લક્ષ્મી મંચુ: નમસ્કારમ સદ્ગુરુ. મને એક સવાલ છે. આપણા માતા- પિતા સાથે આપણા સંબંધો શું આપણા જીવનની દિશા નક્કી કરે છે? જો હા, તો તેને ગહન બનવાની સૌથી ઉતમ રીત કઈ છે?

સદગુરુ: નમસ્કારમ લક્ષ્મી, તો, યોગિક વિજ્ઞાનમાં આપણે જીવનને જે રીતે જોઈએ છીએ, આપણે માનવ જીવનને એક આખા ચક્રના રૂપમાં જોઈએ છીએ, જો વ્યક્તિ ચોર્યાસી વર્ષ સુધી જીવિત રહે. જીવનના આ ચક્રોમાં, જેમાં ચંદ્રના એક હાજર થી થોડા વધુ ચક્રો હોય છે, પહેલો ચતુર્થ ભાગ ઉર્જાની દ્રષ્ટીએ મા-બાપ નો આપણી ઉપર પ્રભાવ હોય છે. કર્મોની વાત કરીએ તો, ફકત એકવીસ વર્ષની ઉમર સુધી જ માતા પિતા આપણને પ્રભાવિત કરી શકે છે. તેના પછી આપણે એમનાથી પ્રભાવિત ન થવું જોઈએ. પરંતુ તેમણે આપણી માટે જે કંઈ પણ કર્યું છે, પહેલા તો તેઓ આપણને આ દુનિયામાં લઈને આવ્યા. અને આપણા પ્રત્યે પ્રેમ અને લગાવના કારણે તેઓએ હજુ ઘણી વસ્તુઓ કરી. આપણે આભારની ભાવનામાં જીવી શકીએ છીએ.

એકવીસ વર્ષની ઉમર પછી, તમારે તમારા વંશના માળખાથી પ્રભાવિત ન થવું જોઈએ, કારણકે મહત્વની વસ્તુ એ છે કે આ એક નવ જીવન છે. આને એ જ વસ્તુઓનું પુનરાવર્તન ન કરવું જોઈએ જે પાછલી પેઢીએ કરી હતી.

તો, વધુમાં વધુ એકવીસ વર્ષની ઉમર સુધી એક  કાર્મિક અસર હોય છે, જે ચોક્કસપણે દરેકને અસર કરે છે. પરંતુ એકવીસ વર્ષની ઉમર પછી એવી કોઈ વસ્તુ નથી રહેતી. આ બધી રીતે માનસિક નિર્ભરતા અથવા માતા-પિતા પર આર્થિક અને સામાજિક નિર્ભરતા હોય છે, મોટાભાગના લોકો માટે. મૂળરૂપે એકવીસની ઉમર માં આ બંધન તૂટી જાય છે. પરંતુ તેના પછી આ સંબંધોનું, પ્રેમનું અને આભારનું બંધન હોય છે. આ વસ્તુઓ હંમેશા રહી શકે છે. તો, આપણે એકવીસની ઉમર પછી માતા પિતા દ્વારા પોષણની શોધ ન કરવી જોઈએ. આપણે બસ આભારની ભાવના સાથે જીવી શકીએ છીએ.

સંપાદક તરફથી નોટ:- ભલે તમે એક વિવાદસ્પદ પ્રશ્ન થી હેરાન થઈ રહ્યા હોવ, કે પછી નિષિદ્ધ પ્રકારના વિષય માટે મૂંઝવણ અનુભવતા હોવ કે પછી તમારી અંદર કોઈ એવો પ્રશ્ન હોય જેનો જવાબ કોઈ પણ આપવા તૈયાર ન હોય એવા પ્રશ્ન પૂછવાની આ તક છે! - unplugwithsadhguru.org

Youth and Truth Banner Image