જુલાઇ 27 ના ઉજવો ગુરુ પુર્ણિમા સદગુરુ સાથે, આદિયોગી ના સાનિધ્યમાં . જોડાઓ ઈશા યોગ કેન્દ્ર થી અથવા તો  લાઈવ વેબસ્ટ્રીમ થી.

Join the Free LiveStream

 

The Importance of Guru Purnima in Hindi

Importance of Guru Purnima in Gujarati

ગુરુ પૂર્ણિમાનું દિવ્ય મહત્વ

સદગુરુ: વર્ષ દરમિયાન આવતી તમામ પૂર્ણિમાઓમાંથી, આ જ પૂર્ણીમા કે પૂનમને કેમ ગુરુને સમર્પિત કરવામાં આવી છે, શા માટે ગુરુપૂર્ણીમાં ઉજવવામાં આવે છે? મૂળભૂત રીતે, સૂર્યની આસપાસ પૃથ્વી ભ્રમણ કરતી હોય છે અને તેની કક્ષામાંના જુદા જુદા ચોક્કસ ગુણ ધરાવતા તત્વો હોય છે. વર્ષ દરમિયાન અમુક દિવસમાં, આપણા સાઘુ સંતોને અમુક ક્ષણે જ્ઞાનનો સ્વ અનુભવ મળે છે, તેઓ અપૂર્ણતાને પૂર્ણતામાં પરિવર્તિત કરવા સતત પ્રક્રિયામાં રહે છે, અને પ્રકૃતિની થોડી સહાય બાદ અમુક ચોક્કસ દિવસોમાં તપ રૂપી ઝાડ પર જ્ઞાનના ફુલો સરળતાથી ખીલે છે.   

ગુરુ પૂર્ણિમાના દિવસે  ચંદ્ર અને પૃથ્વી વચ્ચે એક ચોક્કસ સંબંધ સ્થાપિત થતો હોય છે, જેના પરિમાણમાં આપણામાં ગ્રહણશક્તિ પેદા થાય છે, અને આપણે તેને ગુરુની કૃપા તરીકે સંબોધીયે છીએ.

 

પરંપરાગત રીતે, આ સમયનો લોકો શક્ય હોય એટલો ઉપયોગ કરતા. સામાન્ય રીતે ભારતમાં ગુરુ પર શ્રદ્ધા રાખનારા લોકો પૂર્ણીમાની રાત્રી ગુરુના સાનિધ્યામાં વિતાવતા. આખી રાત, ક્યાં ધ્યાન, તો ક્યાંક  ભજન, તો ક્યાંક નૃત્ય અથવા તો ક્યાંક પ્રકૃતિની સાથે વિતાવતા.

 

The Importance of Guru Purnima in Gujarati - Group meditation with Sadhguru

 

ગુરુ પૂર્ણિમા: કૃપા પ્રાપ્ત કરવાનો ઉત્તમ સમય

આ સમય વર્ષનો એવો સમય છે, કે જ્યારે આદિયોગીનું ધ્યાન તેમના પ્રથમ સાત શિષ્યો પર પડ્યું હતું, હવે તે સપ્તર્ષિ તરીકે ઓળખાય છે. યોગ પરંપરામાં, શિવને ભગવાન તરીકે પૂજવામાં નથી આવતા, પરંતુ આદિયોગી તરીકે ઓળખવામાં આવે છે. પ્રથમ યોગી અથવા આદિગુરુ તરીકે પણ ગણણા પ્રથમ ગુરુ તરીકે થાય છે. જેઓની અંદરથી યોગિક વિજ્ઞાન ઉત્પન્ન થયું છે.

 

તો, આપણેએ મહિનામાં છીએ, જ્યારે આપણા સન્યાસીઓ અને યોગીઓ, તેમના આસપાસના વાતાવરણમાં સંપૂર્ણ સામેલ ન હતા, ધીમે ધીમે સામેલ થવાનું શરૂ થયું હતું. તેઓના અનુભવોના આદન પ્રદાનના ઉદેશ્યથી આ મહિને ફૂલ ખિલવાની શરૂઆત કરવામાં આવી હતી.

