સદગુરૂ માનવ શરીર ઉપર સૂર્ય નમસ્કારની અસર વિષે જણાવે છે અને થોડી વાતો રજુ કરે છે જે તેના લાભને મહતમ કરી શકે.

સૂર્ય નમસ્કાર

સદગુરૂ : સામાન્ય રીતે લોકો સૂર્ય નમસ્કાર ને કસરત સમજે છે : જે તમારી પીઠ , તમારા સ્નાયુને મજબૂત બનાવે છે. હા, તે બધું તો કરે જ છે અને સાથે બીજું ઘણુ બધું પણ કરે છે. તે શારીરિક તંત્ર માટેની એક સંપૂર્ણ ક્રિયા છે.-કોઈપણ સાધન વગર કરી શકાય તેવી એક પરિપૂર્ણ કસરત છે. પણ આ બધાં કરતા તે લોકોને તેમના ફરજીયાત કાલચક્ર અને તેમની જીવન શૈલીની pattern થી વિરામ લેવા માટે ની શક્તિ પ્રદાન કરે છે.

સૂર્ય નમસ્કાર : શરીર ને માધ્યમ(stepping stone) બનાવનાર

સૂર્ય નમસ્કાર એટલે સવારમાં સૂર્યને નમન કરવા. સૂર્ય આ ગ્રહનો જીવન સ્રોત છે. તમે જે કઈ ખાવ છો, પીવો છો અને શ્વાસમાં લો છો તે બધામાં સૂર્યનું તત્વ રહેલું છે..જો તમે સૂર્યને વધુ સારી રીતે “પાચન” કરતા અને તેને આંતરીક બનાવતા શીખી જાવ અને તેને તમારા તંત્રનો ભાગ બનાવો તો જ તમને આ પ્રક્રિયાનો લાભ થશે.

આ ભૌતિક શરીર વધુ ઉચ્ચ શક્યતાઓ માટેનો stepping stone છે. પણ મોટા ભાગના લોકો માટે તે માર્ગ અવરોધક તરીકે કાર્ય કરે છે. શરીરનો અનિવાર્ય આવેગ તેમને આગળ વધવા દેતો નથી. અંતસ્થ હોવાને લીધે સૌરચક્ર સાથે સમરુપતા રાખવી એ એક સમતોલન અને સ્વીકૃતિનો મહત્વ નો ભાગ છે. એટલે કે શરીરને એવા સ્થાને લઇ જવું કે જ્યાં તે અવરોધક બની ના રહે .


 

સૂર્ય નમસ્કાર : સૌર ચક્ર સાથે સમરુપતા

શારીરિક તંત્ર માટે આ એક સંપૂર્ણ અભ્યાસ છે – કોઈ પણ સાધન વગર એક સર્વવ્યાપક કસરત.

અંગ્રેજી માં sun salutation તરીકે ઓળખાતા સૂર્ય નમસ્કાર તમારી ભીતર પરિવર્તન સર્જવા માટે જરુરી છે તમારી ભીતર તમાંરું શારીરિકચક્ર સૌરચક્ર સાથે સમરૂપ હોય. આ સૌરચક્ર સવા બાર વર્ષ સુધી ચાલે છે. તેમાં બાર આસનો કે બાર અંગભંગીઓ અકસ્માતે નહિ પણ ઈરાદાપૂર્વક મુકવામાં આવ્યા છે. જો તમારું તંત્ર કંપન અને તૈયારીના ચોક્કસ સ્તર સુધી હોય તો અને સ્વીકૃતિ માટે સારી સ્થિતિમાં હોય તો તમારું ચક્ર સૌરચક્ર સાથે સમરૂપ થશે.

