ઞાનની પ્રક્રિયા હતી ત્યારે તેઓ હંમેશા તેમના જેવી સંગઠિત શક્તિ સાથે જોડાણ રાખવા ઈચ્છે છે કે જેથી એક સંપૂર્ણ સંકલિત તંત્ર જળવાયેલું રહે. કોઈ દુન્યવી વ્યવહાર ન રહે. તે પોતે જ પર્યાપ્ત રહે. તેવી પ્રક્રિયાઓની જરૂર ત્યારે પડે જ્યારે તમે દુનિયાને કોઈ ખાસ હેતુથી ઢંઢોળવા માંગતા હોવ અને અમુક ખાસ પ્રક્રિયા કરવા ઈચ્છતા હોવ કે પછી ખાસ ક્ષેત્રે પ્રવેશવા ઈચ્છતા હોવ. જો તમે અવકાશમાં ઉપગ્રહ મોકલવા ઈચ્છતા હોવ, તો તમને રૉકેટની જરૂર પડશે. તમને જો માત્ર હવામાં ઊડવું હોય તો વિમાન પૂરતું છે. ફરક તે જ છે. જ્યારે તમે કશુંક એવું કરવાની યોજના અને આયોજન કરતા હોવ કે જે અમુક મર્યાદાઓથી પર હોય ત્યારે બ્રહ્મચારીઓ જરૂરી બની જાય છે.

Editor’s Note: “Mystic’s Musings” includes more of Sadhguru’s insights on spirituality. Read the free sample or purchase the ebook.