 

સપ્તર્ષિઓએ શરૂઆતના ચૌરયાશી વર્ષ સુધી કેટલાક સરળ પગલાં લીધાં હતાં. પછી, ઉત્તરથી દક્ષિણ તરફના સૂર્યનું સ્થળાંતર થાય છે. જેણે આપણે દક્ષિણાયાન તરીકે ઓળખીય છીએ. આદિયોગીએ જાણ્યું કે, આ સાત લોકોમાં જ્ઞાનનો પ્રકાશ પ્રકાશિત થયો છે. ત્યારબાદ, અઠ્ઠાવીસ દિવસ સુધી, આદિયોગીએ તેમના તરફ ધ્યાન ન આપ્યું.

ત્યારબાદ, ગ્રીષ્મ ઋતુની પ્રથમ પૂનમે,  તેમણે શીખવવાનો નિર્ણય કર્યો. તેમણે ગુરુ બનવાનું નક્કી કર્યું. આ પૂર્ણીમાને ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. તેથી આ મહિનાને એક એવા મહિનો તરીકે ગણવામાં આવ્યો કે, જ્યાં કઠોર સન્યાસી કે હઠી યોગીઓ પણ પોતાની કૃપા વરસાવશે અને દયાળુ બની તેઓ શિક્ષક અથવા ગુરુ બનશે.

આથી, આ સમય ગુરુકૃપા પ્રાપ્ત કરવા માટે શ્રેષ્ઠ છે. ધ્યાન માટે પણ આ સારો ઉત્તમ છે.

ગુરુ પૂર્ણિમા: તમારી ગ્રહણક્ષમતા વધારે છે

"હું શું કરું?" કાયમ આ પ્રશ્ન ઉદભવતો હોય છે. જો તમે એમ વિચારતા હોવ કે, તમે કશું જ નથી કરી શકતા તો, તમારામાં કઈંક અભાવ છે. તે અભવાને દૂર કરવા અને ગ્રહણક્ષમતાને વધારવાનો શ્રેષ્ઠ માર્ગ છે. સાધના કાયમ એવી રીતે તૈયાર કરવામાં આવે છે, કે જેનાથી તમે તમારા જીવનની દૈનિક ક્રિયા-પ્રક્રિયાઓ ભૂલી જાવ. જેમાં, તમે કોણ છો, શું છો અને તમારું જીવન શું છે. આ બધું ભૂલી તમે વર્તમાનમાં જીવવા લાગો. હાલ શું થઈ રહ્યું છે, તેનો જ ખ્યાલ રહે. બસ આ જ કૃપા પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે.

ત્યારબાદ, ગ્રીષ્મ ઋતુની પ્રથમ પૂનમે,  તેમણે શીખવવાનો નિર્ણય કર્યો. તેમણે ગુરુ બનવાનું નક્કી કર્યું. આ પૂર્ણીમાને ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે.

શું તમે ખબર છે, કે જ્યારે તમે એ પણ નથી જાણતા કે તમે કોણ છો અને તમે શું છો? તેમ છતાં પણ તમે શ્વાસ લો છો, શું તમે જાણો છો, ઊંધમાં પણ તમારો શ્વાસ ચાલે? જો દિવસ દરમિયાન તેમ તમારા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરશો તો,માલુમ પડશે કે, ત્યાં કેટલી ગરબડ ચાલી રહી છે. તમે તમારી જાતને મર્યાદિત કરો છો, સાથે શ્વાસની પ્રક્રિયાને પણ.....જ્યારે તમે ઊંઘો છો, ત્યારે પણ તમારો શ્વાસ ચાલુ જ રહે છે, અને તમારી જાણ બહાર આ થતું જ રહે છે.