યુવા મહિલાઓને એ લાભ છે કે તેઓ પણ ચંદ્ર ચક્ર સાથે સમરૂપ છે, તમારું શરીર બંને સૌરચક્ર અને ચંદ્રચક્ર સાથે જોડાયેલું છે એ એક ઉત્તમ શક્યતા છે. કુદરતે આ લાભ સ્ત્રી ને આપ્યો છે કારણકે તેને માનવજાતીનો પ્રસાર કરવાની વધારાની જવાબદારી સોપવામાં આવી છે. તેથી તેને વધારાનો લાભ અપાયો છે. પણ ઘણા લોકો વધારાની ઉર્જા કઈ રીતે સાચવવી તે જાણતા નથી. આ ઉર્જા તે સંબંધ દ્વારા ઉત્પન્ન કરાય છે. અને તેથી તેઓ તેને શાપ અને એક પ્રકારના ગાંડપણ તરીકે જુએ છે. જે lunar શબ્દથી પ્રમાણભૂત થાય છે. Lunar શબ્દ loony (ગાંડીયો)માં તબદીલ થાય છે.


 

ચક્રિયથી આગળ વધવા માટે ચક્રનો ઉપયોગ

સૌથી ઓછા દિવસનું ચક્ર ચંદ્ર ચક્ર (૨૮દિવસનું એક ચક્ર) અને સૌર ચક્ર(૧૨ વર્ષથી વધુ) વચ્ચે બીજા ઘણા પ્રકારના ચક્ર છે.cyclical શબ્દ પુનરાવૃતિ સુચવે છે. પુનરાવર્તન એટલે કોઈક રીતે ફરજીયાત. ફરજીયાતપણું એટલે ચેતના માટે ઉપકારક નથી . જો તમે આગ્રહી હોવ તો તમે જોશો કે સ્થિતિ, અનુભવો , વિચારો અને લાગણીઓ ચક્રિય હશે. આ તમામ છ કે અઢાર મહિના, કે ત્રણ કે છ વર્ષની અંદર એકવાર તમારી પાસે પાછા આવશે. જો તમે ભૂતકાળમાં નજર કરશો તો તમે આની નોધ લેશો. જો તેઓ બાર વર્ષના સમયગાળામાં એકવાર આવે તો તેનો અર્થ એ થયો કે તમારી સિસ્ટમ અથવા તંત્ર સ્વીકૃતિ અને સમતોલનની સ્થિતિમાં છે. સૂર્ય નમસ્કાર આવું થવા દેવા માટેની મહત્વની પ્રક્રિયા છે. સાધના એ ચક્રને તોડવા માટે હોય છે જેથી વધુ કોઈ ફરજીયાતપણું ના હોય. અને ચેતના માટે તમારી પાસે યોગ્ય પ્રકાર નો આધાર હોય.

આ ભૌતિક શરીર વધુ ઉચ્ચ શક્યતા ઓ માટે નો stepping stone છે. પણ મોટા ભાગ ના લોકો માટે તે માર્ગ અવરોધક તરીકે કાર્ય કરે છે.

જેને આપણે પરંપરાગત રીતે samsara તરીકે ઓળખીએ છીએ. ચક્રિય હલન ચલન અથવા તંત્ર તી પુનરાવર્તિત પ્રકૃતિ જીવનનિર્માણ માટે ની જરૂરી સ્થિરતા છે. જો આ બધું અસ્તવ્યસ્ત હોત તો , સ્થાયી જીવન નિર્માણ મશીન રાખવું શક્ય બનત નહિ. તેથી સૌર તંત્ર અને વ્યક્તિ માટે, ચક્રિય પ્રકૃતિ એ જીવન ની સ્થિરતા અને દ્રઢતા છે. પણ માનવ ઉત્ક્રાંતિ ના જે સ્તરે પહોચ્યો છે તે સ્તરે જીવન એકવાર પહોચે , ત્યારે માત્ર સ્થિરતા માટે જ નહિ પણ શ્રેષ્ટતા માટે પણ ઈચ્છા રાખવી એ સ્વાભાવિક છે. હવે સ્થિર શારીરિક અસ્તિત્વ ના આધાર એવા ચક્રિય માં ફસાયેલા રહવું કે પછી શારીરિક સ્વસ્થતા માટે આં ચક્ર નો ઉપયોગ કરવો અને ચક્રિય થી પણ આગળ વધવું એ હવે વ્યક્તિ પર નિર્ભર છે. 

