શિવ કોણ છે?ભારતીય આધ્યાત્મિક સંસ્કૃતિના આ સૌથી મહત્વપૂર્ણ દેવ,મહાદેવ શિવના વિશે ઘણી ગાથાઓ અને દંતકથાઓ સાંભળવા મળે છે. શુ તે ભગવાન છે?કે  તે હિન્દૂ સંસ્કૃતિની કલ્પના છે?કે પછી શિવનો કોઇ વ્યાપક અર્થ છે,જે ફક્ત તેમની માટે જ ઉપલબ્ધ છે જે સત્યના શોધક છે.

 

સદગુરુઃ જ્યારે આપણે “શિવ” કહીએ છીએ ત્યારે આપણો ઇશારો બે મૂળભૂત બાબતો પર હોય છે. “શિવ”નો શબ્દશઃ મતલબ થાય છે-“જે નથી તે.”આજના આધુનિક વિજ્ઞાને સાબિત કર્યુ છે  કે આ સૃષ્ટીની દરેક વસ્તુ શૂન્યમાંથી આવે છે અને પાછી શૂન્યતામાં વિલીન થઇ જાય છે.આ અસ્તિત્વનો મૂળ આધાર અને સંપૂર્ણ બ્રહ્માંડનો મૌલિક ગુણ જ વિશાળ ખાલીપણુ છે. જેમાં રહેલી આકાશગંગાઓ માત્ર નાની-મોટી પ્રવૃત્તિઓ છે,જે કોઇ સ્પ્રે જેવી છે. એ સિવાય બધે જ ખાલીપણુ છે,જેને શિવના નામે ઓળખવામાં આવે છે. એ શિવનું જ ગર્ભ છે જેમાંથી બધાનો જન્મ થાય છે,તે જ એવા આનામી છે,જેમાં બધુ જ ફરીથી સમાઇ જાય છે.બધુ જ શિવમાંથી આવે છે,અને ફરી પાછુ શિવમાં જ સમાઇ જાય છે.

શિવને અસ્તિત્વ તરીકે નહિ પરંતુ “અસ્તિત્વહીન” કહેવામાં આવે છે. જો બીજી રીતે કહીએ તો, જ્યારે આપણે શિવ કહિએ છીએ,ત્યારે આપણે એક વિશેષ યોગીની વાત કરી રહ્યા હોઇએ છીએ,તે જેઓ આદિયોગી અથવા પહેલા યોગી છે, અને જેઓ આદિગુરુ અથવા પહેલા ગુરુ પણ છે.

શિવને અસ્તિત્વ તરીકે નહિ પરંતુ “અસ્તિત્વહીન” કહેવામાં આવે છે.તેઓને પ્રકાશ નહિ પરંતુ અંધકાર સમાન ગણવામાં આવે છે.માનવતા હંમેશા આ પ્રકાશના ગુણગાન ગાય છે, કારણકે તેઓની આંખો ફક્ત પ્રકાશમાં કામ કરે છે.,નહિં તો ફક્ત એક વસ્તુ જે હંમેશા હોય, તે અંધકાર છે. પ્રકાશનું અસ્તિત્વ મર્યાદિત છે, કારણ કે પ્રકાશનો કોઇ પણ સ્ત્રોત, તે પછી એક બલ્બ હોય કે પછી સૂર્ય, એક સમયે પ્રકાશ આપવાનું બંધ  કરી દે છે. પ્રકાશ શાશ્વત નથી. આ એક મર્યાદિત સંભાવના છે, કારણ કે આની શરુઆત થઇ છે તો અંત પણ નિશ્ચિત છે. અંધકાર પ્રકાશથી ખૂબ મોટી સંભાવના છે. અંધકારમાં કોઇ વસ્તુને  પ્રકાશ માટે બળવાની જરુર નથી,અંધારુ હંમેશા રહે છે,અંધકાર શાશ્વત છે.અંધકાર બધી જ જગ્યાએ છેતે એકમાત્ર એવી વસ્તુ છે જે બધે જ રહેલુ છે.

