બીજી ઉત્તરાયણ આવી. યોગીઓ માટે આ સમય પોતાના આધ્યાત્મિક પ્રયાસને નવી ઊંચાઇઓ આપવાનો શ્રેષ્ઠ સમય છે. આ સમય ઇશ્વરકૃપા મેળવવાનો શ્રેષ્ઠ સમય છે. પ્રાચીનકાળથી જ ઉત્તરાયણનો આ સમય એક નવી શરૂઆત માટે શ્રેષ્ઠ રહ્યો છે, જ્યારે સૂર્ય ઉત્તર દિશા તરફ પ્રયાણ કરે છે. મહાન જીવોએ પ્રયત્નપૂર્વક આ સમયે દેહત્યાગ કર્યાના ઉદાહરણો પણ આપણી સામે છે. દાખલા તરીકે ભિષ્મ પિતામહ. તેઓ ઉત્તરાયણની રાહમાં બાણશૈયા પર રહ્યા હતા. ઉત્તરાયણની પહેલી પૂર્ણિમાએ વીજીએ મહાસમાધિ મેળવી હતી.

સમ અર્થાત્ સમતુલ્ય. ધિ અર્થાત્ બુદ્ધિ અથવા જ્ઞાન. સમાધિ અર્થાત્ સમતુલ્ય જ્ઞાન. આ સમતુલ્ય જ્ઞાન એટલે સારા અને ખરાબ, ઊંચ અને નીચ, દુ:ખ અને આનંદ, દર્દ અને ખુશી વગેરેમાં ભેદ ન સમજવાની બુદ્ધિ. મહાસમાધિ એટલે શ્રેષ્ઠ સમતુલ્ય જ્ઞાન, સમતુલ્ય જ્ઞાનનું ઊંચામાં ઊંચું લેવલ. જેનો અર્થ થાય છે કે તમારી બુદ્ધિ તમામ બાહ્ય પરિબળોને છોડી દે છે.

હાલના તબક્કે તમારી બુદ્ધી બાહ્ય પરિબળોને આધારે કાર્યરત છે. કેમ કે તમે વાંચીને, સાંભળીને જ્ઞાન ભેગું કરો છો. આ માહિતીઓ તમારા મગજમાં રહે છે. જેથી તમે જ્ઞાની તરીકે ઓળખાવો છો. તમે તમારી યાદ શક્તિને તમારા જ્ઞાન તરીકે દર્શાવો છો. જે હકિકત નથી. એકવાર તમે તમારી યાદશક્તિને ઓળખી લો પછી સમાનતા અનુભવવી શક્ય નથી.

જો તમે તમારી યાદશક્તિ સાથે જોડાયેલા રહ્યા તો તમે તમારી એ સમાનતા નહીં ઓળખી શકો.

કારણ કે યાદશક્તિ બધું જ પૂર્વગ્રહની રીતે સંચિત કરે છે. મને આ માણસ ગમે છે, મને આ માણસ નથી ગમતો. આ સારો માણસ છે, આ ખરાબ છે, આ સાચું છે પેલું ખોટું છે. આ તમામ યાદશક્તિના પરિણામો છે. દરેક વસ્તુને કોઇકના કોઇક મથાળા હેઠળ મૂકી જ દેવાય છે. જેમ કે સારું કે ખરાબ, ગમતું કે અણગમતું, ઊંચું કે નીચું, દૈવી કે આસુરી.

જ્યાં સુધી તમે આ બધી વાતો યાદશક્તિની શાખાઓ દ્વારા ઓળખશો ત્યાં સુધી તમે બંધાયેલા રહેશો. સમતુલ્ય ખૂબ દૂરની વાત છે, સમાધિ સમતુલ્ય જ્ઞાન છે. એનો અર્થ છે કે તમારે તમારી બુદ્ધિને યાદશક્તિથી અલગ કરવી પડે. જો તમે બુદ્ધિ અને યાદશક્તિને એકબીજાથી અલગ કરશો, તો બુદ્ધિ થોડોક સમય સંઘર્ષ કરશે. પણ તમે એક ઉચિત સાધના કરશો ત્યારે અચાનક તમને જણાશે કે યાદશક્તિથી જે તમામ બાબતો તમે જોતા હતા, તેનો કોઇ અર્થ નથી. મુક્તિ એ સજીવ વસ્તુ છે.