સૂર્ય નમસ્કારનો મહત્ત્તમ લાભ લેવો

હઠ યોગથી એવા પ્રકારનું શરીર બનાવી શકાય કે જે તમારા જીવનમાં અવરોધક ના બને. પણ તમારી અંતિમ શક્યતાઓ સાકાર કરવા તરફનો સ્ટેપીંગ સ્ટોન બને. તમારા શરીરને તૈયાર્ કરવા માટે અને તમારા મહાવરામાંથી મહત્તમ ફળ મેળવવા માટે તમે થોડી સહેલી બાબતો કરી શકો છો. 

  • કોષિય રચના ને ચાર્જ કરવા માટે ઠંડા પાણીમાં સ્નાન કરો

તમારો મહાવરો શરુ કરો તે પેહલા રૂમના તાપમાન કરતા થોડા વધુ ઠંડા પાણીમાં સ્નાન કરો. જો રૂમના તાપમાન કરતા વધુ ઠંડુ પાણી તમારા શરીર પર પડશે તો ચામડી ઉપરના કોશો સંકોચાશે અને આંતર કોશિય જગ્યા વિસ્તૃત થશે. જો તમે ગરમ કે હુંફાળું પાણી વાપરશો તો કોશ ના છિદ્રો ખુલશે અને પાણી ને શોષી લેશે. જે ઇછ્છ્નીય નથી. યોગ નો મહાવરો કરવા માટે કોશો સંકોચાય અને આંતર્કોશીય જગ્યા ખુલે તે મહત્વનું છે કારણકે આપણે ઇછ્છીએ છીએ કે શરીરનું કોશિય માળખું વિવિધ ઉર્જાના પરિમાણો થી ચાર્જ થાય. જો કોશો સંકોચાય અને વચ્ચે જગ્યા આપે તો યોગનો અભ્યાસ કોશિય માળખાને ચાર્જ કરશે.

શા માટે કેટલાક લોકો બીજા લોકો કરતા જીવંત દેખાય છે કારણકે તેમના શરીરની અંદરના અવયવો વધુ ચાર્જ્ડ હોય છે. જ્યાંરે તે ઉર્જાથી ચાર્જ્ડ હોય છે ત્યારે તે લાંબા સમય સુધી યુવાન બની રહશે. હઠ યોગ આ કરવા માટેનો રસ્તો છે. દક્ષીણ ભારતમાં નળનું પાણી રૂમના તાપમાન કરતા થોડું વધુ ઠંડુ હોય છે. જો તમે સમશીતોષ્ણ હવામાનમાં હોવ તો નળનું પાણી કદાચ વધુ પડતું ઠંડું હોય. રૂમના તાપમાન કરતા ત્રણ થી પાંચ ડીગ્રી નીચુ તાપમાન આદર્શ કેહવાય. રૂમના તાપમાન કરતા દશ ડીગ્રી સેન્ટીગ્રેડ એ સ્વીકાર્ય છે. પણ આના કરતા વધુ ઠંડુ પાણી ના હોવું જોઈએ.


 

  • ઉર્જા જાળવી રાખવા માટે પરસેવો ચામડી પર ઘસો

જો તમે સુર્ય નમસ્કાર કે આસન કે સૂર્ય ક્રિયા કરતા હોવ અને પરસેવો થાય તો ટોવેલથી લુંછી ના નાખશો.તેને હમેશા ઘસી નાખો. જો તમે પરસેવો લુંછી નાખશો તો યોગ અભ્યાસથી ઉત્પન્ન થયેલી ઉર્જા ને ખતમ કરી નાખશો. પાણીમાં સ્મૃતિ અને ઉર્જાને લઇ જવાની ક્ષમતા હોય છે. તેથી તમારે યોગ અભ્યાસ દરમ્યાન પરસેવો લુંછવો ના જોઈએ, પાણી પીવું ના જોઈએ કે બાથરૂમ ના જવું જોઈએ સિવાય કે આવશ્યકતા હોય.

અને યોગ કાર્ય કર્યા પછી શાવર લેતા પેહલા ઓછામાં ઓછો દોઢ કલાક રાહ જુવો. ત્રણ કલાક રાહ જુઓ એ વધુ સારું . પરસેવાથી નિતરવું અને બે –ત્રણ કલાક સુધી શાવર ના લેવો એ દુર્ગંધનું કારણ છે એટલે ત્યાં સુધી બીજાથી દૂર રહો!