પણ જો હુ કહુ –“દિવ્ય અંધકાર” તો લોકો વિચારશે કે હું શેતાનનો ભક્ત છું. ખરેખર, પશ્ચિમમાં અમુક સ્થાનો પર તેવો પ્રચાર કરવામાં આવે છે કે શિવ રાક્ષસ છે. પણ જો તમેં આને એક સિધ્ધાંત મુજબ જોશો તો તમને સમગ્ર વિશ્વમાં સૃષ્ટીની આખી પ્રક્રિયામાં આનાથી સ્પષ્ટ સિ ધ્ધાંત બીજે કયાંય નહિ મળે. હું આ બાબતે શિવ શબ્દ બોલ્યા વિના, દૂનિયાભરના વૈજ્ઞાનિકો  સાથે વાતચીત કરતો રહ્યો છું. તેઓ આશ્ચર્યચકિત થઇ જાય છે,કે ખરેખર આવું છે? આ બધી બાબતો ખબર હતી? ક્યારે? આપણને આ હજારો વર્ષોથી ખબર છે.ભારતનો દરેક સામાન્ય વ્યક્તિ આ વાતોને જાણે-અજાણે જાણતો હોય છે. તેઓ આના વિશે વાતો કરતા હોય છે, પરંતુ તેઓ તેની પાછળના વિજ્ઞાનથી પણ અજાણ હોય છે.


 

પ્રથમ યોગી

જો બીજી રીતે કહીએ તો, જ્યારે આપણે શિવ કહિએ છીએ,ત્યારે આપણે એક વિશેષ યોગીની વાત કરી રહ્યા હોઇએ છીએ,તે જેઓ આદિયોગી અથવા પહેલા યોગી છે, અને જેઓ આદિગુરુ અથવા પહેલા ગુરુ પણ છે. આજે આપણે જેને યોગીક વિજ્ઞાનના સ્વરુપે ઓળખીયે છીએ, તેના જનક શિવ છે. યોગનો અર્થ પોતાના માથા ઉપર ઊભુ રહેવુ કે શ્વાસને રોકી રાખવો નથી. યોગ, આ જીવનની મૂળભૂત રચનાને જાણવાનો અને તેને તેની અંતિમ સંભાવનાઓ સુધી પહોંચાડવાની વૈજ્ઞાનિક ટેકનીક છે.

કાંતિ સરોવર પર સદગુરુ

યોગ વિજ્ઞાનનો પહેલો સંચાર કેદારનાથથી થોડા અંતરે આવેલ બર્ફીલા તળાવ ક્રાંતિ સરોવરના કિનારે થયો. જ્યાં આદિયોગીએ,આ બધી આંતરિક ટેકનીકોનું વિગતવાર વર્ણન તેઓના પ્રથમ સાત શિષ્યોને આપવાનું શરુ કર્યુ. આ સાત ઋષિ આજે સપ્તર્ષિના નામે આળખાય છે. આ બધા જ ધર્મોના આવતા પહેલા બન્યુ હતુ. લોકો દ્વારા માનવતાને ખૂબ ખરાબ રીતે વિભાજિત કરવાની યોજનાઓ તૈયાર થતા પહેલા, માનવ ચેતનાઓને ઊંચાઇ ઉપર લઇ જવાના સૌથી શક્તિશાળી સાધનો મેળવ્યા અને બધે જ ફેલાવી દેવામાં આવ્યા હતા. આજે માનવતા જે રીતે વિભાજિત છે,તે રીતે તેને ફરીથી એક કરવું લગભગ અશક્ય લાગે છે.