દરેક વ્યક્તિ એમ કહે છે કે તેઓ મોક્ષ માટે ફરી રહ્યા છે. પણ મૂળ તો તેઓ બંધન તરફ જ આગળ વધતા હોય છે. દરેક જણ પોતાની જાતને કોઇ વ્યક્તિ કે વસ્તુ સાથે જોડવા ઇચ્છે છે. પુરુષ પોતાને સ્ત્રી સાથે જોડવા ઇચ્છે છે, સ્ત્રી પુરુષ સાથે જોડાવા ઇચ્છે છે. અથવા કોઇ ભગવાન, કોઇ પાર્ટી, કોઇ વિચારધારા, કોઇ ફિલસૂફી, કોઇ પદ્ધતિ કે પછી સ્વયં ઇશ્વર. મહત્વનું એ નથી કે તમે શેની સાથે પોતાને જોડવા ઇચ્છો છો, પણ મહત્વનું એ છે કે તમે કોઇ અર્થની શોધમાં પોતાને જોતરો છે.

જો તમે તમારી જાતને કોઇક એવી વસ્તુ સાથે જોડો છો, જે તમારી યાદશક્તિને ભૂંસી નાખે, તો તત્કાલિન હેતુ માટે એ જોડાણ સારું છે. આવું જોડાણ શરૂઆત માટે સારું છે. કેમ કે એ તમારી અને તમારા ભૂતકાળ વચ્ચે અંતર ઊભું કરશે. બ્રહ્મચારી અથવા સન્યાસીનો અર્થ જ એ થાય છે, કે તમારે તમારી જાતને યાદશક્તિથી અળગી કરીને સમતુલ્ય જ્ઞાન ઇચ્છવાનું છે.

તમારી પીડાના અંત તરીકે મહાસમાધિની ઝંખના ના કરો. મહાસમાધિની ઝંખના અર્થાત્ પોતાની જાતને એક અલગ પરિમાણથી જોવી.

જો તમે તમારી યાદશક્તિથી સતત જોડાયેલા રહેશો, તો તમે સમતુલ્યતાને ક્યારેય ઓળખી નહીં શકો. તમે વાહનના એક્સિલેટર પર પગ મૂકીને ઊભા રહો, અને ઇચ્છો કે વાહન અટકી જાય, તો એ નહીં અટકે. એની ગતિ તો વધતી જ રહેવાની. મહાસમાધિ એ ગિફ્ટ નથી. મહાસમાધિએ જીવન ટૂંકાવાનો રસ્તો નથી. કારણ કે તમે પીડાઇ રહ્યા છો,એટલે સફર દર્દનાક છે. અથવા તમે જ્યારે કેટલીક વસ્તુઓ કરવા સક્ષમ નથી, ત્યારે કંઇક તો તકલીફ આપનારું રહેશે જ. જીવન ટૂંકાવવાને આત્મઘાત કહેવાય, મહાસમાધિ નહીં.

મહાસમાધિને તમારી પીડાના અંત તરીકે ના ઝંખશો. મહાસમાધિની ઝંખના અર્થાત્ જીવનને બીજા પરિમાણથી જોવાનો પ્રયત્ન કરવો. એનો અર્થ છે કે ખૂબ જ ઊંડાણપૂર્વક જીવનના પ્રેમમાં પડવું. હવે તમે એના મૂળને ઓળખવાનો પ્રયત્ન કરવો જોઇએ. તમે જીવનનો અનુભવ ખૂબ ઊંડાણપૂર્વક કર્યો છે, હવે તમારે એના પરિમાણો વિશે જાણવું જોઇએ.

તે એટલે નથી મળતું કે તમને ઉત્સાહ છે. તે માત્ર એટલે જ મળે છે કેમ કે તમે તમારી યાદશક્તિથી છૂટા પડીને આજને આજની જેમ જીવો છો. નહીં કે અનેક અર્થ વિહિન ગઇકાલની જેમ. અમે તમને અત્યાર સુધી એ મેળવવાની પદ્ધતિઓ શીખવી છે. એક સરળ શંભવી મહામુદ્રા તમને ત્યાં પહોંચાડી શકે છે, જો તમે બીજી સ્થિતિઓને યોગ્ય રીતે સેટ કરી શકો છો, તો તમારે બીજા કસાયની જરૂર રહેતી નથી.