ઝેન સિસ્ટમ, માનવ ચેતનાને વધવા માટે સુંદર અભિવ્યક્તિની અનુમતિ આપે છે. એકવાર ઝેન માસ્ટ પાસે ઝેન શિષ્ય ગયો અને પૂછ્યું, " આધ્યાત્મિક વિકાસ માટે  મારે શું કરવું જોઈએ?"

"જમીન સાફ કરૂ, લાકડું કાપું, રાંધુ, શું કરૂ."

The Importance of Guru Purnima in Gujarati - Monks Cooking and Sweeping

 

"શા માટે મારે અહીં આવવું જોઈએ? શું આ ઘરે કરી શકું છું." પરંતુ ત્યાં, તમારે પોતાનો માળ સાફ કરવાનો રહેશે. જો તમે પડોશીના ભાગનું સાફ નહીં કરો, તો, ગંદું રહી જશે. તમે તમારા પોતાના માટે લાકડું કાપી શકો છો. તમે તમારા માટે ખોરાક રાંધી શકો છો અને તમે તમારી જાતની ગણણા તમારા તરીકે કરી શકો છો. તમે કોણ છો તે જાણવા તમે વિવિધ પ્રવૃત્તિનો ઉપયોગ કરો. આ પ્રશ્નથી ભાગો નહી. આપણા કર્મથી મુક્તી અને મોક્ષની પ્રક્રિયામાં તફાવત છે. આ પરિસ્થિતિમાં તમે, કર્મ પ્રાપ્ત કરી રહ્યા છો અથવા તમે કર્મયોગી બની રહ્યા છો.

ગુરુ પૂર્ણિમાના દિવસે  ચંદ્ર અને પૃથ્વી વચ્ચે એક ચોક્કસ સંબંધ સ્થાપિત થતો હોય છે, જેના પરિમાણમાં આપણામાં ગ્રહણશક્તિ પેદા થાય છે, અને આપણે તેને ગુરુની કૃપા તરીકે સંબોધીયે છીએ.

આથી, ફક્ત તમારા ફ્લોરને સાફ રાખવું, તમારા માટે રાંધવુ કે, આંબ પોતાના માટે રોપવા, શક્ય છે તમારા રોપેલા આંબની કેરીઓ તમારા દુશ્મનના બાળકો ખાય, શક્ય છે. બધું છોડો અન્યથા, દરેક પ્રવૃત્તિમાં તમારો મોહ તમને વધુ કેદ કરશે. કમનસીબે મોટાભાગના લોકો આમાં જ ફસાયેલા છે. માણસમાં આ કમીઓને દૂર કરવાની ક્ષમતા છે. પણ માણસ બુદ્ધિનો ઉપયોગ દુઃખનાં કારણ ઉભા કરવામાં વાપરે છે.

 

અજાણતાં જ તમે આમ કરવાનું શરૂ કરી દો છો. આમ કરતાની સાથે જ તમે તમારી ક્ષમતાઓના દુશ્મન બની જાવ છો. આ પરિસ્થિતિ ખરાબ છે. જો તમે તમારી ક્ષમતા અને બુદ્ધિની વિરુદ્ધ વર્તન કરશો તો, તમે અધોગતીના માર્ગ પર છો, અને તે પ્રગતિ નથી. તમે પરિવર્તનની માંગ નથી કરતા, અલ્પ જીવનની આશા કરી રહ્યાં છો.

તમારા વિકાસ માટે ગુરુ પૂર્ણિમાનું મહત્વ

આજે લોકો કહે છે કે, "હું બાળક જેવો બનવાં માગું છું." પણ કહેવાતા આધ્યાત્મિક અગ્રણીઓ કહે છે કે, "હું એક બાળક જેવો છું." જ્યારે તમે બાળક હતા, ત્યારે તમને મોટા થવાની અદમ્ય ઇચ્છા હતી. કારણ કે તમામ પ્રકારની સુખ સુવિધા મોટા લોકો માટે હતી, તેથી તમે પોતાની જાતને નાની અને નકામી ગણતા હતા. હવે તમે મોટા થયા, સમજાતું નથી કે આ બધું કેવી રીતે સંભાળવું માટે તમે પાછા બાળક થવા માંગો છો.