શિવ-એક જ શબ્દના બે અર્થ

તો શિવ એટલે “તે કે જે નથી” અને આદિયોગી બંન્ને તરફ ધ્યાન દોરે છે,કારણ કે બહુ બધી રીતે આ બંન્ને સમાનાર્થી છે. આ જીવ, જે યોગી છે અને તે શુન્યતા,જે સૃષ્ટીનું મૂળ છે, બંન્ને એક જ છે. કારણ કે કોઇને યોગી કહેવાનો અર્થ છે કે તેણે અનુભવી લીધુ છે કે સૃષ્ટી તે પોતે જ છે. જો તમારે આ સૃષ્ટીને એક ક્ષણ પણ પોતાની અંદર સમાવવી હોય, તો તમારે પહેલા તે શૂન્યતા પ્રાપ્ત કરવી પડશે. ફક્ત શુન્યતા જ પોતાની અંદર સર્વસ્વ સમાવી શકે છે. જે શુન્ય નથી,તે બધુ જ પોતાની અંદર સમાવી શકતો નથી. એક વાસણમાં સમુદ્ર સમાઇ શકતો નથી. આ ગ્રહ સમુદ્રને સમાવી શકે છે, પણ સૌર મંડળને સમાવી શકતો નથી. સૌર સિસ્ટમથી ગ્રહો અને સૂર્યને સમાવી શકાય છે, પણ બાકીની આકાશગંગાને સમાવી શકાતી નથી. જો તમે આ રીતે એક-એક પગલાં આગળ વધ્યા, તો અંતે તમને અનુભવાશે કે માત્ર શુન્યતા જ દરેક વસ્તુને પોતાની અંદર સમાવી શકે છે. યોગ શબ્દનો અર્થ છે મિલન.યોગી તે છે જેણે આ મિલનની અનુભૂતિ કરી લીધી છે. તેનો મતલબ કે, ઓછામાં ઓછી એક ક્ષણ માટે, તે પૂરેપુરી શુન્યાતાએ પહોંચ્યા છે.

શિવ શબ્દના બે અર્થ-યોગી શિવ અને શૂન્યતા-એક પ્રકારના સમાનાર્થી છે,તે છતાં તે બંન્ને ભિન્ન પાસાઓ છે.કારણ કે ભારતની સંસ્કૃતિ દ્વંદ્વથી ભરપુર છે, જેથી આપણે એક પાસામાંથી બીજા પાસામાં આવતા-જતા રહિએ છીએ. એક ક્ષણે આપણે પરમ તત્ત્વ શિવની વાત કરીએ છીએ,તો બીજી જ ક્ષણે આપણે તે યોગી શિવની વાત કરવા લાગીએ છીએ, જેણે આપણને યોગ ભેટમાં આપ્યુ.

શિવ કોણ નથી!

આ અફસોસની વાત છે કે ભારતમાં મોટાભાગના લોકોને શિવનો પરિચય જાણીતા કેંલેન્ડરોના માધ્યમથી જ થયો છે, જેમાં તેઓને ભરચક ગાલ વાળા ભૂખરા રંગના વ્યક્તિના સ્વરુપમાં બતાવવામાં આવ્યા છે. તેનું કારણ એ છે કે કેલેંન્ડરોમાં કલાકારોને આ ચહેરાથી કંઇ અલગ સુઝ્યુ જ નથી. જો તમે કૃષ્ણ બનાવવાનું કહેશો, તો કલાકાર તેના હાથમાં એક વાંસળી પકડાવી દેશે. રામ બનાવવા કહેશો, તો તેના હાથમાં ધનુષ આપી દેશે. અને જો તમે શિવ બનાવવા કહેશો તો માથા ઉપર બસ એક ચાંદ મુકી દેશે, એટલે કામ થઇ ગયુ!

જ્યારે પણ હું આવા કેલેંન્ડરને જોવું છું, હું વિચારુ છુ કે હું ક્યારેય કોઇ ચિત્રકારની સામે બેસીશ નહીં. ફોટામાં કોઇ મુશ્કેલી નથી કારણ કે ફોટામાં તમે જેવા છો તેવી જ તસ્વીર આવી જાય છે. જો તમે શેતાન જેવા દેખાવ છો, તો ફોટામાં પણ તમે તેવા જ લાગશો. પણ શિવ જેવા એક યોગીના ગાલ આટલા ભરાવદાર કેવી રીતે હોઇ શકે? જો તમે તેમને બહુ પાતળા દેખાડતા તો બરાબર રહેતુ, પણ એક ભરાવદાર ગાલવાળા  શિવ આવુ કેવી રીતે હોઇ શકે છે?