  • યોગ્ય માત્રામાં પાણી પીવાનું શીખો

યોગ કાર્ય કર્યા પછી નહાતા પહેલા ઓછામાં ઓછો દોઢ કલાક રાહ જુવો શરીર ને જેટલું જરૂરી હોય તેટલૂ પાણી પીતા શીખો. જો તમે રણમાં ના હોવ અને તમને ડીહાયડ્રેટ કરે તેવી ટેવ—જેવી કે કેફીન કે નિકોટીન લેવાની - ન હોય તો સતત પાણીના લેવાની જરૂર નથી. લગભગ ૭૦ ટકા શરીર પાણી છે .શરીર તેની સંભાળ લેવાનું જાણે છે. જો તમે તમારી તરસ મુજબ અને ઉપરાંત ૧૦ ટકા વધારાનું પાણી પીવો એ પુરતું રહશે. ઉદાહરણ તરીકે . જો તમારી તરસ બે ઘૂંટડા પીધા પછી છીપાઈ જાય તો ૧૦ ટકા વધુ પાણી પીવો. જે તમારા શરીરની પાણીની જરૂરીયાતનો ખ્યાલ રાખશે. જો તમે તડકામાં બહાર હોવ અથવા પર્વત પર ટ્રેકિંગ કરતા હોવ અને ખુબ પરસેવો થાય અને ઝડપથી પાણી ગુમાવતા હોવ તો તમારે વધુ પાણી પીવાની જરૂર છે. છત નીચે યોગ કરતા હોવ ત્યારે નહીં..

મેં પહેલા કહ્યું તેમ પરસેવાને શક્ય તેટલો ઘસો પણ આ કાયમ કરવાની જરૂર નથી. પરસેવાના ટીપા પડી શકે છે પણ ટોવેલ નો ઉપયોગ ના કરો. ટોવેલ પાછો મૂકી દો કેમકે આપણે ઉર્જા ગુમાવવા માંગતા નથી. આપણે ઉર્જાને વધારવા માંગીએ છીએ.

સૂર્ય નમસ્કાર થી સૂર્ય ક્રિયા સુધી

https://www.youtube.com/watch?v=px4msI1c4Ps

 સૂર્ય નમસ્કાર ના અભ્યાસ વડે જો કોઈ વ્યક્તિ ચોક્કસ સ્તર ની સ્થિરતા અને સિસ્ટમ ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કરે તો તેને વધુ શક્તિશાળી અને આદ્યાત્મિક મહત્વ ધરાવતી ક્રિયા સૂર્ય ક્રિયા નો પરિચય કરાવી શકાય. સૂર્ય ક્રિયા એ મૂળભૂત પ્રક્રીયા છે. સૂર્ય નમસ્કાર એ સૂર્યક્રિયા ની જેવી જ છે પણ થોડી અલગ છે. અને સૂર્ય શક્તિ તરીકે ઓળખાતી બીજી એક ક્રિયા પણ છે જે બહુ અલગ છે. જો તમારે મજબુત બાંધો બનાવવો હોય અને શારીરિક રીતે મજબુત બનવું હોય તો સૂર્ય શક્તિ ક્રિયા કરો. જો તમારે શારીરિક રીતે ચુસ્ત બનવું હોય અને તેમાં આદ્યાત્મિક તત્વ પણ લાવવું હોય તો સૂર્ય નમસ્કાર કરો. પણ જો વધુ આદ્યાત્મિક પ્રક્રિયા ઇચ્છતા હોવ તો સૂર્ય ક્રિયા કરો.

તંત્રી નોધ:- ઈશા હઠ યોગ ક્લાસિકલ યોગને તેના સંપૂર્ણ જાણકારી અને પરિણામલક્ષી રીતે ઓફર કરે છે. ઓફેર કરેલા પ્રોગ્રામ માટે તમારી નજીકના શિક્ષકનો સંપર્ક કરો,   www.ishahathayoga.com  info@ishahatayoga.com