કૃપા મેળવવા અમારે શું કરવું જોઈએ? કાંઈ નથી કરવાનું, જેટલું ઓછું તમે તમારા સ્વ સાથે રહેશો, તમે એટલા તમારા સ્વથી બહાર આવી શકો છો, એટલા તમે કૃપા માટે ઉપલબ્ધ રહો છો.

બાળકો માસુમ હોય છે, આજના સમયમાં વસ્તુઓ જલ્દીથી બદલાઈ રહી છે, અમે આપને મૂલ્યવાન ગણીએ છીએ. તમે તે કાયમ માટે બાળક રહી શકો છો, પણ તેનો કોઈ અર્થ નથી.

 

વિકાસની એક ચોક્કસ કિંમત હોય છે. તમે તમારા મન અને શરીરથી ઘણી બધી વસ્તુઓ કરવા સક્ષમ છો. તમારું શરીર મૂલ્યવાન છે. પણ જો તમને ખ્યાલ જ ન હોય કે, કેવી રીતે તમારા મન અને શરીરનો ઉપયોગ કરવો, અને આ અણઆવડતના કારણે બધા દુઃખો અને ગૂંચવણો પેદા થાય છે. આવા સમયે તમે મોટા ન થયા હોત તેવી પ્રાથના કરો છો.

 

આથી, આ મહિનો કૃપાનો મહિનો છે. કૃપા જીવન રૂપી ખેતરમાં ખાતર સમાન છે, મનુષ્ય પોતાના અસ્તિત્વ, ક્ષમતા, સ્વ અને અન્ય શક્યતાના બીજા પરિમાણો પામી શકે છે. આથી કૃપાનો સદ્ ઉપયોગ કરવો. કૃપા મેળવવા અમારે શું કરવું જોઈએ? કાંઈ નથી કરવાનું, જેટલું ઓછું તમે તમારા સ્વ સાથે રહેશો, તમે એટલા તમારા સ્વથી બહાર આવી શકો છો, એટલા તમે કૃપા માટે ઉપલબ્ધ રહો છો.

ગુરુ પૂર્ણિમાઃ મુક્તિની રાત્રી

જે લોકો આધ્યાત્મના માર્ગ પર છે, તેઓ માટે ગુરુ પૂર્ણિમા વર્ષનો સૌથી મોટો દિવસ છે. કારણ કે આ દિવસે તેઓ આદિગુરુની કૃપા કે, અન્ય દરેક ગુરુની કૃપા અને અનુકંપા પ્રાપ્ત કરે છે.

 

15000 વર્ષ પહેલા ગુરુ પૂર્ણિમાની રાતે, આદિયોગીએ તેમનું ધ્યાન સાત સંતોમાં ફેરવી દીધું, માનવતાના ઇતિહાસમાં પહેલી જ વાર માનવને યાદ કરાવ્યું કે, આ નિશ્ચિત જીવન નથી. જો તેઓ અનુભવ કરવા તૈયાર હોય,  તો અસ્તિત્વના દરેક બારણાં ખુલ્લાં છે. મનુષ્યને પ્રકૃતિના સરળ નિયમો દ્વારા મર્યાદિત રહેવાની જરૂર નથી.

જે લોકો આધ્યાત્મના માર્ગ પર છે, તેઓ માટે ગુરુ પૂર્ણિમા વર્ષનો સૌથી મોટો દિવસ છે. કારણ કે આ દિવસે તેઓ આદિગુરુની કૃપા કે, અન્ય દરેક ગુરુની કૃપા અને અનુકંપા પ્રાપ્ત કરે છે.