યોગિક પરંપરામાં શિવને ભગવાનના સ્વરુપે જોવામાં આવતા નથી. તેઓ એક એવા જીવ હતા, જેમના પગલા આ ધરતી પર પડ્યા અને જે હિમાલય ક્ષેત્રમાં રહ્યા. યોગિક પરંપરાઓના સ્ત્રોતના સ્વરુપમાં, માનવ ચેતનાના વિકાસમાં તેઓનું એટલું વિશાળ યોગદાન છે કે જેને નજરઅંદાજ કરી શકાય નહીં. હજારો વર્ષો પહેલા, તેવી દરેક પધ્ધતિની શોધખોળ કરી દેવાઇ હતી, જેનાથી માનવ તંત્રને શ્રેષ્ઠ રીતે રૂપાંતરિત કરી શકાય. આની જટીલતા અવિશ્વસનીય છે. આ અંગે વિચાર કરજો કે, તે સમયે શું લોકો આટલા અઘરા કામ કરી શકતા હતા? કોઇ ધ્યાન પર નથી લેતું,કારણ કે યોગ કોઇ વિચાર પ્રક્રિયા કે સભ્યતાની ઊપજ નથી. યોગ આંતરીક બોધથી આવ્યું છે. તેમની આસપાસ શું થઇ રહ્યુ છે, તેનાથી કોઇ જ ફેર પડતો નથી. યોગ તેઓની અંદરથી બહાર નીકળવાવાળાઓનો એક પ્રવાહ હતો. તેઓએ ખૂબ વિસ્તારપૂર્વક આપણાને કહ્યુ કે, માનવતંત્રના દરેક બિંદુનો અર્થ શુ છે અને તેમાં સંતાયેલી સંભવનાઓ શું છે. જે પણ કહિ શકાતુ હતુ, તે બધુ જ તેઓએ ખૂબ સુંદર અને કુશળ રીતે જણાવ્યુ, જેથી તમે આજે પણ તેઓ દ્વારા કહેવામાં આવેલી કોઇ પણ બાબતને બદલી શકતા નથી. તમે સમગ્ર જીવન તેનો અર્થ શોધવામાં પસાર કરી શકો છો.

શિવ શક્તિના તીર્થ સ્થાન – ૮ – ૧૨ મી સદી

આ દેશમાં પ્રાચીન સમયમાં શિવ સિવાય અન્ય કોઈના પણ મંદિરો નહોતા બનતા. છેલ્લા ૧૦૦૦ વર્ષોથી અન્ય મંદિરો બનાવવામાં આવ્યા છે. શબ્દશ: “શિવ” નો અર્થ થાય છે “ જે નથી તે”. એટલે મંદિર પણ જે બનાવવામાં આવ્યું છે તે “ જે નથી તે” તેનું જ છે. “ જે છે” એ ભૌતિક રીતે સ્પષ્ટ“ છે, “જે નથી તે” એ ભૌતિકતા થી પર છે. મંદિર એક એવું બખોલ છે જ્યાંથી તમે એવી જગ્યામાં પ્રવેશો છો જે છે જ નહિ.ભારત દેશમાં શિવના તેવા હજારો મંદિર છે, અને મોટાભાગના તેમાંથી કોઈ નિશ્ચિત માળખામાં નથી. તેમાં પ્રતિક રૂપે લિંગ હોય છે..

 

ડાઉનલોડ કરી શકાય તેવો નકશો અહી રજુ કર્યો છે.
shivashakti-lores


Editor's Note: તંત્રી નોધ : સદગુરુની ઈ બૂક ડાઉનલોડ કરો, Shiva – Ultimate Outlaw. આ પુસ્તક સુંદર ગ્રાફિક્સ અને સદગુરુ જોડેથી જાણવા જેવી વાતો છે જેમાં શિવની અજાણી વાતો નું રહસ્ય ખોલવામાં આવે છે. શિવને આ પહેલા જે રીતે રજુ ના કાર્ય હોય તે રીતે.