જો તમે શંભવીની શરૂઆત કરી હોય, તો અમે અગાઉ જણાવ્યું હતું એ મૂજબ તમારી આંતરીક ઇજનેરી સિસ્ટમને એક ઝટકો આપો. કેમકે જરૂરી માહોલ ગોઠવ્યા વિના તમે જ્યાં બંધાયેલા છો, તે બંધનો છોડ્યા વિના તમે તમારી નાવ ચલાવો તો દૃશ્યો ઋતુના કારણે બદલાશે, તમે ક્યાંક જઇ રહ્યા છો, એટલે નહીં બદલાય.

વસ્તુઓ બદલાઇ રહી છે એવું માનીને તમે પોતાને મૂર્ખ બનાવી શકો છો. પણ મૂળે તો કંઇ બદલાઇ રહ્યું નથી. યાદશક્તિની કોઇ શાખાને કારણે તમે કોઇક જગ્યા પર છો. આખી સંસ્કૃતિની વાત કરે છે. ‘હાય, આ કર્મો!’ અર્થાત્ તમે કાયમ આ યાદશક્તિનો થેલો ખેચ્યા કરો છો. જ્યારે તમારે તો મુક્ત થવું છે. જો હું કહું કે ચલો, તો તમે કહેશો કે, પણ મારો થેલો ? થેલો એ એકમાત્ર બંધન છે, એ સિવાય તમને બીજું કંઇ બાંધી નથી રહ્યું.

કર્મ એ એકમાત્ર બંધન છે પણ શું તમારે ગઇ કાલને છોડીને માત્ર આજમાં જ જીવવું છે. ના, તમારે તમારો ભૂતકાળ, તમારી ગઇકાલને સાથે લઇને જ ચાલવું છે. જો તમને તમારું સ્વાસ્થ્ય અને જવાની પાછા આપવામાં આવે તો પણ તમે એની એ જ ભૂલો ફરીથી કરશો. મને ખાતરી છે કે તમારામાંથી ઘણાં બધાં એ પોતાના જીવનસાથીને સાત જન્મ સાથે રહેવાનું પ્રોમિસ પણ કર્યું હશે.

તમે જે કરી શકો છો, એ તમે નહીં કરો, તો તમને કેવી રીતે મદદ કરીશ?

જનમ જનમ... આ ગીત તમને યાદ છે ને? જો એ સાચું હોય, તો એ ભયાનક છે, ને ખોટું હોય, તો નસીબ આપણાં. હું તમારા પર છોડું છું. તમે મહાસમાધિથી દર્દના લીધે પ્રેરિત નથી થતા, કારણકે તમને સંતોષ થયો છે, તમારે હવે જીવનને બીજા પરિમાણથી જોવું છે. હવે આ બહું થયું. ભૂતકાળમાં શું થયું એનાથી ફર્ક નથી પડતો. હજુ જો તમને કંઇક ડંખે છે, તો એ છે તમારો ભૂતકાળ જે તમે સતત વાગોળતા રહો છો.

યાદશક્તિનો એ થેલો મૂકીને નવી સવારમાં તમે ઊગો, સૂર્ય તાજગીસભર છે, હવા પણ ફ્રેશ છે, બધું જ નવું છે. માત્ર તેનો અનુભવ કરો. અને એ સિમ્પલ પ્રેક્ટિસ કર્યા કરો, પણ થોડાંક વધારે રસથી અને ભક્તિભાવપૂર્વક કરો. અને સમય જતાં તમે સુંદર રીતે આગળ વધી શકશો એ પ્રોમિસ છે મારું.

        પણ આ જીવનને એટલે ના છોડો કેમ કે એ પીડા આપે છે. જો તમે તમારા પીડાના અનુભવોને કારણે આ જીવન છોડશો, તો એ ઘણી રીતે ગુણાકાર પામીને પાછું આવશે. તમારી જાત સાથે આ ના કરો. તમે અહીં આ બધું વધારવા નથી આવ્યા, પણ એને નાબૂદ કરવા આવ્યા છો. જો તમે આ બધું જડમૂળથી નાબૂદ ના કરી શકો તો એને ઓછું કરવાનો પ્રયત્ન કરો.

        આ એ વસ્તુ છે, જે તમારે કરવી જ જોઇએ, પણ તમે નથી કરતાં, તો બીજું શું કરશો? જો તમે એ બધું જ કરો છો, જે તમે કરી શકો છો, અને છતાંય કેટલીક બાબતો તમારા હાથમાં નથી, કારણકે એ તમારા અનુભવોને કારણે, તમારી યાદશક્તિને કારણે શક્ય નથી. એ તમામ વસ્તુઓ હું તમારા માટે કરીશ એ મારી પ્રોમિસ છે.

Love & Grace