અમુક મર્યાદાના કારણે આજે, મનુષ્ય એક પ્રકારની કેદમાં છે અને આ કેદમાં તે પીડાય છે. અમે ભારત અને અમેરિકાની જેલોમાં કાર્યક્રમ કરીએ છીએ. સામાન્ય રીતે મારો અનુભવ છે કે, જ્યારે હું જેલમાં દાખલ થવું ત્યારે, ત્યાંના વાતાવરણમાં અપાર પીડાનો અનુભવ થાય છે. આ અનુભવ હું ક્યારેય શબ્દોમાં નહીં વર્ણવી શકું. કારણ કે, હું જેલમાં નથી ગયો પણ ત્યાંનું દર્દ અનુભવ્યું છે. જેલમાં કેદની પીડા અવર્ણનીય છે. મનુષ્યને કેદ મંજૂર નથી. માટે જ મનુષ્યના આ મૂળભૂત સ્વભાવને ધ્યાનમાં રાખી આદિયોગીએ મુક્તિનો માર્ગ અને તેને પ્રશશ્ત કરવાની વાત કરી હતી.

 

આપણી સંસ્કૃતિમાં સૌથી ઉંચો ધ્યેય મુક્તિનો છે. તમે તમારા જીવનમાં જે કંઈ કરો છો, તે ફક્ત તમારા અંતિમ લક્ષ્ય મુક્તિને ધ્યાનમાં રાખીને જ કરો છો. કારણે કે આપણો મૂળભૂત સ્વભાવ મુક્ત છે,  કેદની વૃતિ આપણી પ્રકૃતિ નથી. પણ લગ્ન, શાળાના શિક્ષકો અથવા માત્ર પ્રકૃતિના નિયમો વગેરે આપણા પર લાદવામાં આવે છે અને તે બંધનના કારક બને છે. પણ, મનુષ્ય આ વિષયોથી પર રહી તેની જન્મજાત ઝંખના મુક્તિ તરફ વળવા પ્રયત્નશીલ રહેવું જોઈએ.

15000 વર્ષ પહેલા ગુરુ પૂર્ણિમાની રાતે, આદિયોગીએ તેમનું ધ્યાન સાત સંતોમાં ફેરવી દીધું, માનવતાના ઇતિહાસમાં પહેલી જ વાર માનવને યાદ કરાવ્યું કે, આ નિશ્ચિત જીવન નથી.

હજારો વર્ષો પહેલાં આ દિવસે પ્રથમ વખત  આદિયોગીએ બંધનમાંથી મુક્ત થવાની રીતે આપી હતી. હું તે આદિયોગીને નમન કરું છું, સાથે તેમના સાત સંતોને પણ નમન કરૂ છું. કારણ કે તેઓ પોતાને એવી રીતે તૈયાર કર્યા હતા, કે તેઓની અવગણના અશક્ય છે.

મને નથી લાગતું કે આદિગુરુને જે રીતે સપ્તર્ષિ મળ્યાં હતા. તે રીતે કોઈપણ ગુરુ અથવા યોગીને તેમના જેવા સંતો અથવા લોકો મળ્યાં હશે. જેમની સાથે જ્ઞાન આદાન પ્રદાન કરી શકાય. ઘણા યોગીઓ અને ગુરુઓને ઉમદા ભક્તો મળ્યાં છે. જેમના પર તેઓની કૃપા અને અનુકંપા થઈ છે અને તેમને પૂર્ણ કર્યા છે. પરંતુ કોઇને આ સપ્તર્ષિ જેવા સાત લોકો મળ્યા નથી. જેની સાથે તેઓ તેમનું જ્ઞાન આપી શકે. આમ નથી થયું....અમે હજુ પણ પ્રયાસ કરી રહ્યા છીએ.

 

જુલાઇ 27 ના ઉજવો ગુરુ પુર્ણિમા સદગુરુ સાથે, આદિયોગી ના સાનિધ્યમાં . જોડાઓ ઈશા યોગ કેન્દ્ર થી અથવા તો  લાઈવ વેબસ્ટ્રીમ થી.

Join the Free LiveStream